today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝે પીએમ મોદીના આમંત્રણ પર 8-11 માર્ચ દરમિયાન ભારતની સરકારી મુલાકાત લીધી હતી. PM એ મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિ પર તેમની ઊંડી ચિંતા વ્યક્ત કરી અને હિંસાનો તાત્કાલિક અંત લાવવા હાકલ કરી: PM મોદી અને PM Albaneseનું સંયુક્ત નિવેદન
દેશમાં H3N2 વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. આજે નીતિ આયોગની બેઠક થશે
ગુજરાતમાં બોર્ડની પરીક્ષા અંગે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પ્રથમવાર સ્ટ્રોંગ રૂમની બારીઓને પણ સીલ કરાશે. રાજ્યમા 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.અમદાવાદમાં 1.91 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદના 12 ઝોનમાં સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણમાં માતાએ પ્રેમી સાથે મળીને બે વર્ષના બાળકની હત્યા કરી હતી. માતા અને પ્રેમીએ બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. બાળકના પિતાએ પત્ની અને પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળા-ધોળકા રોડ ઉપર ફાયરિંગની ઘટના બની હતી. અજાણ્યા લોકોએ વ્યક્તિની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.