today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિલ્હીના કંઝાવાલા અકસ્માત મામલે સાતમાં આરોપી અંકુશની દિલ્હી પોલીસને તલાશ હતી તેણે શુક્રવારે સાંજે પોલીસ સામે સુલતાનપુરી સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. આ પહેલા એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલે ન્યૂ યરની રાત્રે અંજલિ સાથે પાર્ટીમાં રહેલા યુવકના હવાલાથી કહ્યું હતું કે ન્યૂ યરની રાત્રે પાર્ટીમાં અંજલિ અને નિધિ વચ્ચે પૈસાને લઇને ઝઘડો થયો હતો.
સુરતના સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાંથી બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પરથી એક ઈસમ ને ચરસ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
Delhi MCD Mayor Election 2023: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની સ્ટેન્ડિંગ કમિટીના મેયર, ડેપ્યુટી મેયર અને 6 સભ્યોની ચૂંટણી શુક્રવારે (6 જાન્યુઆરી)ના રોજ યોજાવાની છે. આ માટે સિવિક સેન્ટરમાં સવારે 11 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થવાનું હતું. પરંતુ, તે પહેલા ભાજપ અને AAP કોર્પોરેટરો વચ્ચે હંગામો અને મારામારી શરૂ થઈ ગઈ હતી. આથી મતદાન પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકી નથી. કોંગ્રેસ પાર્ટીએ પહેલાથી જ મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. AAP અને BJPએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. MCD ચૂંટણીમાં AAPને જોરદાર જીત મળી છે.
દિલ્હી પોલીસે કાંઝાવાલામાં કારમાં 12 કિલોમીટર સુધી ખેંચીને લઈ જવામાં આવેલી છોકરીના મૃત્યુના કેસમાં છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ કરી છે. આશુતોષની કારની નીચે એક 20 વર્ષની યુવતીને ખેંચવામાં આવી હતી. તે જ સમયે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અગાઉથી પકડાયેલા પાંચ આરોપીઓમાં કાર ચલાવવાનો દાવો કરનાર દીપક અકસ્માત સમયે કારમાં નહોતો પરંતુ તેના ઘરે હતો. પોલીસનું કહેવું છે કે પાંચમાંથી માત્ર તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હતું. એટલા માટે તેમનું નામ દબાણ હેઠળ લેવામાં આવ્યું હતું. પોલીસને તેના મોબાઈલનું લોકેશન અકસ્માત સ્થળથી દૂર મળી આવ્યું છે.
દુનિયાના 20 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ આવશે ગુજરાત
G20 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓનું ગાંધીનગરમાં સંમેલન
તસ્કરોએ સાબરકાંઠાના મુખ્ય મથક હિંમ્મતનગરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળાને નિશાન બનાવી હતી. ચોરોએ શાળામાંથી ચાર લેપટોપ , પ્રોજેક્ટર અને ટેબલેટની ચોરી હતી