scorecardresearch
Live

Live News Update: ગૌતમ અદાણી ટોપ-10 અબજોપતિઓના લિસ્ટમાંથી બહાર

Today Latest news updates, 31 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

today live news, latest news update
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
18:03 (IST) 31 Jan 2023
Gautam Adani: ગૌતમ અદાણી ટોપ-10 અબજોપતિઓના લિસ્ટમાંથી બહાર

Bloomberg Billionaires Index: અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હવે તે વિશ્વના 10 સૌથી અમીર લોકોની યાદીમાંથી બહાર થઇ ગયા છે. બ્લૂમબર્ગના લિસ્ટ પ્રમાણે ગૌતમ અદાણી હવે દુનિયાના 11માં સૌથી અમીર વ્યક્તિ છે. સોમવારે ગૌતમ અદાણીને 8.21 બિલિયન ડોલરનું નુકસાન થયું, જેના કારણે તે 11માં સ્થાને આવી ગયા છે.

16:25 (IST) 31 Jan 2023
વિકાસ સહાય બન્યા ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP :

ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP પદે વિકાસ સહાયની નિમણુંક કરવામાં આવી છે. આજે આશિષ ભાટિયા નિવૃત્ત થતા વિકાસ સહાય હવે ગુજરાતના પોલીસ વડા તરીકેનો કાર્યભાર સંભાળશે. UPSCની બેઠક બાદ વિકાસ સહાય ગુજરાતના પોલિસ વડાનો ચાર્જ સંભાળશે.

16:23 (IST) 31 Jan 2023
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના કસૂરવાર જયસુખ પટેલે સરેન્ડર કર્યું

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાઃ મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં ફરાર ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં સરેન્ડર કર્યું

13:56 (IST) 31 Jan 2023
નાણાકીય વર્ષ 24 માં બેઝલાઇન જીડીપી વૃદ્ધિ 6.5% રહેવાનો અંદાજ છે

ભારત સરકારનું કહેવું છે કે આર્થિક સર્વેક્ષણ 2022-23 નાણા વર્ષ 2024માં વાસ્તવિક રૂપથી 6.5 ટકા બેસલાઇન જીડીપી વૃદ્ધિનું અનુમાન છે. માર્ચ 2023ના સમાપ્ત વર્ષ માટે અર્થવ્યવસ્થાના 7 ટકા વધવાની આશા છે. આ છેલ્લા નાણાવર્ષમાં 8.7 ટકાનું અનુસરણ કરે છે.

13:40 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live Updates: નાણાંમંત્રી નિર્મલા સિતારમણે બજેટ સત્રમાં રજૂ કર્યો ઇકોનોમિક સર્વે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ઇકોનોમિક સર્વે 2022-23 રજૂ કર્યો

https://twitter.com/ANI/status/1620323419249344512?

12:37 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાષણ પુરુ કરીને દરેક સાંસદોનું અભિવાદન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધનને સમાપ્ત કર્યા પછી પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી અને અન્ય સાંસદોનું અભિવાદન કર્યું.

12:29 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: વધતું મેટ્રો નેટવર્ક- રાષ્ટ્રપતિ મુર્મુ

રાષ્ટ્રપતિએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં દેશમાં મેટ્રો નેટવર્ક ત્રણ ગણાથી વધુ વધ્યું છે. આજે 27 શહેરોમાં મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. આ રીતે દેશમાં 100 થી વધુ નવા જળમાર્ગો પણ વિકસાવવામાં આવી રહ્યા છે.

12:28 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: મારી સરકાર ગ્રીન ગ્રોથ પર ધ્યાન આપી રહી છે – રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતે તે વિચાર પણ બદલી નાખ્યો છે જે પ્રગતિ અને પ્રકૃતિને વિરોધી માનતી હતી. મારી સરકાર હરિયાળી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને સમગ્ર વિશ્વને મિશન લાઇફ સાથે જોડવા પર ભાર આપી રહી છે.

12:26 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: રેલવેનું આધુનિક સ્વરૂપ સામે આવી રહ્યું છે – રાષ્ટ્રપતિ

પ્રમુખ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારતીય રેલ્વે તેના આધુનિક અવતારમાં ઉભરી રહી છે અને દેશના રેલ્વે નકશામાં ઘણા દૂરના વિસ્તારો પણ ઉમેરવામાં આવી રહ્યા છે. ભારતીય રેલ્વે વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક રેલ્વે નેટવર્ક બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

12:24 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: દેશના વિકાસ માટે કામની ગતિ અભૂતપૂર્વ, અજોડ છે : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે મારી સરકાર દેશના વિકાસ માટે જે ઝડપે અને સ્કેલ પર કામ કરી રહી છે તે અભૂતપૂર્વ, અજોડ છે.

https://twitter.com/rashtrapatibhvn/status/1620308464668139520?

