today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
અમેરિકાના કેંટકીમાં બુધવારે અમેરિકન આર્મીના બે મેડિકલ ઇવેકુએશન બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયા હતા. આ દુર્ઘટનામાં 9 સૈનિકોના મોત થયા છે. મળેલી જાણકારી પ્રમાણે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર રુટિન ટ્રેનિંગ પર હતા. ડિવિઝનના ડિપ્ટી કમાંડિંગ આર્મી બ્રિગેડિયર જનરલ જોન લુબાસે કહ્યું કે એ હજુ સુધી એ વાતની પુરી જાણકારી નથી કે બન્ને હેલિકોપ્ટર એકબીજા સાથે ટકરાયા હતા કે નહીં.
રામ નવમીના પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું નિવેદન કર્યું છે. તેમણે કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે જે પણ લોકો રામનવમીના પ્રસંગે શોભાયાત્રા કાઢી રહ્યા છે તેમણે મુસ્લિમ વિસ્તારમાં જવાથી બચવું જોઈએ. મમતા બેનર્જીએ કહ્યું કે હું કે લોકોને વિનંતી કરું છું કે જે રામનવમીની શોભાયાત્રા કાઢી રહ્યા છે, કૃપા કરીને મુસ્લિમ ક્ષેત્રોથી બચે કારણ કે રમઝાન ચાલી રહ્યો છે.
કોરોના વાયરસના કેસોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3016 કેસ નોંધાયા છે. આ કેસો છેલ્લા છ મહિનામાં નોંધાયેલા સૌથી વધારે કેસો છે. ગુજરાતમાં બુધવારે 401 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 141 કેસ નોંધાયા હતા.
કેદારનાથ ધામમાં છેલ્લા કેટલાક દિવસથી મોસમ ખરાબ હોવાના કારણે રહી રહીને બરફવર્ષા થઇ રહી છે. યાત્રાની તૈયારીઓમાં વિગ્ન આવી રહી છે કારણ કે પગદંડી પર તાજી બરફ વર્ષા થવાથી બરફની ચાદર છવાઈ છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 1 એપ્રિલ 2023થી વાહનોના ટોલ ટેક્સમાં 18 ટકાનો વધારો કરાયો છે. એમએસઆરડીસીના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈ ભાષાને જણાવ્યું હતું કે ટોલમાં વર્ષમાં છ ટકાનો વધારો થતો હોય છે. પરંતુ આ વખતે ત્રણ વર્ષ બાદ એક સાથે 18 ટકાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગે 30 અને 31 તારીખની માવઠાની આપી છે આગાહી
સાપુતારામાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયો છે
ગાઢ ધુમ્મસ ને પગલે ઝીરો વિઝિબીલિટી
ધુમ્મસને કારણે વાહન ચલાકોને હાલાકી