/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/today-live-news-update.jpg)
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Feb 23, 2023 22:58 IST
ભારતીય મૂળના અજય બંગા બન્યા વર્લ્ડ બેંકના અધ્યક્ષ, અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેનની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે જાહેરાત કરી કે અમેરિકા વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા માટે ભારતીય-યૂએસ વેપારી નેતા અજય બંગાને નામિત કરી રહ્યું છે. બાઇડેને એક નિવેદનમાં કહ્યું કે અજય ઇતિહાસના આ મહત્વપૂર્ણ ક્ષણમાં વર્લ્ડ બેંકનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છે. 63 વર્ષીય બંગા વર્તમાનમાં જનરલ અટલાંટિકમાં વાઇસ ચેરમેનના રુપમાં કાર્યરત છે. તે પહેલા માસ્ટરકાર્ડના અધ્યક્ષ અને સીઇઓ હતા.
- Feb 23, 2023 22:07 IST
પંજાબ : કોણ છે અમૃતપાલ સિંહ? તલવારોના દમ પર પોલીસ સ્ટેશન પર કર્યો કબજો, અમિત શાહને પણ આપી ચૂક્યો છે ધમકી
https://gujarati.indianexpress.com/national-news/punjab-who-is-amritpal-singh-captured-the-police-station-on-the-basis-of-swords/61797/
- Feb 23, 2023 21:45 IST
મહિલા ટી-20 વર્લ્ડ કપ : ટીમ ઇન્ડિયાનો સેમિ ફાઇનલમાં પરાજય, ઓસ્ટ્રેલિયા ફાઇનલ
મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે 5 રને પરાજય થયો છે. આ સાથે જ વર્લ્ડ ચેમ્પિયન બનવાની ટીમ ઇન્ડિયાનું સપનું રોળાઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની મહિલા ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 167 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધારે 52 રન બનાવ્યા હતા. આ સિવાય જેમીન રોડ્રીગ્સે 24 બોલમાં 43 રન બનાવ્યા હતા.
- Feb 23, 2023 20:14 IST
મહિલા ટી-20 વર્લ્ડ કપ: સેમિ ફાઇનલમાં ભારતને 174 રનનો પડકાર
મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 173 રન બનાવ્યા છે. ભારતને જીતવા માટે 174 રનનો પડકાર મળ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ 37 બોલમાં 54 રન અને કેપ્ટન લેનિંગે અણનમ 49 રન બનાવ્યા છે.
- Feb 23, 2023 20:04 IST
ગુજરાત બજેટ 2023 : નાણામંત્રી કનુ દેસાઈ શુક્રવારે બજેટ રજૂ કરશે, ભૂપેન્દ્ર સરકારનો શું હશે પ્રયાસ?
https://gujarati.indianexpress.com/gujarat/gujarat-budget-2023-finance-minister-kanu-desai-what-will-effort-cm-bhupendra-patel/61782/
- Feb 23, 2023 18:37 IST
મહિલા ટી-20 વર્લ્ડ કપ : ભારત સામે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય
મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે
- Feb 23, 2023 18:20 IST
શું છે સાઉદી અરબની હાઇટેક ‘મુરબ્બા સિટી’ અને તેમાં બની રહેલું ‘મુકાબ’? જાણો ખાસિયતો
https://gujarati.indianexpress.com/world/explained-what-is-mukaab-a-cube-shaped-super-city-to-be-built-in-saudi-arabia/61746/
- Feb 23, 2023 16:37 IST
મહિલા ટી-20 વર્લ્ડ કપ : સેમિ ફાઇનલ પહેલા ભારતી ટીમને ફટકો, પૂજા ટૂર્નામેન્ટમાંથી બહાર
ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં આજે રમાનારા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મુકાબલા પહેલા ભારતને ફટકા પડ્યો છે. સેમિ ફાઇનલ મેચ પહેલા કેપ્ટન હરમનપ્રીત કૌરની ઉપલબ્ધતા સંદિગ્ધ છે. જ્યારે પૂજા વસ્ત્નાકર બીમારીના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. આઈસીસીની તકનીકી સમિતિએ પૂજાના સ્થાને સ્નેહ રાણાને ભારતીય ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી છે.
