scorecardresearch
Live

Today News Live Updates: રાહતના સમાચાર, વર્ષના સૌથી નીચલા સ્તર પર રિટેલ મોંઘવારી

Today Latest news updates, 12 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today News Live Updates: રાહતના સમાચાર, વર્ષના સૌથી નીચલા સ્તર પર રિટેલ મોંઘવારી
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
17:48 (IST) 12 Jan 2023
તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા 1 ફેબ્રુઆરીથી નોંધણી કરાશે

ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી 1 ફેબ્રુઆરી 2023થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ માહિતી આપી હતી.

કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી 10 માર્ચ 2023 થી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.

16:18 (IST) 12 Jan 2023
Joshimath Land Subsidence: જોશીમઠમાં SDRFની એક્શન શરૂ, હોટલ તરફ જતો રસ્તો બંધ કર્યો, પ્રદર્શનકારીઓને હટાવ્યા

જોશીમઠમાં SDRFની ટીમે હોટલ મલારી ઇન અને માઉન્ટ વ્યૂ પર એક્શન શરુ કરી છે. પ્રશાસને આ બન્ને હોટલ તરફ જતો રસ્તો બંધ કરી દીધો છે અને ત્યાંથી પ્રદર્શનકારીઓને હટાવી દીધા છે. SDRF, NDRF અને CBRIના અંડરમાં આ હોટલ પાડવાનું કામ કરવામાં આવશે.

13:18 (IST) 12 Jan 2023
જોશીમઠમાં ભારતીય સેનાની ઇમારતોમાં તિરાડો, સૈનિકો સ્થળાંતરિત

જોશીમઠ આ દિવસોમાં ઈમારતોમાં તિરાડોને કારણે ચર્ચામાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર જોશીમઠના લોકોને મદદ કરી રહી છે. ગુરુવારે આર્મી ચીફ મનોજ પાંડેએ જણાવ્યું કે જોશીમઠમાં હાજર ભારતીય સેનાની 25 થી 28 ઈમારતોમાં પણ તિરાડો પડી ગઈ છે. તેમણે કહ્યું કે સૈનિકોને અસ્થાયી રૂપે બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. સેના પ્રમુખે કહ્યું કે જો જરૂર પડશે તો સૈનિકોને કાયમી ધોરણે ઔલીમાં ખસેડવામાં આવશે.

13:13 (IST) 12 Jan 2023
બનાસકાંઠામાં વધુ 4 વ્યાજખોરો સામે ફરિયાદ

બનાસકાંઠામાં વધુ 4 વ્યાજખોરો સામે ફરિયાદ

પાલનપુરમાં 2 અને ડીસામાં 2 વ્યાજખોરો સામે ગુનો

લોકદરબારમા રજુઆત કર્યા બાદ નોંધાવી ફરિયાદ

11:29 (IST) 12 Jan 2023
જમ્મુ અને કાશ્મીર: ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં ઝોજિલા પાસે હિમપ્રપાત થયો

https://twitter.com/AHindinews/status/1613412543598559235

10:33 (IST) 12 Jan 2023
મ્યાંમારની સીમાની પાસે વિદ્રોહી કેમ્પ પર એર સ્ટ્રાઇક, મિઝોરમના ગામમાં દહેશત

મિઝોરમ સાથેની તેની સરહદ પર મંગળવારે મ્યાનમારની સેનાએ એક મુખ્ય બળવાખોર કેમ્પ પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે કેમ્પની નજીકના રાજ્યના ચંફઈ જિલ્લાના વિસ્તારોમાં ભય અને ગભરાટ ફેલાયો છે. ઓછામાં ઓછું એક શેલ ભારત તરફ પડ્યો હતો. ચંફઈ જિલ્લાના અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરહદ નજીક નદીના કિનારે એક ટ્રકને નુકસાન થયું છે.

09:21 (IST) 12 Jan 2023
National News latest Updates : વંદે ભારત ટ્રેન પર પથ્થર મારાનો સિલસિલો યથાવત

દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. બુધવારે વિશાખાપટ્ટનમમાં ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવે તે પહેલાં જ તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 19 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને દેશને સમર્પિત કરવાના છે.

08:13 (IST) 12 Jan 2023
Gujarat News latest Update : ગુજરાતમાં ઠંડી વધશે, ઉત્તરાયણના દિવસે પવન રહશે

ગુજરાતમાં ઠંડી વધતી જાય છે ત્યારે આજથી જ ઠંડીનો ચમકારો અનુભવાશે, તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યાતો હવામાન વિભાગે કરે છે. નલિયામાં સૌથી નીચું તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં 13.7 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે.

07:50 (IST) 12 Jan 2023
Gujarat News latest Update : અમદાવાદના બાળ તસ્કરીના મામલે અપડેટ

અમદાવાદમાં બાળ તસ્કરીનો કિસ્સો બન્યો હતો. જેમાં આરોપી દંપતિએ વધુ બાળકો વેચ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હૈદરાબાદમાં બાળકો વેચ્યા હોવનું તપાસમાં ખુલ્યું હતું. આરોપી દંપતી નિઃસંતાન દંપતિને બાળકો વેચતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

07:42 (IST) 12 Jan 2023
Gujarat News latest Update : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કરશે બેઠક

અમદાવાદમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર બેઠક કરશે અને આગામી ચૂંટણીને લઈને મંથન કરાશે, નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે ચર્ચા થશે. આ બેઠકમાં તમામ શહેરના પ્રમુખો, નિરીક્ષકો હાજર રહેશે.

Web Title: Today latest news live updates 12 january 2023 tuesday breaking news aaj na taja samachar

Best of Express