today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
Delhi Mayor Election: દિલ્હી મેયર ચૂંટણીને લઇને સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને મોટી રાહત આપી છે. બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે મેયરની ચૂંટણીમાં નોમિનેટેડ કોર્પોરેટર વોટ કરી શકશે નહીં.
રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે ઉસ્માન ખ્વાજાની વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ ઝડપનાર ભારતનો આઠમો બોલર બન્યો છે. તેણે 62મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે.
નવી દિલ્હીમાં શુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયા 2જી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનો એક પ્રશંસક મેદાન પર કૂદી પડ્યો. એક્સપ્રેસ ફોટો પ્રવીણ ખન્ના

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે અબજોપતિ જ્યોર્જ સોરોસ પર હુમલો કર્યો. સોરોસે આગાહી કરી હતી કે બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીની કટોકટીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નબળા પડી જશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભારતીયોને એક થવા અને ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં દખલ કરવાનો પ્રયાસ કરતી વિદેશી શક્તિઓને જવાબ આપવા આહ્વાન કર્યું હતું. ઈરાનીએ કહ્યું કે સોરોસની ટિપ્પણી ભારત પર હુમલો છે
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મહારાષ્ટ્રની રાજકીય કટોકટીથી સંબંધિત ગેરલાયકાતની અરજીઓનો સામનો કરવા માટે વિધાનસભાના અધ્યક્ષોની સત્તા પરના 2016 નાબામ રેબિયાના ચુકાદાને સાત જજોની મોટી બેંચને તાત્કાલિક મોકલવાનો ઇનકાર કર્યો છે. આવી સ્થિતિમાં શિવસેનાને લઈને ચાલી રહેલી રાજકીય લડાઈનો કોઈ અંત નથી.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે નબામ રેબિયાના ચુકાદાને સાત જજોની બેંચને મોકલવો જોઈએ કે કેમ તે મહારાષ્ટ્ર પોલિટી કેસની સુનાવણી સાથે જ નિર્ણય લઈ શકાય છે. તેની સુનાવણી હવે 21 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
એક ટીવી ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન સામે આવ્યા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ શુક્રવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. આમાં તેણે ટીમ અને પસંદગી પ્રક્રિયા વિશે આંતરિક માહિતી શેર કરીને કરારનો ભંગ કર્યો હતો. આ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમને રાજીનામું આપવા કહ્યું હતું. હાલમાં બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ માટે કોલકાતામાં ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સચિવ જય શાહને મોકલી આપ્યું છે, જેણે તેને સ્વીકારી લીધું છે.
અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે છેલ્લો દિવસ, પાંચ દિવસમાં 3.30 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી.
ગીર સોમનાથના એલમપુર ગામમાં ઝેરી મધમાખીઓનો હુમલો થવાની ઘટના સામે આવી છે. જેમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ઉનાની સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
એએફપીના અહેવાલો અનુસાર તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપથી મૃત્યુઆંક 41,000ને વટાવી ગયો છે.
ઉત્તરાખંડ: નેપાળ દ્વારા બાંધવામાં આવેલા બે ઝૂલતા પુલનું સંયુક્ત રીતે પિથોરાગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ધારચુલા, નેપાળના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મલ્લા ઘાટ અને ગર્ભધાર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.