- Feb 23, 2023 16:33 IST
બ્રિટનમાં શાકભાજી ખરીદી પર લિમીટ, ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી જ ખરીદી શકશે
https://gujarati.indianexpress.com/business/uk-economy-and-food-crisis-limit-on-vegetables-in-britain-consumer-buy-only-two-tomatoes-two-cucumbers/61671/
- Feb 23, 2023 15:42 IST
પવન ખેડાની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી, કોંગ્રેસે તાનાશાહી ગણાવી
https://gujarati.indianexpress.com/national-news/pawan-khera-arrested-by-assam-police-at-delhi-airport/61608/
- Feb 23, 2023 14:39 IST
Gujarat News latest updates : ભાવનગરમાં લગ્નના મંડપમાં દુલ્હનનું મોત
ભાવનગર: લગ્ન મંડપમાં દુલ્હનનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. લગ્નનાં માંડવે દુલ્હનને હાર્ટ અટેક આવ્યો હતો. લગ્નની જગ્યાએ દુલ્હનની અર્થી ઉઠતા પરિવારમાં શોકનો માહોલ
- Feb 23, 2023 14:28 IST
Zomato Everyday : ઝોમેટોએ આ સર્વિસ કરી લોન્ચ, હોમ સ્ટાઇલ ફૂડ થશે ડિલિવર
https://gujarati.indianexpress.com/business/zomato-junks-instant-launches-everyday-for-home-styled-food/61526/
- Feb 23, 2023 14:27 IST
Lock Upp બીજી સિઝનમાં કરણ કુન્દ્રાના સ્થાને બિગ બોસ 14 વિજેતા બનશે જેલર?
https://gujarati.indianexpress.com/entertainment/kangana-ranaut-reality-show-lock-up-season-2-mx-player/61553/
- Feb 23, 2023 14:26 IST
અનોખી કહાની : 15 મહિનાના બાળકની બીમારી માટે જરૂર હતા રૂ. 17 કરોડ, અજાણ્યા વ્યક્તિએ આપ્યા 11 કરોડ આપ્યા દાન
https://gujarati.indianexpress.com/national-news/unique-story-15-month-old-baby-for-illness-17-crores-unknown-person-donated-11-crores/61545/
- Feb 23, 2023 14:15 IST
છાયા પુત્ર શનિ દેવ આપી શકે આપાર કષ્ટ, વૃષભ, કન્યા સહિત પાંચ રાશિઓના લોકો રહો સાવધાન!
https://gujarati.indianexpress.com/dharma/shani-uday-2023-mars-transit-shani-vakri-grah-gochar-astrology-news/61564/
- Feb 23, 2023 13:44 IST
Zomato Everyday : ઝોમેટોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકોને લક્ષ્યમાં રાખી આ સર્વિસ કરી લોન્ચ,હોમ સ્ટાઇલ ફૂડ થશે ડિલિવર
https://gujarati.indianexpress.com/business/zomato-junks-instant-launches-everyday-for-home-styled-food/61526/
- Feb 23, 2023 12:07 IST
ગુજરાત રાજકારણ : ભાજપ લઘુમતી સેલ મિશન 2024 માટે તૈયાર, રાજ્યની આ બે બેઠકોની મળી જવાબદારી
https://gujarati.indianexpress.com/gujarat/lok-sabha-election-2024-minority-vote-minority-cell-liability-kutch-and-bharuch-seats/61527/
- Feb 23, 2023 11:57 IST
પોલીસ નોટિસ મળ્યા બાદ યુપી મે કા બા ગાયક નેહા સિંહ રાઠોડની પ્રતિક્રિયા 'ભાંગ કે નશે મેં નહીં લખતી હો ગીત'
લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ હાલમાં કાનપુર આગની દુર્ઘટના પર તેના ગીત માટે ચર્ચામાં છે. તેણે 'યુપી મેં કા બા' પાર્ટ 2 ગાયું, જે પછી તે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ. તેમના ગીતમાં, તેમણે કાનપુર દેહતમાં બુલડોઝરની કાર્યવાહી દરમિયાન આગમાં મૃત્યુ પામેલી માતા-પુત્રીનો ઉલ્લેખ કરીને યુપી સરકાર પર ઘા કર્યો. જે બાદ પોલીસે તેને નોટિસ મોકલી હતી. આ નોટિસમાં નેહાને ઘણા સવાલ પૂછવામાં આવ્યા છે, જેના જવાબ આપવાનો તેણે ઇનકાર કરી દીધો હતો. તેઓ કહે છે કે તેણી પ્રશ્નો પૂછે છે, જવાબો આપતી નથી.
- Feb 23, 2023 11:55 IST
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએને એક્સાઈઝ કૌભાંડમાં તેની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએને એક્સાઈઝ કૌભાંડમાં તેની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે
प्रवर्तन निदेशालय ने एक्साइज घोटाले की चल रही जांच के सिलसिले में दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल के PA को पूछताछ के लिए तलब किया है। pic.twitter.com/up5DEP4pp1
— ANI_HindiNews (@AHindinews) February 23, 2023
- Feb 23, 2023 11:54 IST
Delhi MCD: માઈક તૂટ્યું, મતપેટી ફાડી... સ્થાયી સમિતિની ચૂંટણીને લઈને AAP-BJP વચ્ચે જોરદાર ટક્કર
દિલ્હીમાં મેયર પદ માટેની ચૂંટણી બુધવાર (22 ફેબ્રુઆરી 2023) ના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની રેખા ગુપ્તાને હરાવીને આમ આદમી પાર્ટીના શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બન્યા હતા. જે બાદ ગુરુવારે સવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ગૃહમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાયી સમિતિના 6 સભ્યોની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ટક્કર થઈ હતી.
- Feb 23, 2023 11:42 IST
ICC Ranking: ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા અને ભારતનાં ખેલાડીઓ કાન્ટે કે ટકર, 30માંથી 16 સ્થાન પર કબ્જો
બૉર્ડ ગામર ટ્રોફીની સાથે-સાથે આઈસીસી ક્રમાંકમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના વચ્ચે ટક્કર ચાલી રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ, બોલિંગ અને ઓલરાઉંડની પસંદગી કરો તો 30 થી 16 ખેલાડીઓ બંને દેશોમાં છે. બલ્લેબાજીની વાત કરો તો બંને ટીમોને મળીકર 6 ખેલાડી ટોપ-10 ખેલાડીઓમાં છે. બોલબાજીની વાત કરો તો બંને દેશોના 5 ખેલાડી ટોપ-10માં છે. ઓલરાઉન્ડરની વાત કરો તો બંને દેશોના 5 ખેલાડી ટોપ-10માં છે. 4 ટેસ્ટની સીરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0 થી આગળ વધી રહી છે.
- Feb 23, 2023 11:04 IST
ગૌતમ અદાણીને ફરી મોટો ઝાટકો, અમીરોની યાદીમાં 25માં નંબરથી બહાર, હાથમાંથી સરકી ગઈ વધુ એક મોટી ડીલ
https://gujarati.indianexpress.com/business/gautam-adani-wealth-bloomberg-billionaires-index-orient-cement-deal-terminates-hindenburg-report/61504/
- Feb 23, 2023 10:41 IST
Adani Group: ગૌતમ અદાણીને મોટો ઝટકો, અમીરોની યાદીમાં 25મા નંબરની બહાર
હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ ગૌતમ અદાણીને મોટા આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જ ઘણા મોટા સોદા તેના હાથમાંથી નીકળી ગયા છે. અદાણી ગ્રુપના શેર સતત ઘટી રહ્યા છે. હવે ગૌતમ અદાણીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અબજોપતિઓની યાદીમાં અદાણી પણ 25મા સ્થાને નીચે આવી ગયા છે. એટલું જ નહીં, એક મોટી વાત પણ તેના હાથમાંથી નીકળી ગઈ છે.
- Feb 23, 2023 10:36 IST
Gujarat News LatestGujarat News Latest Updates : સુરતમાં બે વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો Updates : સુરતમાં બે વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો
ગુજરાતના સુરતમાં બે વર્ષની બાળકી ઉપર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને 40થી વધારે બચકા ભરી લીધા હતા. બાળકીને માથા અને ફેફસા ઉપર ગંભીર ઇજાઓ થતાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
- Feb 23, 2023 10:21 IST
Gujarat News Latest Updates : અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ
ગુરુવારે સવારે ગુજરાતના અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો
- Feb 23, 2023 10:19 IST
દિલ્હીઃ ભાજપના કોર્પોરેટર MCDની સ્થાયી સમિતિના સભ્યોએ ચૂંટણી અંગે સિવિક સેન્ટરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું
दिल्ली: भाजपा पार्षदों ने MCD की स्थायी समिति के सदस्यों के चुनाव को लेकर सिविक सेंटर के बाहर विरोध प्रदर्शन किया। pic.twitter.com/GX1mjYfnJy
— ANI_HindiNews (@AHindinews) February 23, 2023
- Feb 23, 2023 09:53 IST
અફઘાનિસ્તાન – તાજિકિસ્તાનમાં ભૂકંપ, રિસ્કટર સ્કેલ પર 6.8 નોંધાઈ તીવ્રતા
https://gujarati.indianexpress.com/world/earthquake-in-tajikistan-afghanistan-near-china-border/61470/
- Feb 23, 2023 09:02 IST
અફઘાનિસ્તાનમાં 18 મિનિટમાં બે વાર ભૂકંપના આંચકા
અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 18 મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રથમ વખત તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી જ્યારે બીજી વખત ભૂકંપની તીવ્રતા પાંચ માપવામાં આવી હતી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં સવારે 6.7 અને 6.25 કલાકે ભૂકંપ આવ્યો હતો.
- Feb 23, 2023 09:01 IST
ચીનની સરહદ નજીક આવેલા તાજિકિસ્તાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ
ચીનના ભૂકંપ નેટવર્ક સેન્ટરને ટાંકીને ગુરુવારે ચીનના સરકારી ટેલિવિઝન CCTVએ અહેવાલ આપ્યો હતો કે તાજિકિસ્તાનમાં સવારે 8.37 વાગ્યે (0037 GMT અથવા IST સવારે 6.07 વાગ્યે) લગભગ 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપનું કેન્દ્ર ચીન સાથેની નજીકની સરહદથી લગભગ 82 કિમી દૂર છે અને શિનજિયાંગ ક્ષેત્રના પશ્ચિમ ભાગમાં કાશગર અને આર્ટુક્સમાં તીવ્રપણે અનુભવાયું હતું
- Feb 23, 2023 08:09 IST
સરહદ સંઘર્ષ બાદ પહેલી વખત બીજિંગમાં ભારત-ચીન બોર્ડર અંગે વાટાઘાટ
https://gujarati.indianexpress.com/world/wmcc-26th-meeting-india-china-border-stand-off-beijing-border-talks-delhi-envoy/61440/
- Feb 23, 2023 08:06 IST
Gujarat News Latest Updates : ભારત પાકિસ્તાન બોર્ડર પરથી ત્રણ પાકિસ્તાની માછીમારો પકડાયા
ગુજરાતના કચ્છના સરક્રિકમાંથી પાકિસ્તાની બોટ પકડાઈ
BSFના જવાનોએ બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારોને પકડ્યા
- Feb 23, 2023 08:04 IST
Gujarat News Latest Updates :અમદાવાદમાં ઉમિયા માતાનું વિશ્વનું સૌથી મોટા મંદિરનું નિર્માણ શરુ
અમદાવાદમાં મા ઉમિયાના 504 ફૂટ ઉંચા મંદિરનું નિર્માણ શરૂ
1500 કરોડના ખર્ચે તૈયાર થનાર આ મંદિર 504 ફૂટ ઊંચું અને 400 ફૂટ લાંબુ હશે
મંદિરમાં 51 ફૂટની ઊંચાઈએ માતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે
- Feb 23, 2023 08:00 IST
Gujarat News Latest Updates : ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્ર શરૂ
15મી ગુજરાત વિધાનસભામાં પ્રથમ બજેટ સત્ર
આજથી વિધાનસભામાં બજેટ સત્ર
રાજ્યપાલના સંબોધનથી સત્રની થશે શરૂઆત
ગૃહમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાશે
- Feb 23, 2023 07:59 IST
Gujarat News Latest Updates : કોંગ્રેસને વિપક્ષ નેતાનું પદ ન મળ્યું
આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરુ થશે
કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ નહીં મળ્યું
કોંગ્રેસને ચર્ચામાં સમય પણ મર્યાદિત જ મળશે
આ મુદ્દે ગરમાઈ શકે રાજકારણ
કોંગ્રેસ પેપરલીક, મોંઘવારીને લઈ સરકારને ઘેરશે
કેનાલો તૂટવાનો મુદ્દો પણ ઉઠાવશે
- Feb 23, 2023 07:56 IST
World News Latest Updates: અમેરિકામાં અર્કાસસમાં વિમાન દુર્ઘટના
અમેરિકાના અર્કાસસમાં વિમાન દુર્ઘટના થઈ હતી. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે
- Feb 23, 2023 07:45 IST
મેઘાલય વિધાનસભા ચૂંટણી : વિપક્ષને એકજૂટ કરવાના પ્રયત્નો વચ્ચે રાહુલ ગાંધીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું- બીજેપીને સત્તા અપાવવાનો તેમનો ઉદ્દેશ્ય
https://gujarati.indianexpress.com/national-news/meghalaya-elections-2023-rahul-gandhi-targets-trinamool-at-meghalaya-campaign-stop/61331/
- Feb 23, 2023 07:44 IST
ચૂંટણી પંચનો નિર્ણય શરદ પવારને પસંદ ના પડ્યો, કહ્યું – બાલા સાહેબે ઉદ્ધવને આપી હતી શિવસેનાની જવાબદારી
https://gujarati.indianexpress.com/national-news/shiv-sena-row-ncp-leader-sharad-pawar-displeasure-election-commission-decision/61361/
- Feb 23, 2023 07:44 IST
‘યુપી મેં કા બા’ની ગાયિકા નેહા સિંહને ઉત્તર પ્રદેશ પોલીસે નોટિસ ફટકારી, જાણો શું છે સમગ્ર મામલો
https://gujarati.indianexpress.com/national-news/uttar-pradesh-police-notice-neha-singh-rathore-up-mein-ka-ba/61362/
- Feb 23, 2023 07:43 IST
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સચિન શ્રોફ ફરી કરશે લગ્ન, લવ કે અરેન્જ?
https://gujarati.indianexpress.com/news/tmkoc-actor-sachin-shroff-will-second-marriage-latest-news/61427/
- Feb 23, 2023 07:43 IST
Today Horoscope, આજનું રાશિફળ : કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે સાવધાની રાખવાની જરૂર
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-23-february-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/61324/
- Feb 23, 2023 07:43 IST
Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-shirdi-sai-baba-temple-on-23-february-2023-thursday/61423/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us