today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
આજથી અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે, આજથી વાહન ખરીદવા મોંઘા થશે. ફોર વ્હીલર 8થી 10 હજાર રૂપિયા મોંઘા થશે જ્યારે ટુ વ્હીલર 3થી 4 હજાર રૂપિયા મોંઘા થશે, દવાઓ પણ મોંઘી થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક એપ્રિલે ભોપાલના પ્રવાસ દરમિયાન મધ્ય પ્રદેશની પહેલી અને દેશની 11મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ પહેલા તેઓ સેન્ય કમાન્ડરોના ત્રણ દિવસના સમ્મેલન કમ્બાઇન્ડ કોન્ફરન્સને સંબોધિત કરશે. આ વર્ષના અંત સુધીમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થનારી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભોપાલ પ્રવાસ સરકાર અને ભારતીય જનતા પાર્ટી માટે ખાસ મહત્વ રાખે છે.