today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ભારતની મહિલા ક્રિકેટર દિપ્તી શર્માએ ટી-20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ ઝડપીને ઇતિહાસ રચી દીધો છે. તેણે 89મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ખાસ વાત એ છે કે મહિલા ક્રિકેટ જ નહીં પુરુષ ક્રિકેટમાં પણ કોઇ ભારતીય બોલર ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાં હજુ સુધી 100 વિકેટ ઝડપી શક્યા નથી. આઈસીસી વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 3 વિકેટ ઝડપી આ સિદ્ધિ મેળવી છે.
પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું કે પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 29 જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની હતી પણ પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી.
https://twitter.com/Hasmukhpatelips/status/1625828794199326721
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. ટાયર ફાટવાથી જીપ ટ્રકમાં ઘૂસી જતાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય કિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયા આઈસીસી રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં(ટેસ્ટ, વન-ડે અને ટી-20) નંબર વન પર પહોંચી ગઇ છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે. જ્યારે ટીમ ઇન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની હોય. આઈસીસીએ બુધવારે રેન્કિંગ અપડેટ કરી છે.
સંસદનું બજેટ મુલતવી રાખ્યા બાદ પણ કોંગ્રેસે અદાણી જૂથ વિવાદની તપાસને લઈને પોતાના હથિયાર છોડ્યા નથી. કૉંગ્રેસના કોમ્યુનિકેશન્સના પ્રભારી જનરલ સેક્રેટરી જયરામ રમેશે બુધવારે જણાવ્યું હતું કે તેમણે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધાબી પુરી બુચને અદાણી જૂથ વિરુદ્ધ પત્ર લખ્યો છે. આધારિત-હિંડનબર્ગ રિસર્ચ. કરાયેલા આક્ષેપોની તપાસની માંગણી કરી.
ગુજરાત વિધાનસભા દ્વારા કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાના હસ્તે ઉદઘાટન કર્યું હતું. 2 દિવસ જન પ્રતિનિધીઓને અપાશે ટ્રેનિંગ
Coimbatore Car Cylinder Blast Case: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ એક સાથે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક રાજ્યોમાં દરોડા પાડ્યા છે. ટીમો સવારથી 100 જેટલા સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ISIS વીડિયો દ્વારા યુવાનોની ભરતી કરી રહ્યું છે. હાલમાં જ NIAને આવા ઘણા વીડિયો વિશે માહિતી મળી હતી જેમાં યુવકોનું બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું છે. NIAની ટીમ કોઈમ્બતુર કાર સિલિન્ડર બ્લાસ્ટ કેસની પણ તપાસ કરી રહી છે. આ અંગે અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.
ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રચાર અટકી જવાની સાથે CPI(M એ મંગળવારે સ્થાનિક પક્ષ ટીપ્રા મોથા સાથે મતદાન પછીની પરિસ્થિતિ અંગે સમાધાન કરવા માટે રસ દર્શાવ્યો હતો. CPI(M) ના રાજ્ય સચિવ અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જિતેન્દ્ર ચૌધરીએ કહ્યું કે જો જરૂર પડે તો તેમને આદિવાસી પક્ષ સાથે જોડાણ કરવામાં કોઈ સમસ્યા નથી.
સીબીએસઈ 10મું અને 12માં બોર્ડની પરીક્ષાઓ આજે એટલે કે 15 ફેબ્રુઆરીએથી શરુ થઈ રહી છે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 5 એપ્રિલ 2023 સુધી ચાલશે. સીબીએસઈ તરફથી પરીક્ષાને લઈને એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં શિયાળો અંતિમ તબક્કા પર છે ત્યારે રાજ્યમાં ગરમીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થશે.