Today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
કોરોનાની તાજા સ્થિતિને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં નિવેદન જાહેર કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસો અને કોરોનાની થયેલા મોતના મામલામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
Sports News latest Updates: ઇન્ડિયા vs બાંગ્લાદેશ 2જી ટેસ્ટ, પહેલો દિવસ, ટી બ્રેક ભારત સામે બાંગ્લાદેશ 184/5.
જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ઉનાની ઘટના સમયે મોદીજીએ કહ્યું હતું – “જો તમારે મારવું હોય તો મારી નાખો, મારા દલિત ભાઈઓને નહીં” પરંતુ પ્રશાસને આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરી ન હતી. પરિણામ- ગઈકાલે વડોદરા જિલ્લામાં જાહેરમાં એક દલિત યુવકને માર મારવાનો પ્રયાસ થયો હતો.
બાગપત, ઉત્તર પ્રદેશ: ગરુડ સ્પેશિયલ ફોર્સિસ અધિકારી દેશના વિવિધ સંઘર્ષ ઝોનમાં તૈનાત ભારતીય વાયુસેનાના વિશેષ દળો દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અને સાધનોની સમગ્ર શ્રેણીનું પ્રદર્શન કરી રહ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી આ દિવસોમાં અમેરિકાની મુલાકાતે છે. જ્યાં તેમણે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી. વોલોદિમિર ઝેલેન્સકી અને યુએસ પ્રમુખ જો બિડેન પ્રથમ વખત સામસામે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે અમેરિકાના લોકો અને અમેરિકન કોંગ્રેસનો આભાર માન્યો હતો.
ચીન અને અન્ય કેટલાક દેશોમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતની પરિસ્થિતિની સમીક્ષા કરતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે લોકોને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા માટે વિનંતી કરી હતી. જેમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ અંતર જાળવવું, વારંવાર હાથ ધોવા અને રસી લેવાનો સમાવેશ થાય છે. તેમણે અધિકારીઓને “સંપૂર્ણપણે સજ્જ થવા અને દેખરેખને મજબૂત” કરવા માટે પણ નિર્દેશ આપ્યો.
જાને તુ… યા જાને ના' અભિનેતા અયાઝ ખાનના ઘરે બાળકીનો જન્મ થયો, પ્રથમ તસવીર શેર કરી
મુંબઈ | ગોરેગાંવ પોલીસે ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા પ્રભાવક ઉર્ફી જાવેદને વ્હોટ્સએપ દ્વારા બળાત્કાર અને જીવની ધમકીઓ આપવા બદલ નવીન ગિરી નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આઈપીસીની 354(એ) (જાતીય સતામણી), 354(ડી) (પીછો કરવો), 509, 506 (ગુનાહિત ધમકી) તેમજ આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે (21 ડિસેમ્બર, 2022) મુંબઈમાં એક કાર્યક્રમમાં ક્રિપ્ટોકરન્સી વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. દાસે કહ્યું કે આગામી નાણાકીય કટોકટી ખાનગી ક્રિપ્ટોકરન્સીને કારણે થઈ શકે છે. આરબીઆઈ ગવર્નરે આ માટે પ્રાઈવેટ ક્રિપ્ટોને જવાબદાર ગણાવ્યું હતું. આ એટલા માટે છે કારણ કે તેઓ મેક્રો ઇકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે જોખમ ઊભું કરે છે.