scorecardresearch
Live

Today News Live Updates: 1 એપ્રિલે જેલમાંથી બહાર આવશે નવજોત સિદ્ધુ, રોડ રેજ કેસમાં પટિયાલા જેલમાં છે બંધ

Today Latest news updates, 31 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news updates, latest news updates, today breaking news
ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
16:19 (IST) 31 Mar 2023
1 એપ્રિલે જેલમાંથી બહાર આવશે નવજોત સિદ્ધુ, રોડ રેજ કેસમાં પટિયાલા જેલમાં છે બંધ

રોડ રેજ મામલામાં જેલમાં ગયેલા પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ 1 એપ્રિલ 2023ના રોજ પટિયાલા જેલમાંથી બહાર આવશે. આ જાણકારી સિદ્ધુના ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવી છે. સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 19 મે 2022ના રોજ રોડ રેજના મામલામાં એક વર્ષની સજા સંભળાવી હતી. 1988માં સિદ્ધુએ પોતાના મિત્ર સાથે એક વ્યક્તિની પીટાઇ કરી હતી. આ પછી સારવાર દરમિયાન તે વ્યક્તિનું નિધન થયું હતું.

https://twitter.com/sherryontopp/status/1641709471058788352

12:04 (IST) 31 Mar 2023
ગુજરાતમાં કોરોના કેસ અંગે વિદેશી મુસાફરો માટે નવી ગાઇડલાઇન જાહેર

કોરોના વાયરસના કેસોમાં વધારો તથાં ગુજરાત સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. ગુજરાત આરોગ્ય વિભાગ પ્રમાણે છે દેશમાંથી આવતા લોકોનું ફરજિયાત RT-PCR કરવામાં આવશે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, જાપાન અને કોરિયામાંથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આયવશે. એર સુવિધા પોર્ટ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવો પડશે. ગુજરાત આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખી જાણ કરી હતી.

10:11 (IST) 31 Mar 2023
ઇન્દોરમાં મંદિર દુર્ઘટનામાં મૃત્યુઆંક 35 થયો, રેસ્ક્યૂ ઓપરેશન ચાલું

એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, શુક્રવારે ઈન્દોર મંદિરમાં વાવની છત ધરાશાયી થવાથી મૃત્યુઆંક વધીને 35 થઈ ગયો છે. ગુમ થયેલા એક વ્યક્તિને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

08:26 (IST) 31 Mar 2023
અમેરિકાના ઇતિહાસમાં પહેલાવાર પૂર્વ રાષ્ટ્રપતિ સામે ગુનાહિત કેસ, એડલ્ટ સ્ટારને પૈસા આપીને ફસાયા ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર અત્યારના કે પૂર્વ રાષ્ટ્રપતિ ઉપર ગુનાહિત કેસ ચલાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ ગુનાહિત આરોપોનો સામનો કરનાર પહેલા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા હતા. જેમની સામે મહાભિયોગ ચલાવવામાં આવશે. અમેરિકાના મેનહટ્ટન શહેરમાં ગ્રેડ જૂરીએ ગુરુવારે 2016ની ચૂંટણી અભિયાન દરમિયાન એક એડલ્ટ સ્ટારને મોંઢું બંધ રાખવા બદલ મોટી રકમ આપવામાં ટ્રમ્પ દોષી ઠર્યા હતા. ત્યારબાદ ગ્રેંડ જૂરીએ તેમની સામે અભિયોગ ચલાવવાના પક્ષમાં મતદાન કર્યું છે.

Web Title: Today live updates breaking news latest news 31 march 2023 aaj na taja samachar

Best of Express