today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
પાન કાર્ડને આધારથી લિંક કરવાની ડેડલાઇનને ફરીથી આગળ વધારવામાં આવી છે. આ કામ માટે પહેલા 31 માર્ચ 2023ની તારીખ નિર્ધારિત કરી હતી. જોકે હવે તેને ત્રણ મહિના આગળ વધારવાનો નિર્ણય કરાયો છે. હવે પાન કાર્ડ અને આધાર કાર્ડ 30 જૂન 2023 સુધી લિંક કરી શકાશે. ઇન્કમટેક્સ વિભાગે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
https://twitter.com/IncomeTaxIndia/status/1640647046146211840
રાહુલ ગાંધીની લોકસભનું સભ્ય પદ ખતમ થયા બાદ તેમને સરકારી ઘર ખાલી કરવા માટે નોટીસ મળી ચૂકી છે. આ પહેલા ભાજપના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ રાહુલ ગાંધીની ગાડી ચલાવતા એક તસવીર શેર કરી હતી અને હવે ચલાણ મોકલવું જોઇએ કારણ કે જે ગાડીને રાહુલ ગાંધી ચલાવી રહ્યા છે તેનું પોલ્યૂશન પહેલા જ ખતમ થઇ ગયું છે.
દિલ્હીમાં જામિયા નગરમાં થયેલી હિંસા મામલે હાઇકોર્ટે શરજીલ ઇમામ સહિત 9 લોકો વિરુદ્ધ આરોપ નક્કી થયા છે. દિલ્હી હાઇકોર્ટે નિચલી અદાલતના આદેશને પલટી દીધો છે. હાઇકોર્ટે આરોપીઓ સામે હિંસા અને અન્ય આરોપ નક્કી કરીને આદેશ આપ્યો છે. બે આરોપીઓને કોર્ટે આરોપ મુક્ત કરી દીધા છે. આ મામલામાં કુલ 11 આરોપીઓ હતા જેમાંથી 9 સામે આરોપ નક્કી થયા છે જ્યારે તપાસ એજન્સીએ સ્ટૂડટ્સ એક્ટિવિસ્ટ શરજીલ ઇમામ, સફૂરા જરગર, આસિફ ઇકબાલ તન્હા અને આઠ અન્ય લોકોને આરોપ મુક્ત કરીને નીચલી અદાલતના આદેશને પડકાર્યો હતો. આ વચ્ચે આસિફ તન્હાને બીનિરાદા પૂર્વની હત્યાનો પ્રયત્નની કલમ અંતર્ગત આરોપ મુક્ત કર્યો હતો પરંતુ આઇપીસીની કલ 308, 323, 341 અને 435 અંતર્ગત આરોપ નક્કી કર્યા હતા.
દિલ્હી હાઇકોર્ટ તરફથી ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. આ મામલામાં એકનાથ શિંદે જૂથના નેતા રાહુલ રમેશ શેવાલેની અરજી પર ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને સંજય રાઉસને સમન પાઠવ્યા છે. શેવાલેએ તેમની સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની આગામી સુનાવણી 17 એપ્રીલે થશે.
લોકો સારું રિટર્ન મેળવવા માટે રોકાણ કરે છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી એવી અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં રોકાણ કરવાથી તમે સારું રિટર્ન મેળવી શકો છો. કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવતી પબ્લિક પ્રોવિડન્ડ ફંડ યોજના એક એવી યોજના છે જેમાં લોકોને સારું રિટર્ન મળે છે. પીપીએફમાં એક વર્ષમાં એક વ્યક્તિ દોઢ લાખ સુધીનું રોકાણ કરી શકે છે. જેના પર 7.1 ટકા વ્યાજ મળે છે.
પરંતુ જો તમે પીપીએફમાં રોકા કરતો છો તો મહિનાની પાંચ તારીખે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો પાંચ તારીખ સુધી પૈસા જમાન કરાવી દો છો તો પાચ તારીખથી લઇને અંતિમ તારીખ વચ્ચે જે પણ બેલેન્સ થાય છે. તેના ઉપર મહિના જોડીને વ્યાજ મળે છે. જો પાંચ તારીખ બાદ પૈસા જમા કરો છો તો મને આગામી મહિનાથી વ્યાજ મળે છે.
ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં માફિયા ડોન અતીક અહમદને દોષીત જાહેર કર્યો છે. 17 વર્ષ જૂના આ કેસમાં મંગળવારે ચૂકાદો આપ્યો છે. આ મામલે અતીક અહમદ અને તેના ભાઈ અશરફ સહિત 11 લોકો આરોપી હતા. કાલે અતીક અહમદ અને તેમના ભાઈ અસરફને પ્રયાગરાજની નૈની જેલ લાવવામાં આવ્યા હતા.
લોકસભામાંથી રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ થયા બાદ વિરોધમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન તેજ કરી દીધું છે. કોંગ્રેસ આજે દેશના 35 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સનું નામ ડેમોક્રેસી ડિસક્વોલિફાઇડ રાખામાં આવ્યું છે. કોંગ્રેસ આજે અદાણીનો મામલો ઉઠાવી શકે છે. કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી એટલા માટે થઇ છે કે તે ભ્રષ્ટાચાર પર બોલી રહ્યા હતા.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું લોકસભામાંથી સંસદ સભ્ય રદ થયા બાદ હવે 22 એપ્રિલ સુધી લુટિયંસ દિલ્હીમાં સ્થિત પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરવો પડશે. લોકસભા આવાસ સમિતિએ સોમવારે 27 માર્ચે 2023ના રોજ કથિત રીતે રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલો બંગલો ખાલી કરવા માટે નોટિસ રજૂ કરી હતી. રાહુલ ગાંધીને 2004માં લોકસભા સાંસદ ચૂંટાયા બાદ 12, તુગલક લેન બંગલો ફાળવવામાં આવ્યો હતો.
દિલ્હી: બદરપુરના મોલરબંદ વિસ્તારમાં 2 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેના કારણે બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આવતી કાલથી 3 દિવસમા ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઔરંગાબાદથી બે વાઘણ આવશે. આ ઉપરાંત છ કાળિયાર હરણ પણ આવશે. તો બીજી તરફ કાંકરિયા ઝુ માંથી 3 શિયાળ, 2 ઇમુ ઔરંગાબાદ મોકલાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા અભિયાન અપનાવ્યું છે. અમદાવાદમાં જાહેર રસ્તા પર કચરો ફેંકનારને દંડ કરવામાં આવશે. કોર્પોરેશનની ટીમ શહેરના જાહેર માર્ગો પર ચેકિંગ કરશે.
મોસમની માર વચ્ચે મહેસાણાના જોટાણાનું ફેમસ મરચું મોંઘુ થયું છે. મરચામાં 10થી 25 ટકાનો વધારો નોંધાયો છે. 400થી 800 રૂપિયા ભાવ બોલાયો. માવઠાના લીધે મરચાના ઉત્પાદન પર માઠી અસર
ધોરણ. 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આજે પુર્ણ થશે. આજે ધોરણ 10માં હિન્દી વિષયની પરીક્ષા તો ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા બુધવારે પૂર્ણ થશે.