11:52 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: દેશના ખેડૂતો સરકારની પ્રાથમિકતા છેઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું “મારી સરકારની પ્રાથમિકતા દેશના 11 કરોડ નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો દાયકાઓ સુધી સરકારની પ્રાથમિકતાથી વંચિત હતા. હવે તેમને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

11:49 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: ગરીબ પરિવારોને શુદ્ધ પાણી મળી રહ્યું છે: રાષ્ટ્રપતિ

સંસદમાં તેમના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “જલ જીવન મિશન હેઠળ ત્રણ વર્ષમાં લગભગ 11 કરોડ પરિવારોને પાઇપ દ્વારા પાણી પુરવઠાથી જોડવામાં આવ્યા છે. જેનો સૌથી વધુ લાભ ગરીબ પરિવારોને મળી રહ્યો છે.

11:46 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: ડિજિટલ ઇન્ડિયાથી પારદર્શી વ્યવસ્થા તૈયાર થઇઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “જન ધન-આધાર-મોબાઈલથી લઈને વન નેશન વન રેશન કાર્ડ સુધીના નકલી લાભાર્થીઓને દૂર કરવા, અમે એક વિશાળ કાયમી સુધારા કર્યા છે. વર્ષોથી ડીબીટીના રૂપમાં, ડિજિટલ ઈન્ડિયાના રૂપમાં, દેશે કાયમી અને પારદર્શક સિસ્ટમ તૈયાર કરી છે.

11:34 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું બજેટ સત્રમાં ભાષણ

રાષ્ટ્રપતિએ કહ્યું, “આપણી પાસે એક યુગનું સર્જન કરવાની તક છે. આપણે એવા ભારતનું નિર્માણ કરવાનું છે જે આત્મનિર્ભર હોય અને તેની માનવીય જવાબદારીઓ પૂરી કરવા સક્ષમ હોય, જેમાં ગરીબી ન હોય, જેમાં સમૃદ્ધ મધ્યમ વર્ગ હોય. જેમની યુવા શક્તિ, મહિલા શક્તિ સમાજ અને રાષ્ટ્રને દિશા આપવા માટે ઉભી છે.

11:33 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું બજેટ સત્રમાં ભાષણ

રાષ્ટ્રપતિએ કહ્યું, “આપણી પાસે એક યુગનું સર્જન કરવાની તક છે. આપણે એવા ભારતનું નિર્માણ કરવાનું છે જે આત્મનિર્ભર હોય અને તેની માનવીય જવાબદારીઓ પૂરી કરવા સક્ષમ હોય, જેમાં ગરીબી ન હોય, જેમાં સમૃદ્ધ મધ્યમ વર્ગ હોય. જેમની યુવા શક્તિ, મહિલા શક્તિ સમાજ અને રાષ્ટ્રને દિશા આપવા માટે ઉભી છે.

11:31 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છેઃ રાષ્ટ્રપતિ

બજેટ સત્ર 2023માં રાષ્ટ્રપતિ દૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે અમૃતકાળનો આ 25 વર્ષનો સમયગાળો, સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દીનો અને વિકસિત ભારતના નિર્માણનો કાર્યખંડ છે. આ 25 વર્ષ આપણા બધા માટે દેશના પ્રત્યેક નાગરિક માટે કર્તવ્યોની પરાકાષ્ટ્રા કરીને દેખાડવાની છે.

11:23 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા છ-સાત દાયકાથી આપણા સંસદીય કાર્યમાં જે પરંપરાઓ વિકસી છે, તે જોવામાં આવ્યું છે કે જ્યારે કોઈ નવો સાંસદ પહેલીવાર બોલે છે ત્યારે આખું ગૃહ તેનું સન્માન કરે છે. આજે રાષ્ટ્રપતિનું સંબોધન પણ પ્રથમ સંબોધન છે. મને ખાતરી છે કે તમામ સાંસદો આ માપદંડ પર ખરા ઉતરશે.

આપણા દેશના નાણામંત્રી પણ એક મહિલા છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન આપણા બજેટ પર છે. મને ખાતરી છે કે નાણામંત્રી લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.

એનડીએનું એક જ લક્ષ્ય છે – ઈન્ડિયા ફર્સ્ટ, સિટિઝન ફર્સ્ટ. દેશ પહેલા, દેશવાસીઓ પહેલા. આ બજેટમાં પણ ઝઘડા થશે, પણ ચર્ચા પણ થવી જોઈએ. મને ખાતરી છે કે અમારા વિપક્ષી સાથીદારો તૈયારી સાથે ગૃહમાં તેમનો દૃષ્ટિકોણ રજૂ કરશે.

11:19 (IST) 31 Jan 2023
Budget Session 2023 Live: બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

બજેટ પહેલા બજેટ સત્રમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે બજેટ સત્ર શરુ થઈ રહ્યું છે. આશાનું કિરણ, આનંદ શરુઆત લઈને આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ અવસર છે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિજી આજે પહેલાવાર સંયુક્ત સદનને સંબોધિત કરવા જઇ રહ્યા છે. રાષ્ટ્રપિતજીનું ભાષણ ભારતના બંધારણનું ગૌરવ છે. ભારતની સંસદીય પ્રક્રિયાનું ગૌરવ છે. વિશેષ રૂપથી આજે નારી સમ્માનનો પણ અવરસર છે. અંતરિયાળ વિસ્તારોમાં જીવન જીવનારા આપણા દેશના મહાન આદિવાસી પરંપરાના પાલન કરનારા લોકોના સમ્માનનો અવરસર છે.

