/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/live-news-new-1.jpg)
આજના તાજા સમાચાર
Gujarati News Today Live Updates, 23 January 2024 : આજે 23 જાન્યુઆરી 2024 અને મંગળવાર છે. આજના મહત્વના ન્યૂઝની વાત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપનાર વાયએસઆરસીપીના સાંસદ એલ કે દેવરાયુનું રાજીનામું ચર્ચામાં છે. આ ઉપરાંત આજના મહત્વના સમાચાર અહીં જાણી શકો છો.
- Jan 23, 2024 21:58 IST
ગણતંત્ર દિવસ : આખરે 26 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે? જાણો ઇતિહાસ અને મહત્વ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/republic-day-.jpg)
Republic Day 2024 : દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશભરમાં પૂરા ઉત્સાહ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ પ્રસંગે ઇન્ડિયા ગેટથી લઇને રાષ્ટ્રપતિ ભવન સુધી કર્તવ્ય પથ પર દર વર્ષે ભવ્ય પરેડ થાય છે. વધુ વાંચો
- Jan 23, 2024 21:07 IST
Bharat Ratna : બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન, મોદી સરકારે કરી જાહેરાત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Karpoori-Thakur.jpg)
Karpoori Thakur : કર્પૂરી ઠાકુર બે વાર બિહારના મુખ્યમંત્રી અને એક વાર ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. તેઓ બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી હતા. વધુ વાંચો
- Jan 23, 2024 20:33 IST
Ayodhya Tour : અયોધ્યા માં રામ મંદિર સિવાય ક્યાં-ક્યાં ફરી શકો છો, કેવી રીતે જવાય? જોવા લાયક સ્થળ વિશે બધુ જ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/ayodhya-tourist-places.jpg)
Ayodhya Tour : અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે, જો તમે પણ રામ મંદિરની મુલાકાત લેવા માંગતા હોવ તો જોઈલો, કેવી રીતે અયોધ્યા જવાય અને અન્ય જોવા લાયક સ્થળો. વધુ વાંચો
- Jan 23, 2024 18:40 IST
રામ મંદિરના નામ પર કોઇ લહેર નથી, રાહુલ ગાંધીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર શું કહ્યું?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/rahul-gandhi-1.jpg)
Bharat Jodo Nyay Yatra : પીએમની ઉમેદવારીના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' ચૂંટણી બાદ તેના પર ચર્ચા કરશે અને નિર્ણય લેશે. વધુ વાંચો
- Jan 23, 2024 17:42 IST
અયોધ્યા રામ મંદિરમાં પ્રથમ દિવસે જ ભક્તોની ભીડ, લગભગ 3 લાખ ભક્તોએ કર્યા રામલલ્લાના દર્શન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/ayodhya-ram-mandir-visit.jpg)
Ayodhya Ram Mandir : યુપી સરકારના નિવેદન અનુસાર પહેલા દિવસે અત્યાર સુધીમાં લગભગ 3 લાખ રામભક્તો રામલલાના દર્શન કરી ચૂક્યા છે, અયોધ્યા મંદિરની આસપાસ આઠ હજાર જેટલા સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા. વધુ વાંચો
- Jan 23, 2024 16:05 IST
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જનાર YSR કોંગ્રેસ સાંસદનું રાજીનામું
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જનાર યુવજન શ્રમિકા રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)ની મુશ્કેલી વધી ગઇછે. વાયએસઆર કોંગ્રેસના લોકસભા સાંસદ એલ. શ્રી કૃષ્ણ દેવરાયલુએ મંગળવારે પાર્ટી અને સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ આંધ્રપ્રદેશના નરસરાવપેટ લોકસભા બેઠકના સાંસદ હતા. સાંસદે કહ્યુ કે, તેમના મત વિસ્તારને બદલવાની પાર્ટીની યોજના અંગે મહિનાઓથી ચાલી રહેલા ડ્રામાનો અંત લાવવાો સમય આવી ગયો છે. નોંધનિય છે કે, આ સાસંદ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા.
Attended the 20th annual festival hosted by Lok Nayak Foundation. Honoured to be a part of this festival which honors NTR and ANR. pic.twitter.com/kl5eGkYHDL
— Lavu Sri Krishna Devarayalu (@SriKrishnaLavu) January 20, 2024
- Jan 23, 2024 13:04 IST
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટીમાં મંજૂરી ન મળી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા બાદ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા રોકવામાં આવી રહ્યા છે.
