Today top five News, PM modi, Rahul Gandhi, Ajit pawar : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ અને ચૂંટણી ચર્ચાઓ વચ્ચે શુક્રવારનો દિવસ નેતાઓ માટે ખુબ જ વ્યસ્ત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના પ્રવાસે રહેશે. તો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હીમાં અનેક જગ્યાએ સીએમ અને ડે.સીએમ સાથે બેઠક કરશે. મહારાષ્ટ્રમાં એનસીપીમાં ચાલી રહેલી બબાલને લઇને મુંબઈમાં ભાજપના ધારાસભ્યો શુક્રવારે બેઠક કરશે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટનો મોદી સરનેમને લઇને રાહુલ ગાંધીનું પુનર્વિચાર અરજી ઉપર નિર્ણય આવશે. ચાલો જાણીએ પાંચ મોટા સમાચાર વિશે જેના ઉપર આખા દેશની નજર રહેશે.
1- એનસીપીમાં શરદ-અજિત ઘર્ષણ વચ્ચે ભાજપના ધારાસભ્યો અને એમએલસીની બેઠક થશે
રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં ટૂટ બાદ બંને જૂથોના નેતાઓ પોતાના પક્ષને અસલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જણાવી રહ્યા છે. આ વચ્ચે શુક્રવારે મુંબઈમાં રાજ્ય વિધાસભા અને વિધાન પરિષદના ભાજપના સભ્યોની એક બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં નવા ઘટનાક્રમો અને લોકસભા ચૂંટણીઓને લઇને ગંભીર ચર્ચા થશે.
બીજી તરફ શરદ પવાર અને અજિત પવાર બંને નેતાઓએ એક બીજાની બેઠકને ગેરકાયદેસરની ગણાવી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ અજિત પવારના નેતૃત્વવાળા જૂથે કહ્યું કે ગુરુવારે દિલ્હીમાં શરદ પવાર તરફથી બોલાવામાં આવેલી કાર્યસમિતિની બેઠકમાં કાયદેનું પાલન થયું નથી.
2- પીએમ મોદીનો આજે વારાણસી, ગોરખપુર, રાયપુર અને જોધપુરમાં પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન અહીં 12000 કરોડ રૂપિયા કરતા વધારે પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ પાર્ટી કેડરના નેતાઓની સાથે ટિફિટ પર ચર્ચા કરશે. શુક્રવારે પીએમ મોદી ગોરખપુર પણ જશે અને નવા રેલવે સ્ટેશનના પુનર્વિકાસની આધારશિલા રાખશે. સ્ટેશનને વિશ્વ સ્તરીય સુવધાઓ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પર કુલ 498 કરોડ રૂપિયા ખર્ચ થશે.
ગોરખપુરમાં પીએમ મોદી ગીતા પ્રેસની શતાબ્દી સમારોહમાં પણ સામેલ થશે. શુક્રવારે પીએમ મોદી રાયપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. રાજ્યમાં અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી રાજસ્થાનના જોધપુરમાં વંદેભારત એક્સપ્રેસને લીલીઝંડી દેખાડશે.
3 – રાહુલ ગાંધીની પુનર્વિચાર અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય
મોદી સરનેમને લઇને સુરતની અદાલતમાં મળેલી સજા વિરુદ્ધ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પુનર્વિચાર અરજી પર શુક્રવારે ગુજરાત હાઇકોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. આ નિર્ણય સારે 11 વાગ્યે આવવાની આશા છે. રાહુલ ગાંધીએ કેટલાક સમય પહેલા મોદી સરનેમને લઇને એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન ચર્ચામાં આવ્યા બાદ રાજકિય રંગ પકડી લીધો હતો. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ જાતિગત ભેદભાવ અને લાગણીઓને ઠેશ પહોંચાન નિવેદન ગણાવીને સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરતની કોર્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નિર્ણય સંભળાવવામાં આવશે. આ નિર્ણય વિરુદ્ધ રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટમાં પુનવિચાર અરજી દાખલ કરી લીધી હતી.
આ પણ વાંચોઃ- શરદ પવાર સામે બળવો કરવા બદલ ભાજપે ‘રાજકીય ભેટ’ આપી? અજિત પવાર જૂથ આટલી બેઠકો પર લડી શકે છે લોકસભા ચૂંટણી
4 – આજે UCC પર દેશભરના સિખ સંગઠનોની મોટી બેઠક
કેન્દ્ર સરકારના સમાન નાગરિક સંહિતાને સંસદના આગામી સત્રમાં લાવવા અને તેના ઉપર કાયદો બનાવવાના મુદ્દો વિરોધ કરતા દેશભરમાં સિખ સંગઠનોના નેતાઓ શુક્રવારે નવી દિલ્હીમાં મળીને ચર્ચા કરશે. સમાન નાગરિક સંહિતનો કાયદો બનાવવા પહેલા કેન્દ્રીય વિધિ આયોગે વિભિન્ન દળો, ધાર્મિક સંગઠનો, સામાન્ય લોકો પાસેથી સુચના લીધી હતી.
દિલ્હી સિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ દેશભરના સિખોને સમાન નાગરિક સંહિતા પર ચર્ચા કરવા અને તેના ઉપર પોતાનું વલણ નક્કી કરવા માટે 7 જુલાઈ દિલ્હીમાં બેઠક કરવાનું આહ્વાન કર્યું છે. આનો ઉદેશ્ય સિખ સમુદાય ઉપર યુસીસીના નિહિતાર્થને સમજવા અને સમજાવવું પડશે. દિલ્હી સિખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધ્ય7 હરમીત સિંહ કાલકાએ કહ્યું કે ધાર્મિક પ્રતિકો પર સરકારી તરફથી અનેક સ્પષ્ટીકરણ આવ્યું નથી.
5 – ભાજપના ઉત્તરી ક્ષેત્રના સીએમ અને ડે.સીએમ અને અન્ય નેતાઓ સાથે પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા મિટિંગ કરશે
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા શુક્રવારે ઉત્તરી ક્ષેત્રના પદાધિકારીઓ, મુખ્યમંત્રીઓ, ઉપ મુખ્યમંત્રીઓ અને રાષ્ટ્રીય કાર્યકારિણી પરિષદની સાથે બેઠક કરશે. આ દરમિયાન તેઓ લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીને લઇને રણનીતિ પર ચર્ચા કરશે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન, ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, એમપી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, છત્તીસગઢ અને હરિયાણાના વરિષ્ઠ નેતાઓને બોલાવવામાં આવ્યા છે.





