today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
કાંઝાવાલા કેસ બાદ દિલ્હી પોલીસની બદનામી થઈ રહી છે. નવા વર્ષની રાતે પહેલા કરતા વધુ સતર્ક અને સક્રિય હોવાનો દાવો કરનાર દિલ્હી પોલીસ ક્યાં હતી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. કાંઝાવાલા કેસમાંથી બોધપાઠ લઈને દિલ્હી પોલીસે હવે નાઈટ ડ્યુટી પર તૈનાત પોતાના જવાનોને અનેક આદેશો આપ્યા છે. દિલ્હી પોલીસે તેના તમામ SHO, ATO, બ્રાવોને તેમનું લાઈવ લોકેશન શેર કરવા કહ્યું છે. તેઓએ રાત્રે 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી તેમનું લાઈવ લોકેશન અપડેટ કરવાનું રહેશે. આદેશ મુજબ, કોઈપણ પોલીસકર્મી તેના ડીસીપીની પરવાનગી વિના પોલીસ સ્ટેશન છોડી શકશે નહીં.
નિધિ સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે
આ પહેલા કાંઝાવાલા રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર અંજલિ સિંહની મિત્ર નિધિ વિશે વધુ એક ખુલાસો થયો છે. કાંઝાવાલા કેસમાં આગ્રામાં મુખ્ય સાક્ષી નિધિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આગ્રાના રેલવે સ્ટેશન પર નિધિ 10 કિલો ગાંજા સાથે ઝડપાઈ હતી. તેની સાથે પકડાયેલા અન્ય બે છોકરાઓ પાસેથી પણ 10-10 કિલો ગાંજા મળી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જેલમાં જતા પહેલા આ ત્રણ લોકોએ પોલીસને કહ્યું હતું કે તેઓ તેલંગાણાથી ગાંજો લઈને દિલ્હી જઈ રહ્યા હતા.
દિલ્હી પોલીસે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાની બેંગલુરુથી ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ શંકર મિશ્રાને લઈને સતત દરોડા પાડી રહી હતી. તે સતત પોતાનું સ્થાન બદલતો હતો. દિલ્હી પોલીસની અનેક ટીમો શોધમાં લાગેલી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શંકર મિશ્રાએ બેંગલુરુ પહોંચ્યા બાદ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. પોલીસે તેની બેંગ્લોરથી જ ધરપકડ કરી હતી.
Ahmedabad latest Update: અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ગ્રીન આર્કેડ કોમ્પલેક્સમાં આગ લાગી હતી. જેમાં કિશોરી ગંભીર રીતે દાઝી ગઈ હતી. કિશોરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે.
છોટા ઉદેપુરમાં 19 વર્ષીય યુવકે સિગારેટ ન પીવાની સલાહ આપનાર આધેડની હત્યા કરી નાંખી
ગુજરાતના પડોશી રાજ્યમાં આવેલા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં હાડથીજવતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં અત્યારે ઠંડીએ પાછલા 20 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. બરફની ચાદર છવાઇ હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.