today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલિયન એકર ફીટ પાણી મળશે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 MAF પાણીના સ્થાને કુલ 11.27 મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે. રાજ્યના જે ડેમોમા જૂથ યોજાનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતનો સ્ટાર સ્પિનર આર અશ્વિન આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં દુનિયાનો નંબર વન બોલર બની ગયો છે. અશ્વિને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને પાછળ રાખી આ સિદ્ધિ મેળવી છે. અશ્વિનના હાલ 864 પોઇન્ટ છે. જ્યારે એન્ડરસન 859 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે.
ઈન્દોર ટેસ્ટના પ્રથમ દિવસનું બીજું સત્ર પણ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પહેલા ભારતને માત્ર 109 રનમાં ઢાંકી દીધું હતું અને બાદમાં ચાના સમય સુધી 22 ઓવરમાં એક વિકેટે 71 રન બનાવ્યા હતા. હવે તે માત્ર 38 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાના દાવને શરૂઆતમાં રવિન્દ્ર જાડેજાએ ધક્કો માર્યો હતો, પરંતુ બાદમાં બે વખત ટીમ ઈન્ડિયાએ ઉસ્માન ખ્વાજા પર ડીઆરએસ ગુમાવ્યો હતો. લબુશેન પણ આઉટ થયો હતો, પરંતુ જાડેજાનો તે બોલ નો-બોલ નીકળ્યો હતો. અશ્વિનના બોલ પર લાબુશેન એલબીડબ્લ્યુ થયો હતો, પરંતુ બે રિવ્યુ ન મળવાને કારણે તે ટીમનો ડીઆરએસ લઈ શક્યો ન હતો.
ઉમેશ પાલ હત્યા કેસને લઈને પ્રયાગરાજ પોલીસની એક ટીમે માફિયા અતીક અહેમદના લખનઉ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. પ્રયાગરાજમાં બનેલી ઘટના બાદ આ એપાર્ટમેન્ટમાં રહેતા શૂટરોનો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન પોલીસે પાર્કિંગમાં પાર્ક કરેલા અતીકના વૈભવી વાહનોનો કબજો મેળવ્યો હતો. તે જ સમયે, પ્રયાગરાજમાં, ગેંગસ્ટર અતીક અહેમદના નજીકના મિત્ર અને ઉમેશ પાલ હત્યા કેસના આરોપીની સંપત્તિ પર બુલડોઝર ફાયર કરવામાં આવ્યું હતું.
ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે લંચ પછીની રમત શરૂ થઈ ગઈ છે. લંચ પછી મેથ્યુ કુહનેમેન પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. અશ્વિને તેના પ્રથમ બોલ પર સિંગલ લીધો અને અક્ષર પટેલને સ્ટ્રાઇક આપી. અક્ષર પટેલે ચોથા બોલ પર સિંગલ લીધો હતો. ભારતનો સ્કોર 27 ઓવર પછી 7 વિકેટે 86 રન છે. રવિચંદ્રન અશ્વિને 2 અને અક્ષર પટેલના 7 રન છે.
પહેલા દિવસે બપોરના ભોજન સુધી રમત પૂરી થઈ ગઈ. ભારત માટે પ્રથમ દિવસનું પ્રથમ સત્ર ઘણું ખરાબ રહ્યું એમ કહેવું ખોટું નહીં હોય. ભારતે લંચ સુધી 26 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા હતા. લંચ સમયે અક્ષર પટેલ અણનમ 6 અને રવિચંદ્રન અશ્વિને એક રન બનાવ્યો હતો. ભારતીય ચાહકોને આશા હશે કે બંને ટીમનો સ્કોર 100ને પાર કરી જશે.
સુરતમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક પિતાએ પોતાની બે વર્ષની બાળકી ગુમાવી દીધી હતી. સુરતના સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતી ચાલુ ટ્રેકટરમાં ડ્રાઇવર પિતાના ખોળામાંથી 2 વર્ષની માસૂમ દીકરી નીચે પડી જતા ટાયર નીચે કચડાઈ ગઈ હતી. બાળકીનો માથાનો ભાગ ટાયર નીચે ચગદાઈ ગયો હતો. જેને લઇ બાળકીનું ઘટના સ્થળે જ મોતની નીપજ્યું હતું. બનાવને પગલે સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
14 ઓવર રમાઈ છે. ભારતનો સ્કોર 5 વિકેટે 56 રન છે. વિરાટ કોહલીના 20 બોલમાં 15 રન છે. કેએસ ભરતના 8 બોલમાં 3 રન છે. બંને વચ્ચે 16 બોલમાં 11 રનની ભાગીદારી છે. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને 10 રનમાં 2 અને મેથ્યુ કુહનેમેને 13 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ભાજપના મોટા હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. બોટાદ અને ભાવનગર જિલ્લાના ભાજપ પ્રમુખોએ રાજીનામું આપ્યું છે. ખાલી પડેલા પદ પર ગણતરીના દિવસોમાં નિમણૂક થશે.
માર્ચના પહેલા જ દિવસે બુધવારે (1 માર્ચ) દિલ્હી-એનસીઆરમાં હવામાન ફરી એકવાર બદલાઈ ગયું છે. IMD અનુસાર, આગામી 2 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી અને દિલ્હી-NCRની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તે જ સમયે, પર્વતોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થવાની અપેક્ષા છે.