today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિલ્હીના નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને છત્તીસગઢ માટે રવાના કરવામાં આવી હતી. સરકારનું જન ઔષધિ બ્રાન્ડિંગ પણ આ ટ્રેનમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ટ્રેનને લીલી ઝંડી આપવા પહોંચ્યા હતા. તે જ સમયે એક મુસાફરે બંને મંત્રીઓ પાસે બીજી માંગ કરી. પેસેન્જરે કહ્યું કે હવે અમે આ રૂટ પર વંદે ભારત ટ્રેન જોવા માંગીએ છીએ.
અજનાલા સંઘર્ષ બાદ ચર્ચામાં આવેલા વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહે શુક્રવારે અમૃતસરમાં અકાલ તખ્તના જથેદાર ગિયાની હરપ્રીત સિંહ સાથે મુલાકાત કરી હતી. બંને લગભગ દોઢ કલાક સુધી બંધ રૂમમાં મળ્યા હતા.
અકાલ તખ્ત સચિવાલયમાં બેઠક બાદ અમૃતપાલે કહ્યું, “અકાલ તખ્તના જથેદાર સાથેની મારી મુલાકાતને સનસનાટીભરી ન બનાવવી જોઈએ. આ બેઠક સાંપ્રદાયિક મુદ્દાઓ અને શીખ યુવાનો વિશે હતી. પંજાબની વર્તમાન બાબતો પર આવી બેઠકો નિયમિતપણે યોજવી જોઈએ.
ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં વાતાવરણમાં પલટો
ગરમી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી
3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો
વહેલી સવારથી અંબાજી પંથકમાં વરસાદી માહોલ
ધાનેરા, ડીસામાં પણ કમોસમી વરસાદ
હળવા વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતિત
ખેતરમાં તૈયાર કરેલો પાક બગડવાની ભીતિ
આબુમાં અમદાવાદની RAFની 100મી બટાલીયનની મુલાકાત
ટીમે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક કરી
અલગ-અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી
ભરૂચમાં ચાલતી દેશી દારુની ભઠ્ઠીઓ ઉપર પોલીસની તવાઇ
સ્પેશિયલ ડ્રાઇવ કરીને ભરૂચ પોલીસે 30 મીની ફેક્ટરીઓ પર સપાટો બોલાવ્યો હતો
આ ડ્રાઇવમાં મીની ફેક્ટરીઓ સહિત મુદ્દામાલને નષ્ટ કરવામાં આવ્યો હતો
દારૂની ભઠ્ઠીઓ ચલાવતા 41 લોકોની અટકાયત કરવામાં આવી હતી
બનાસકાંઠામાં લૂંટ કરે તે પહેલા જ પોલીસે લૂંટારુઓને દબોચી લીધા
અમીરગઢ ચેકપોસ્ટ પર બે દેશી તમંચા અને 21 કારતૂસ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા
તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ લૂંટને અંજામ આપવાના હતા
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું
કંટાળેલા યુવકે દુકાનમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું
ચિઠ્ઠીમાં 4 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરી યુવકે ભર્યું પગલું