today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે જાહેરાત કરી કે અમેરિકા વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા માટે ભારતીય-યૂએસ વેપારી નેતા અજય બંગાને નામિત કરી રહ્યું છે. બાઇડેને એક નિવેદનમાં કહ્યું કે અજય ઇતિહાસના આ મહત્વપૂર્ણ ક્ષણમાં વર્લ્ડ બેંકનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છે. 63 વર્ષીય બંગા વર્તમાનમાં જનરલ અટલાંટિકમાં વાઇસ ચેરમેનના રુપમાં કાર્યરત છે. તે પહેલા માસ્ટરકાર્ડના અધ્યક્ષ અને સીઇઓ હતા.
મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે 5 રને પરાજય થયો છે. આ સાથે જ વર્લ્ડ ચેમ્પિયન બનવાની ટીમ ઇન્ડિયાનું સપનું રોળાઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની મહિલા ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 167 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધારે 52 રન બનાવ્યા હતા. આ સિવાય જેમીન રોડ્રીગ્સે 24 બોલમાં 43 રન બનાવ્યા હતા.
મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 173 રન બનાવ્યા છે. ભારતને જીતવા માટે 174 રનનો પડકાર મળ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ 37 બોલમાં 54 રન અને કેપ્ટન લેનિંગે અણનમ 49 રન બનાવ્યા છે.
મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે
ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં આજે રમાનારા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મુકાબલા પહેલા ભારતને ફટકા પડ્યો છે. સેમિ ફાઇનલ મેચ પહેલા કેપ્ટન હરમનપ્રીત કૌરની ઉપલબ્ધતા સંદિગ્ધ છે. જ્યારે પૂજા વસ્ત્નાકર બીમારીના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. આઈસીસીની તકનીકી સમિતિએ પૂજાના સ્થાને સ્નેહ રાણાને ભારતીય ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી છે.
ભાવનગર: લગ્ન મંડપમાં દુલ્હનનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. લગ્નનાં માંડવે દુલ્હનને હાર્ટ અટેક આવ્યો હતો. લગ્નની જગ્યાએ દુલ્હનની અર્થી ઉઠતા પરિવારમાં શોકનો માહોલ
લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ હાલમાં કાનપુર આગની દુર્ઘટના પર તેના ગીત માટે ચર્ચામાં છે. તેણે 'યુપી મેં કા બા' પાર્ટ 2 ગાયું, જે પછી તે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ. તેમના ગીતમાં, તેમણે કાનપુર દેહતમાં બુલડોઝરની કાર્યવાહી દરમિયાન આગમાં મૃત્યુ પામેલી માતા-પુત્રીનો ઉલ્લેખ કરીને યુપી સરકાર પર ઘા કર્યો. જે બાદ પોલીસે તેને નોટિસ મોકલી હતી. આ નોટિસમાં નેહાને ઘણા સવાલ પૂછવામાં આવ્યા છે, જેના જવાબ આપવાનો તેણે ઇનકાર કરી દીધો હતો. તેઓ કહે છે કે તેણી પ્રશ્નો પૂછે છે, જવાબો આપતી નથી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએને એક્સાઈઝ કૌભાંડમાં તેની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે
દિલ્હીમાં મેયર પદ માટેની ચૂંટણી બુધવાર (22 ફેબ્રુઆરી 2023) ના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની રેખા ગુપ્તાને હરાવીને આમ આદમી પાર્ટીના શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બન્યા હતા. જે બાદ ગુરુવારે સવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ગૃહમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાયી સમિતિના 6 સભ્યોની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ટક્કર થઈ હતી.
બૉર્ડ ગામર ટ્રોફીની સાથે-સાથે આઈસીસી ક્રમાંકમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના વચ્ચે ટક્કર ચાલી રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ, બોલિંગ અને ઓલરાઉંડની પસંદગી કરો તો 30 થી 16 ખેલાડીઓ બંને દેશોમાં છે. બલ્લેબાજીની વાત કરો તો બંને ટીમોને મળીકર 6 ખેલાડી ટોપ-10 ખેલાડીઓમાં છે. બોલબાજીની વાત કરો તો બંને દેશોના 5 ખેલાડી ટોપ-10માં છે. ઓલરાઉન્ડરની વાત કરો તો બંને દેશોના 5 ખેલાડી ટોપ-10માં છે. 4 ટેસ્ટની સીરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0 થી આગળ વધી રહી છે.
હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ ગૌતમ અદાણીને મોટા આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જ ઘણા મોટા સોદા તેના હાથમાંથી નીકળી ગયા છે. અદાણી ગ્રુપના શેર સતત ઘટી રહ્યા છે. હવે ગૌતમ અદાણીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અબજોપતિઓની યાદીમાં અદાણી પણ 25મા સ્થાને નીચે આવી ગયા છે. એટલું જ નહીં, એક મોટી વાત પણ તેના હાથમાંથી નીકળી ગઈ છે.
ગુજરાતના સુરતમાં બે વર્ષની બાળકી ઉપર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને 40થી વધારે બચકા ભરી લીધા હતા. બાળકીને માથા અને ફેફસા ઉપર ગંભીર ઇજાઓ થતાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ગુરુવારે સવારે ગુજરાતના અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો
અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 18 મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રથમ વખત તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી જ્યારે બીજી વખત ભૂકંપની તીવ્રતા પાંચ માપવામાં આવી હતી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં સવારે 6.7 અને 6.25 કલાકે ભૂકંપ આવ્યો હતો.
ચીનના ભૂકંપ નેટવર્ક સેન્ટરને ટાંકીને ગુરુવારે ચીનના સરકારી ટેલિવિઝન CCTVએ અહેવાલ આપ્યો હતો કે તાજિકિસ્તાનમાં સવારે 8.37 વાગ્યે (0037 GMT અથવા IST સવારે 6.07 વાગ્યે) લગભગ 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપનું કેન્દ્ર ચીન સાથેની નજીકની સરહદથી લગભગ 82 કિમી દૂર છે અને શિનજિયાંગ ક્ષેત્રના પશ્ચિમ ભાગમાં કાશગર અને આર્ટુક્સમાં તીવ્રપણે અનુભવાયું હતું
ગુજરાતના કચ્છના સરક્રિકમાંથી પાકિસ્તાની બોટ પકડાઈ
BSFના જવાનોએ બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારોને પકડ્યા
અમદાવાદમાં મા ઉમિયાના 504 ફૂટ ઉંચા મંદિરનું નિર્માણ શરૂ
1500 કરોડના ખર્ચે તૈયાર થનાર આ મંદિર 504 ફૂટ ઊંચું અને 400 ફૂટ લાંબુ હશે
મંદિરમાં 51 ફૂટની ઊંચાઈએ માતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે
15મી ગુજરાત વિધાનસભામાં પ્રથમ બજેટ સત્ર
આજથી વિધાનસભામાં બજેટ સત્ર
રાજ્યપાલના સંબોધનથી સત્રની થશે શરૂઆત
ગૃહમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાશે
આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરુ થશે
કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ નહીં મળ્યું
કોંગ્રેસને ચર્ચામાં સમય પણ મર્યાદિત જ મળશે
આ મુદ્દે ગરમાઈ શકે રાજકારણ
કોંગ્રેસ પેપરલીક, મોંઘવારીને લઈ સરકારને ઘેરશે
કેનાલો તૂટવાનો મુદ્દો પણ ઉઠાવશે
અમેરિકાના અર્કાસસમાં વિમાન દુર્ઘટના થઈ હતી. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે