Live

Today News Live Updates: છત્તીસગઢ : ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 બાળકોના મોત

Today Latest news updates, 9 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : April 28, 2023 14:20 IST
Today News Live Updates: છત્તીસગઢ : ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 બાળકોના મોત
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદે પહેલીવાર મહિલા જજની નિમણુંક, જાણો કોણ છે ન્યાયાધીશ સોનિયા જી. ગોકાણી

ભારત વિ. ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ : રવિન્દ્ર જાડેજા આંગળી પર ક્રીમ લગાવતો જોવા મળ્યો, વીડિયો વાયરલ થયા પછી છેડાઇ નવી ચર્ચા

Kutch Earthquake 2001 : નરેન્દ્ર મોદી માટે શા માટે ગુજરાતનો કચ્છ ભૂકંપ 2001 સીમાચિહ્નરૂપ છે

Bill Gates New Girlfriend: બિલ ગેટ્સની ગર્લફ્રેન્ડ પૌલા હર્ડ કોણ છે? જાણો અહીં

છત્તીસગઢ :ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 બાળકોના મોત

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 7 બાળકોના મોત થયા છે. જ્યારે 4 બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. શાળામાંથી છૂટ્યા પછી બાળકો એક ઓટો રિક્ષામાં બેસી ઘરે જઇ રહ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ થઇ ગયો છે.

પીએમ મોદીની ડિગ્રી જાહેર કરવાના CICના આદેશને પડકારવાનો મામલો, ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

અમદાવાદમાં U-20 સમિટમાં આવેલા વિદેશી પ્રતિનિધિઓને સરળતાથી પ્રવેશ મળે તે માટે ગાંધી આશ્રમ ગુરુવારે સાંજે મુલાકાતીઓ માટે બંધ રહ્યો હતો.(Express photo by Nirmal Harindran)

Lazy Load Placeholder Image

IND vs AUS: રવિન્દ્ર જાડેજાની 7 મહિના પછી ધમાકેદાર વાપસી, ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત 5 વિકેટ ઝડપી

Aarogya Setu app : આરોગ્ય સેતુ એપથી મેળવેલા ડેટાનું સરકારે શું કર્યું, કોરોનાકાળમાં લોન્ચ કરાઇ હતી એપ

NSA અજીત ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મોસ્કોમાં મુલાકાત કરી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મોસ્કોમાં ગુરુવારે મુલાકાત કરી હતી. તેમની સાથે વિભિન્ન દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દા પર ચર્ચા કરી હતી. આ જાણકારી ભારતમાં રશિયાના દૂતાવાસે ટ્વિટ કરીને આપી છે.

IND vs AUS 1st Test : ભારત વિ. ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ, રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્મા ઝળક્યા, પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાએ પકડ મજબૂત બનાવી

મોદી ગુસ્સે થયા, અદાણી પર એક પણ જવાબ ન આપ્યો: રાહુલ ગાંધી

IND vs AUS Live: રવિચંદ્રન અશ્વિને પેટ કમિંન્સની વિકેટ લીધી, વિરાટ કોહલીએ પકડ્યો કેચ

રવિચંદ્રન અશ્વિને પેટ કમિન્સને વિરાટ કોહલીના હાથે કેચ કરાવ્યો હતો. તેણે 6 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 57.3 ઓવરમાં 7 વિકેટે 172 રન છે. પીટર હેન્ડ્સકોમ્બ 27 રન બનાવીને ક્રિઝ પર છે.

SC આવતીકાલે અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે

અદાણી ગ્રૂપ ઓફ કંપનીઓ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ કરતી અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ શુક્રવારે સંમત થઈ છે. અરજી દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ ગુરુવારે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ તાત્કાલિક સૂચિબદ્ધ કરવા માટેનો ઉલ્લેખ કર્યો હતો.

તિવારીએ ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની પણ બનેલી બેંચને જણાવ્યું હતું કે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી એક અલગ અરજી 10 ફેબ્રુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ છે. હિંડનબર્ગ સંશોધન અહેવાલથી સંબંધિત છે જેણે દેશની છબીને કલંકિત કરી છે અને નુકસાન પહોંચાડ્યું છે.” તેમણે બેન્ચને વિનંતી કરી કે તેમની અરજી પર પણ અલગ અરજી સાથે શુક્રવારે સુનાવણી કરવામાં આવે.

G20 summit 2023 : એક સમયે ખુશી-ખુશી ભેંસ પાળનારા ગામના સરપંચ જી20 પ્રવાસન મીટને કરશે સંબોધિત

તુર્કીની પ્રથમ મહિલાએ અંકારાની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવેલા ભૂકંપમાંથી બચી ગયેલા શિશુઓની મુલાકાત લીધી

IND vs AUS 1st Test Live: માર્નસ લેબુશેન અને સ્ટીવ સ્મિથ ક્રિઝ પર, ઓસ્ટ્રેલિયાએ લંચ સુધી 76-2નો સ્કોર કર્યો

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસના પ્રથમ સેશનમાં મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીની જોડીએ ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરને 3 ઓવરમાં જ પેવેલિયન મોકલી દીધા હતા.

આ પછી માર્નસ લાબુશેન અણનમ 47 અને સ્ટીવ સ્મિથે અણનમ 19 રન બનાવી ઓસ્ટ્રેલિયાને સંભાળ્યું અને લંચ સુધી કોઈ વધુ આંચકો લાગવા દીધો નહીં. પ્રથમ સત્ર 32 ઓવરનું હતું. ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 76 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 3 સ્પિનરો અને 2 ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. વિકેટકીપર શ્રીકર ભરત અને સૂર્યકુમાર યાદવે પદાર્પણ કર્યું હતું. શુભમન ગિલને તક મળી ન હતી. કુલદીપ યાદવની જગ્યાએ અક્ષર પટેલને તક મળી છે.

