today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. શહેરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક લાખથી વધુનો મુદ્દામાલ સાથે છ આરોપીઓને પકડી પાડ્યા હતા.
સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. શહેરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક લાખથી વધુનો મુદ્દામાલ સાથે છ આરોપીઓને પકડી પાડ્યા હતા.
NIA કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે દરોડા પાડી રહી છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર NIA કેરળમાં 56 સ્થળોએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનું સંચાલન કરી રહી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ગૃહ મંત્રાલય દ્વારા PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ANI તરફથી મળેલી માહિતી અનુસાર, PFIના કાર્યકરો સાથે સંબંધ ધરાવતા ઘણા શંકાસ્પદ લોકોની ઓફિસમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
જામનગરના જગા ગામમાં સ્કૂલબસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. જેના પગલે 8થી 9 લોકોને ઈજાઓ પહોંચી હતી. સદનસિબે કોઈ જાનહાની થઈ નથી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
મળતી માહિતી પ્રમાણે વલસાડમાં એસીબીની ટ્રેપમાં લોભિયો સરપંચ પકડાયો હતો. 10 હજારની લાંચ લેતા સરપંચ એસીબીની ટ્રેપમાં ભેરવાયો હતો. ગામમાં વાહનો પસાર કરવા દેવાની પરવાનગી આપવા દેવા માટે માંગી હતી લાંચ
મળતી માહિતી પ્રમાણે ભરૂચના કંબોડીયા-ચાસવડ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 3 સાધુઓના મોત, 12 ઘાયલ થયા હતા. ઘાયલો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં એકઠાં થયા હતા.