today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
જમ્મુમાં ટ્વિન બ્લાસ્ટઃ જમ્મુ-કાશ્મીરના જમ્મુ શહેરના નરવાલ વિસ્તારમાં એક પછી એક બે બોમ્બ વિસ્ફોટ થયા. આ બોમ્બ વિસ્ફોટોમાં 7 લોકો ઘાયલ થયાના સમાચાર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટો બાદ તરત જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા દળોના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સમગ્ર વિસ્તારને ખાલી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
રશિયાની રાજધાની મોસ્કોથી ગોવા જતી ચાર્ટર્ડ ફ્લાઈટને શનિવારે ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી હતી. બોમ્બની ધમકીને પગલે શનિવારે વહેલી સવારે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
Gujarat latest News Upates : ખોડલધામમાં ભવ્ય મહોત્સવ, CMએ ધ્વજાની પૂજા કરી ધ્વજા ચડાવી
WFIના અધ્યક્ષ પર યૌન શોષણના ગંભીર આરોપ સાથે પહેલાવનોએ દિલ્હીના જંતર-મંતર પર ધરણા કર્યા હતા. જે હવે પૂર્ણ થયા છે. ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક બાદ ધરણા પૂર્ણ થયા છે. તપાસ સુધી બ્રજભૂષણ સિંહ પદ પરથી દૂર રહેશે. મેરી કોમ સહિત 7 સભ્યોની સમિતિ તપાસ કરશે.
ગુજરાતમાં પ્રથમવાર પોલીસની હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ મેરેથોનનું આયોજન કરાયું છે. CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી ફ્લેગ ઓફ કરશે. મેરેથોનમાં 10 હજારથી 1 લાખ સુધીનાં ઇનામ રાખવામાં આવ્યું છે.