today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની ટી-20 શ્રેણી પહેલા ભારતીય ટીમને ફટકો પડ્યો છે. ઇજાના કારણે ઓપનર ઋતુરાજ ગાયકવાડ ટી-20ની શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. તેને કાંડામાં ઇજા થઇ છે. 25 વર્ષીય ઋતુરાજ રિહૈબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી ગયો છે.
પ્રજાસત્તાક દિવસે અમૃત રચનામાં ભારતીય વાયુસેનાના છ જગુઆર વિમાન
74મા પ્રજાસત્તાક દિવસની પરેડના ભવ્ય સમાપનમાં ભારતીય વાયુસેનાના 45 વિમાન, ભારતીય નૌકાદળનું એક અને ભારતીય સેનાના ચાર હેલિકોપ્ટર સામેલ હતા.
ઇજિપ્તની સેનાની ટુકડીએ પણ કર્તવ્ય પથ પર પરેડમાં ભાગ લીધો હતો. આ ટુકડીનું નેતૃત્વ કર્નલ મહમૂદ મોહમ્મદ અબ્દેલ ફત્તાહ અલ ખરાસાવી કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસત્તાક દિવસની કર્તવ્ય પથ પર દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. રાજપથ ખાતે ગણતંત્ર દિવસના કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી સાથે થઈ હતી.
દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
દિલ્હી: 74માં ગણતંત્ર દિવસ નિમિત્તે મિન્ટો રોડ પર સુરક્ષા સઘન કરાઈ
પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમણ સિંહે રાજધાની નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે ત્રિરંગો લહેરાવ્યો હતો. આ દરમિયાન બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીય, બીએલ સંતોષ અને અન્ય નેતાઓ પણ હાજર હતા.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ ખાતે પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો ફરકાવ્યો; સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિનું કર્તવ્ય પથ પર સ્વાગત કર્યું હતું. ઇજિપ્તની સેનાની ટુકડી પણ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાગ લઇ રહી છે.