Turkey – Syria Erathquake : તુર્કી- સીરિયામાં ભૂકંપથી 12,000ના મોત, 10 ભારતીયો ફસાયા, એક લાપતા

Gujarat latest news Updates: આંબેડકર યુનિવર્સિટીનો SIનો કોર્સ અમાન્ય

આંબેડકર યુનિવર્સિટીમાં ચાલતા એસઆઇના કોર્સ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એસાઇનો કોર્સ અમાન્ય હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પાંચ વર્ષમાં 7800 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ. આ વિદ્યાર્થીોએ કુલ 15 કરોડ ફી ભરી હોવાનો પણ ખુલાસો થયો છે.

Adani controversy parliament: અદાણી જૂથ મામલે સદનમાં માહોલ ભારે ગરમ

Kidney Stone: કિડનીમાં પથરીની સમસ્યા જીવલેણ બની શકે છે, આ ફૂડ્સના સેવનથી દૂર રહેવું

ટ્વિટરનું સર્વર ડાઉન, માઇક્રોબ્લોગિંગ સાઇટે કહ્યું- અસુવિધા બદલ માફ કરશો

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર ડાઉન છે. માહિતી અનુસાર બુધવાર (8 ફેબ્રુઆરી 2023) રાતથી, ટ્વિટર વપરાશકર્તાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક યુઝર્સને ટ્વીટ કરવા પર મેસેજ મળી રહ્યો છે કે તમે દૈનિક મર્યાદા વટાવી દીધી છે.

ટ્વિટર સર્વર ડાઉન

દુનિયાના ઘણા દેશોમાં ટ્વિટર ડાઉન છે. ટ્વિટર સપોર્ટે પોતે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. ટ્વિટર સપોર્ટે ટ્વીટ કર્યું, “ટ્વિટર તમારામાંથી કેટલાક માટે અપેક્ષા મુજબ કામ કરતું નથી. તકલીફ બદલ માફ કરશો. અમે વાકેફ છીએ અને તેને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છીએ.” તેમની તરફથી આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે હજારો યુઝર્સે ટ્વીટ કરીને તેમને સેવાનો ઉપયોગ ન કરી શકવાની જાણકારી આપી.

Hindenburg Research Report થી ચર્ચામાં આવેલા પત્રકારે અઢી વર્ષ બાદ મૌન તોડ્યું, ઠાકુરતાએ ખાસ મુલાકાતમાં શું કહ્યું?

PM Modi in Parliament: પીએમ મોદીનો વિપક્ષ પર પલટવાર: દેશની જનતાનો વિશ્વાસ જ મારું સુરક્ષા કવચ છે, તમારું જૂઠાણું કંઇ નહીં કરી શકે

Gujarat News latest Updates: ગાંધીનગરમાં બે IAS અધિકારીની બદલી

ગાંધીનગરમાં બે IAS અધિકારીની બદલીના સમાચાર આવી રહ્યા છે. જેમાં IAS બી.એમ.પ્રજાપતિ અને IAS બી.પી.ચૌહાણની બદલી કરવામાં આવી છે. IAS બી.પી.ચૌહાણની સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ તરીકે નિમણૂક અને IAS બી.એમ.પ્રજાપતિની અધિક ઉદ્યોગ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.

Turkey-Syria Earthquake - ભૂકંપગ્રસ્તોની ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલમાં તબીબી સારવાર

વિનાશક ભૂકંપથી પ્રભાવિત લોકોને તુર્કીના હાટેમાં સ્થાપિત ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

Turkey-Syria Earthquake - તુર્કીના નુરદાગીમાં NDRFની ટીમો દ્વારા શોધ અને બચાવ કામગીરી

જમ્મુ અને કાશ્મીરઃ કુપવાડામાં એક જ પરિવારના પાંચ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા

મહેન્દ્રસિંહ ધોની ટ્રેક્ટર ચલાવતો અને ખેતી કરતો જોવા મળ્યો, જુઓ Video

Chocklate Day 2023: ચોકલેટ ડે નિમિત્તે આ રીતે પ્રેમીનું મો મીઠું કરાવશો તો સંબંધમાં આવશે મીઠાસ, જાણો ચોકલેટનું હોર્મોનલ કનેક્શન

Adani TotalEnergies: ગૌતમ અદાણીની મુશ્કેલી વધી, ફ્રાંસની કંપનીએ અદાણી ગ્રૂપના પ્રોજેક્ટમાં રોકાણ અટકાવ્યું

sidharth kiara wedding Reception : નવદંપતી સિદ્ધાર્થ અને કિયારાને લગ્ન બાદ પહેલીવાર એકસાથે જોઇ પ્રશંસકો ખુશહાલ, આજે કપલનું પારિવારિક રિસ્પેશન

Today history 9 February : આજનો ઇતિહાસ 9 ફેબ્રુઆરી, ભારતમાં પહેલીવાર ફોટા સાથેની ટપાલ ટિકિટ બહાર પડાઇ

Today Horoscope, આજનું રાશિફળ : પડોશીઓ કે કોઈ અજાણી વ્યક્તિ સાથે મતભેદમાં ન પડો, ભૂલો વધી શકે છે

Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