LIVE: #BharatJodoNyayYatra | Guwahati | Assamhttps://t.co/iykNiotoG7
— Bharat Jodo Nyay Yatra (@bharatjodo) January 23, 2024
- Jan 23, 2024 12:41 IST
રામ લલ્લાના દર્શન માટે ભયંકર ભીડ, રામ મંદિરમાં પ્રવેશ બંધ
અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મુશ્કેલી સર્જાઇ છે. હવેલી પરોઢથી જ મોટી સંખ્યામાં લોકો મંદિરે આવી રહ્યા છે. પોલીસને મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં મુશ્કેલી પડી રહી છે. ભક્તોની ભીડ બેકાબુ બનતા રામ મંદિરમાં બપોરે 2 વાગે સુધી પ્રવેશ કરવામાં આવ્યું છે.
#WATCH | Uttar Pradesh: People break through security at Shri Ram Janmabhoomi Temple in Ayodhya.
The Pran Pratishtha ceremony was done yesterday at Shri Ram Janmabhoomi Temple. pic.twitter.com/vYEANsXQkP— ANI (@ANI) January 23, 2024
- Jan 23, 2024 12:09 IST
સુભાષચંદ્ર બોઝ જયંતિની ઉજવણી, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી
આજે દેશભરમાં ભારતના સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી થઇ રહી છે. તેમની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવાય છે. દેશમાં સુભાષચંદ્ર બોઝ જયંતિની ઉજવણી થઇ રહી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Netaji-Subhash-Chandra-Bose-Jayanti.jpg)
નેતાજીની જન્મજયંતિ પર શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા લખ્યું કે - પરાક્રમ દિવસ પર ભારતવાસીઓને શુભેચ્છાઓ. આજે તેમની જયંતિ પર, આપણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જીવન અને સાહસનું સન્માન કરીએ છીએ. આપણા રાષ્ટ્રની આઝાદી માટે તેમનું અતૂટ સમર્પણ સતત પ્રેરણા આપે છે.
Greetings to the people of India on Parakram Diwas. Today on his Jayanti, we honour the life and courage of Netaji Subhas Chandra Bose. His unwavering dedication to our nation's freedom continues to inspire. pic.twitter.com/OZP6cJBgeC
— Narendra Modi (@narendramodi) January 23, 2024
- Jan 23, 2024 09:25 IST
શેરબજાર: સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો
શેરબજાર મંગળવારે ઉછાળા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ અગાઉના 71,423 બંધ સામે મંગળવારે 71868 ખુલ્યો ખુલ્યો હતો. શરૂઆતના કલાકામાં લગભગ 600 પોઇન્ટ ઉછળીને 72000ની સપાટી કુદાવી ગયો હતો. જો કે ત્યારબાદ સાધારણ ઘટીને 72000ની નીચે આવી ગયો હતો. તો નિફ્ટી પણ 150 પોઇન્ટની વધુના સુધારા 21730ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
- Jan 23, 2024 09:18 IST
રામ લલ્લાના દર્શન કરવા ભક્તોની ભીડ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/ayodhya-ram-lalla-jewellery-and-clothes-.jpg)
અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ લલ્લા દર્શન કરવા ભકતોની ભીડ લાગી છે. જાહેર જનતા માટે રામ મંદિરમાં દર્શન શરૂ થઇ ગયા છે. મોટી સંખ્યામાં ભક્તો રામ લલ્લાના દર્શને આવી રહ્યા છે.
નોંધનિય છે કે, સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રભુ રામ લલ્લાના દર્શન કરવામાં પણ મહેમાનો મુશ્કેલી પડી હતી. જેમાં બોલીવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ દર્શન માટે ભીડમાં ફસાઇ ગયા હતા જેનો એક વીડિયો વાયરલ થયો હતો.
https://www.instagram.com/reel/C2Z_Cy7vtBR/?utm_source=ig_embed&ig_rid=47c9c073-c0f9-4562-a6be-14c2e26ec8bb
- Jan 23, 2024 09:12 IST
ચીનમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી -એનસીઆરમાં પણ આંચકા અનુભવાયા
દિલ્હી એનસીઆરમાં ગઇકાલ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું એપી સેન્ટર ચીન સરહદ નજીક હોવાનું કહેવાય છે. ચીનમાં 7.2ન તીવ્રતાનો ભૂંકપ આવ્યો છે જેનો આંચકો દિલ્હી- એનસીઆર સુધી અનુભવાયો હતો. ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ચીનમાં Southern Sinjiangcમાં ભૂકંપનું કેન્દ્ર હોવાનું મનાય છે. નોંધનિય છે કે, દિલ્હી- એનસીઆરની ગણતરી ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં થાય છે. તાજેતરમાં ભારતની આસપાસના ઘણા દેશોમાં ભૂકંપ આવતા તેના આંચકા દેશમાં પણ અનુભવાયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us