scorecardresearch
Live

Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

oday Latest news updates આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
20:23 (IST) 4 Jan 2023
Bharat Jodo Yatra: રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાહુલ ગાંધીની પ્રશંસા કરી, કહ્યું- બધાએ પદયાત્રા કરીને ભારતનું અધ્યયન કરવું જોઈએ

https://gujarati.indianexpress.com/national-news/bharat-jodo-yatra-ram-mandir-trust-secretary-champat-rai-on-rahul-yatra-everyone-should-study-india/40182/

15:06 (IST) 4 Jan 2023
Gujarat News latest Updates: ગુજરાત આમ આદમી પાર્ટીમાં થયો મોટો ફેરફાર

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની સાથે સાથે નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. ઇસુદાન ગઢવીને આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો ગોપાલ ઇટાલીયાને નેશનલ જોઇન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના ઉપ-પ્રભારી બનાવ્યા છે.

https://twitter.com/AAPGujarat/status/1610566582216044547

15:01 (IST) 4 Jan 2023
Gujarat News latest Updates: પિપરમીટની આડમાં ગાંજાની હેરાફેરી

ભરૂચ SOGએ લકઝરી બસમાંથી 1.33 કરોડનો ગાંજો ઝડપી પાડ્યા

14:01 (IST) 4 Jan 2023
સુપ્રીમ કોર્ટ બિલ્કીસ બાનોની અરજી અને 11 દોષિતોની વહેલી મુક્તિ સામેની અન્ય અરજીઓ પર સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે તે ગુજરાતમાં 2002ના ગોધરા રમખાણો દરમિયાન તેના પર ગેંગરેપ કરનાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરનાર 11 દોષિતોની સજાની માફીને પડકારતી અન્ય અરજીઓની સાથે બિલકીસ બાનોની અરજી પર સુનાવણી કરશે.

13:37 (IST) 4 Jan 2023
Gujarat News latest Updates: સુરત મહાનગરપાલિકાનો કર્મચારી ₹8,000ની લાંચ લેતા ઝડપાયો

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં ફરજ બજાવતો કર્મચારીએ કામ કરવાની લઈને 8000 રૂપિયાની માંગણી કરી હતી અને 8,000 ની લાજ લીધા ecb ના હાથે રંગ્યા ઝડપાઈ જવાની ઘટના સામે આવતા સુરત મહાનગરપાલિકામાં ચર્ચા મચી જવા પામી છે

13:36 (IST) 4 Jan 2023
Gujarat News latest Updates: ગાંધીનગર અક્ષરધામ પાસે દીપડો દેખાતા દહેશત

ગાંધીનગરના અક્ષરધામ પાસે દીપડો દેખાયાની ચર્ચાથી લોકોમાં દહેશત ફેલાઈ છે. થોડા દિવસ પહેલા સચિવાલય પાસે દીપડો દેખાયો હોવાની ચર્ચાએ વનવિભાગે સર્ચ ઓપરેશન હાથધર્યું હતું.

11:34 (IST) 4 Jan 2023
મકર સંક્રાંતિ : ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ: હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું, ‘પરિપત્ર બહાર પાડવા પુરતા નહીં, કડક અમલ જરૂરી’

https://gujarati.indianexpress.com/gujarat/makar-sankranti-chinese-thread-ban-uttarayan-gujarat-high-court-state-government/39910/

11:13 (IST) 4 Jan 2023
Gujarat News latest Updates: જૂનાગઢ: ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ કરાઈ

ભારે પવનના કારણે જૂનાગઢમાં આવેલા ગિરનારના રોપ વેની સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. તંત્રએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરી છે.

10:21 (IST) 4 Jan 2023
Gujarat News latest Updates: બનાસકાંઠામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત

ગુજરાતમાં રખડતા ઢોરોના ત્રાસ યથાવત રહ્યો છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં આખલાએ વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. આખલાના અડફેટે આવતા વિદ્યાર્થિની ઘાયલ થઈ હતી.

09:06 (IST) 4 Jan 2023
Rajauri Attack: NIAની ટીમે ડાંગરી ગામની મુલાકાત લીધી

3 જાન્યુઆરીએ રાજૌરીમાં બે આતંકવાદી ઘટનાઓમાં 6 લોકોના મોત થયા હતા, પોલીસે હુમલાખોરો વિશે માહિતી આપનારને ₹10 લાખનું ઈનામ જાહેર કર્યું, આ ઘટના બાદ એનઆઈએની ટીમે ડાંગરી ગામની મુલાકાત લીધી હતી.

07:58 (IST) 4 Jan 2023
Gujarat News Latest Updates: કડકડતી ઠંડીમાં ઠુંઠવાયું ગુજરાત

ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતો જાય છે ત્યારે બુધવારની વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, રાજ્યમાં ઠંડીનો કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા. રાજ્યમાં હજુ પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Web Title: Today latest news live updates aaj na taja samachar 4 january world national gujarat breaking news

Best of Express