Today Latest News Update in Gujarati 27 July 2025 : પીએમ નરેન્દ્ર મોદીનો આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં રોડ શો યોજાયો હતો. પીએમ મોદીનો રોડ શો જોવા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. તમને જણાવી દઇયે કે, પીએમ મોદી આજે તમિલનાડુના ગંગઇકોંડા ચોલપુરમ મંદિરમાં આદિ તિરુવથિરઇ મહોત્સવ સાથે મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જયંતી સમારોહમાં ભાગ લેવાના છે.
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
ઉત્તરાખંડ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ ભાગદોડ મચી હતી. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ ANI ને જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આ ભાગદોડમાં 6 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાનો વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
અમેરિકામાં ડેનવર એરપોર્ટ પર બોઇંગ 737 વિમાનમાં આગ લાગી, 179 મુસાફરો હતા
અમેરિકામાં ડેનવર એરપોર્ટ પર અમેરિકન એરલાઇન્સના AA-3023 બોઇંગ 737 MAX 8 વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી હતી. આ વિમાન ડેનવર એરપોર્ટથી મિયામી જવાનું હતું. આ વિમાનના 173 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કૂલ 179 લોકોને ઇમરજન્સી એક્ઝિટ ડોરથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.