11:01 (IST) 31 Jan 2023
Gujarat latest News updates: અમદાવાદના સરસપુરથી એમડી ડ્રગ્સ પકડાયું

અમદાવાદના સરસપુરથી એમડી ડ્રગ્સ પકડાયું હતું. પોલીસે એક આરોપી પાસેથી 5.21 લાખનું ડ્રગ્સ ઝડપાયું

10:23 (IST) 31 Jan 2023
રાજ્યમાં અકસ્માતની બે મોટી ઘટના, કુલ સાત લોકોના મોત

મંગળવારની સવાર અમંગળ સાબિત થઈ હતી. ગુજરાતમાં બે સ્થળોએ બે મોટા અકસ્માત સર્જાયા હતા. દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ – મુંબઈ હાઇવે ઉર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં લીંબડી – અમદાવાદ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. રાજ્યમાં બનેલી બે અકસ્માતની ઘટનામાં કુલ સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

10:07 (IST) 31 Jan 2023
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી

એક વ્યક્તિએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે આરોપી વ્યક્તિ મુંડકાનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. હજુ સુધી આરોપી પકડાયો નથી. આરોપીનું નામ જય પ્રકાશ જણાવવામાં આવ્યું છે. આ વ્યક્તિએ મોડી રાત્રે પોલીસને ફોન કરીને કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી.

08:42 (IST) 31 Jan 2023
Gujarat latest News updates: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વધુ એક નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક આકરો નિર્ણય લીધો છે. 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરશો તો કાર્યવાહી થશે. મેડિકલ સ્ટોર પર પ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધ મુકાયો. 5 ફેબ્રુઆરી સુધી વેપારીઓને સમજાવામાં આવશે

07:55 (IST) 31 Jan 2023
પીએમ મોદી યુએનજીએના પ્રમુખને મળ્યા, વૈશ્વિક જળ સંસાધનો વિશે ચર્ચા કરી

પીએમ મોદી યુએનજીએના પ્રમુખને મળ્યા, વૈશ્વિક જળ સંસાધનો વિશે ચર્ચા કરી

https://twitter.com/ani_digital/status/1620170223394648065

07:47 (IST) 31 Jan 2023
JDU સંસદીય બોર્ડના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના કાફલા પર હુમલો

બિહારમાં સત્તારૂઢ જનતા દળ યુનાઈટેડ પાર્લામેન્ટરી બોર્ડ (જેડીયુ પાર્લામેન્ટરી બોર્ડ પ્રેસિડેન્ટ)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વીટ કરીને આરાના જગદીશપુરમાં પોતાના કાફલા પર થયેલા હુમલાની જાણકારી આપી છે. ઉપેન્દ્ર કુશવાહાના કાફલા પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કરીને હુમલો કર્યો છે. જેડીયુમાં રહેતા ઉપેન્દ્ર કુશવાહા આ દિવસોમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથેના ઝઘડાને કારણે ચર્ચામાં છે.

07:43 (IST) 31 Jan 2023
રાજસ્થાન: રાજસમંદમાં કરાથી પાકને નુકસાન

રાજસ્થાન: રાજસમંદમાં કરાથી પાકને નુકસાન

https://twitter.com/AHindinews/status/1620198852858114048

07:42 (IST) 31 Jan 2023
જમ્મુ-કાશ્મીર: ડોડામાં ભારે હિમવર્ષા થઈ. હિમવર્ષા બાદ ચારે બાજુ બરફનો જાડો થર જામી ગયેલો જોવા મળ્યો હતો

જમ્મુ-કાશ્મીર: ડોડામાં ભારે હિમવર્ષા થઈ. હિમવર્ષા બાદ ચારે બાજુ બરફનો જાડો થર જામી ગયેલો જોવા મળ્યો હતો

https://twitter.com/AHindinews/status/1620207270662656000

07:23 (IST) 31 Jan 2023
NSA અજીત ડોભાલની યુએસ મુલાકાત શરૂ

NSA અજીત ડોભાલની યુએસ મુલાકાત શરૂ. તેઓ અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ સાથે જોવા મળ્યા હતા. તેઓ વોશિંગ્ટન ડીસીમાં પ્રથમ ICET (ઇનિશિયેટિવ ફોર ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ) મીટિંગમાં હાજરી આપતા જોવા મળ્યા હતા.

https://twitter.com/AHindinews/status/1620214624967888897

07:22 (IST) 31 Jan 2023
યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન 11 મેના રોજ COVID-19 કટોકટીની ઘોષણાઓ સમાપ્ત કરશે

યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન 11 મેના રોજ COVID-19 કટોકટીની ઘોષણાઓ સમાપ્ત કરશે: યુએસ ઓફિસ ઑફ મેનેજમેન્ટ એન્ડ બજેટ

https://twitter.com/AHindinews/status/1620236532320993280

Web Title: Today latest news aaj na taja samachar live updates 31 january 2023 breaking news

Best of Express