today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
26 જાન્યુઆરી પહેલા અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો નનામો પત્ર અમદાવાદ શહેર પોલીસને મળ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નનામા પત્રને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
નાગપુર પોલીસે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ક્લીનચીટ આપી છે. નાગપુર પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે 7-8 જાન્યુઆરીના દરબાર સાથે જોડાયેલા વીડિયોની પુરી તપાસ કરવામાં આવી. વીડિયોમાં એવું કશું મળ્યું નથી જે એ સાબિત કરે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અંધશ્રદ્ધા કાનૂન-2013 અંતર્ગત કોઇ અંધવિશ્વાસ ફેલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે IAS રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. પંકજ કુમારના સ્થાને 1987ની બેચના IAS અધિકારી રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. હાલમાં રાજકુમાર ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ છે. રાજ્યના વર્તમાન મુખ્ય સચિવ પંકજકુમારનું એક્સટેન્શન 31 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને આઠ સપ્તાહના વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જેકે માહેશ્વરીની બેન્ચે આશિષ મિશ્રાને પોતાની રિહાઇ પછી એક સપ્તાહની અંદર ઉત્તર પ્રદેશ છોડવા અને યૂપી, દિલ્હી કે એનસીઆરમાં નહીં રહેવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આશિષ મિશ્રા લખીમપુર ખીરી હિંસા કેસમાં આરોપી છે. લખીમપુર ખીરી હિંસામાં આઠ લોકોના મોત થયા હતા.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં 28 તારીખે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી છે
બનાસકાંઠા અને પાટણમાં માવઠાની આગાહી, કચ્છ-સૌરાષ્ટ્રમાં 24 કલાક કોલ્ડવેવની આગાહી, 29 જાન્યુઆરીથી ફરી ઠંડી વધવાની શક્યતા
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સઃ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમણે મંગળવારે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનું સ્થાન લીધું હતું. જણાવી દઈએ કે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી ચોથા નંબર પર આવી ગયા છે કારણ કે તેમની સંપત્તિમાં $872 મિલિયનનો ઘટાડો થયો છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને આઠ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. જણાવી દઈએ કે આશિષ મિશ્રા લખીમપુર ખેરી હિંસા કેસમાં આરોપી છે. લખીમપુર ખેરી હિંસામાં આઠ લોકોના મોત થયા હતા.
સુરતમાં ટેક્સ વિભાગની કાર્યવાહી
લીંબાયત વિસ્તારમાં 616 મિલકતો ટાંચમાં લેવાઈ
કરદાતાઓ પાસેથી 45 લાખ રૂપિયાની વસૂલાત
24 જાન્યુઆરી સુધી 151.63 કરોડનો વેરો વસૂલાયો
વાહનચાલકો માટે મોટા સમાચાર, પસંદગીના નંબરની પ્રક્રિયા સરળ બનશે, વાહનના નંબર માટે RTOના ધક્કા નહીં ખાવા પડે, ગ્રાહકોને વાહન ખરીદતી વખતે જ નંબર ઉપલબ્ધ થશે,કેન્દ્રની મંજૂરી મળતાં લાગુ થશે નિર્ણય
રાજકોટના નકલી નોટના કૌભાંડમાં ખુલાસો થયો છે. તપાસ દરમિયન કૌભાંડના તાર હૈદરાબાદ સુધી પહોંચ્યા છે. કમલેશ જેઠવાણીની પૂછપરછ દરમિયાન હૈદરાબાદના ઇશ્વર સ્વામીનું નામ ખુલ્યું હતું.
ભાવનગરમાં મનપાનો ગેરકાયદે તબેલાઓ હટાવવા પ્લાન ઘડાયો, હાઈકોર્ટની ફટકાર બાદ કાર્યવાહી તેજ, 45 તબેલા ધારકોને નોટિસ ઈશ્યુ કરાઈ, 5 દિવસ બાદ બુલડોઝર ફરી વળશે