Train Accident : ટ્રેન અકસ્માતો માટે જવાબદાર કોણ? કેમ પાટા પરથી ટ્રેન ઉતરી જાય છે? ‘કવચ’ સિસ્ટમ શું છે? તે ક્યારે કામ કરે છે?

Train Accident coromandel express Odisha : ઓડિશા કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં 260થી વધુના મોત (Death) થયા છે. ટ્રેન અકસ્માતો માટે જવાબદાર (responsible) કોણ? કેમ ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે? 'કવચ' સિસ્ટમ (kavach system) શું છે? તે ક્યારે કામ કરે છે?

Written by Kiran Mehta
Updated : June 03, 2023 16:03 IST
Train Accident : ટ્રેન અકસ્માતો માટે જવાબદાર કોણ? કેમ પાટા પરથી ટ્રેન ઉતરી જાય છે? ‘કવચ’ સિસ્ટમ શું છે? તે ક્યારે કામ કરે છે?
ન અકસ્માતો માટે જવાબદાર કોણ?, કેમ ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે?, 'કવચ' સિસ્ટમ શું છે?, કવચ ક્યારે કામ કરે છે?

Train Accident : ઓડિશા (odisha) ના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. કોરોમંડલ એક્સપ્રેસ (Coromandel Express) (12841), સર એમ. વિશ્વેશ્વરાય – હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ (12864) અને માલસામાન ટ્રેન વચ્ચેના અકસ્માતમાં મોતનો આંકડો આ સ્ટોરી લખાય છે ત્યાં સુધીમાં 261 પહોંચી ગયો છે, જ્યારે લગભગ 900થી વધુ લોકો ઘાયલ થયા છે. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે કે કઈ ટ્રેન દુર્ઘટનાનો પ્રથમ ભોગ બની હતી.

કેવી રીતે થયો ટ્રેન અકસ્માત?

ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, શાલી મારથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહેલી હાવડા એક્સપ્રેસ ટ્રેન (12864) સાથે અથડાઈ. બોગી નંબર B2 થી B9, A1 થી A2, B1 અને કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન અકસ્માતનો ભોગ બન્યું હતું. અથડામણને કારણે હાવડા એક્સપ્રેસની જનરલ બોગી નંબર 1 અને 2 પાછળની બાજુથી પાટા પરથી ઉતરી ગઈ હતી. તેની પાછળથી આવતી માલસામાન ટ્રેન પણ કોરોમંડલ ટ્રેનના કોચ સાથે અથડાઈ હતી.

ટ્રેન કેવી રીતે પાટા પરથી ઉતરે છે?

ટ્રેન પાટા પરથી ઉતરી જવાના ઘણા કારણો છે. તૂટેલા પાટા અને સ્વિચમાં ગડબડીના કારણે હંમેશા ટ્રેનો ઘણીવાર પાટા પરથી ઉતરી જાય છે. આ ખામીઓ જાળવણીનો બેદરકારી, અથવા હવામાન અથવા અન્ય કારણોસર પણ પરિણમે છે.

ઘણા અહેવાલોમાં એવું બહાર આવ્યું છે કે, ભારતીય રેલ્વેના ટ્રેકની હાલત બહુ સારી નથી. આવી સ્થિતિમાં હાઈ સ્પીડ ટ્રેનના પૈડાં અને ટ્રેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધી રહેલા દબાણને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી જવાનો ખતરો વધી જાય છે.

ટ્રેન પાટા પરથી ઉતરી જવા પાછળ કેટલીકવાર માનવીય ભૂલો પણ જવાબદાર છે. ટ્રેન ઓપરેટરો, સિગ્નલ મેઈન્ટેનર્સ, ડ્રાઈવરો અથવા મેન્ટેનન્સ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ભૂલોને કારણે પણ ટ્રેન પાટા પરથી ઉતરી શકે છે. આમાં અયોગ્ય સ્વિચિંગ, સલામતી પ્રોટોકોલનું પાલન ન કરવું અથવા ટ્રેક અને સાધનોના નિરીક્ષણ અને જાળવણીમાં બેદરકારીનો સમાવેશ થાય છે.

મશીન ફેલ થવાના કારણે પણ આવી ઘટનાઓ બને છે. વ્હીલ એક્સલ, બેરિંગ્સ અથવા બ્રેકિંગ સિસ્ટમ જેવા ટ્રેનના ખર્બા સ્પેરપાર્ટ્સ પણ કોચને પાટા પરથી ઉતરી જવાના જોખમમાં વધારો કરે છે. પાટા પરની કોઈ વસ્તુઓ, જેમ કે કાટમાળ જેવું (પથ્થર વગેરે), પડી ગયેલા વૃક્ષો અથવા વાહનો, ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ બની શકે છે. રેલ્વે નિયમિત નિરીક્ષણ, જાળવણી અને સલામતી પ્રોટોકોલનું પાલન કરીને સલામતી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરતી હોય છે.

શા માટે કવચ સિસ્ટમે કામ ન કર્યું?

કવચ સિસ્ટમ વિશે એવો દાવો કરવામાં આવે છે કે, તે ટ્રેન અકસ્માતોને રોકવામાં અસરકારક છે. કવચ અંગે, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે અગાઉ કહ્યું હતું કે, “અમે અમારી પોતાની કવચની સિસ્ટમ બનાવી રહ્યા છીએ. આ કવચ સિસ્ટમ યુરોપની સિસ્ટમ કરતાં પણ શ્રેષ્ઠ છે. અમે ટેસ્ટ પણ કર્યો. આ ટેસ્ટમાં હું પણ ટ્રેનમાં સવાર હતો. એક જ ટ્રેક પર બે બાજુથી ટ્રેનો વધુ ઝડપે આવી રહી હતી. આર્મ સિસ્ટમ આપમેળે 400 મીટરના અંતરે ટ્રેનોને રોકી દે છે. હું એક એન્જિનિયર હતો, તેથી મેં જાતે જ આ ટ્રેનોમાં બેસવાનું જોખમ લીધું અને તેનું પરીક્ષણ કર્યું. મને ખુબ વિશ્વાસ હતો.”

હવે સવાલ એ છે કે, આવી કવચ સિસ્ટમ ઓડિશાની ઘટનાને કેમ રોકી શકી નથી? આ સવાલનો જવાબ રેલવે પ્રવક્તા અમિતાભ શર્માએ આપ્યો છે. તેમણે તેમને કહ્યું છે કે, “કવચ સિસ્ટમ રૂટના આધારે હોય છે. કવચ સિસ્ટમ હાલમાં માત્ર દિલ્હી-હાવડા અને દિલ્હી-બોમ્બે રૂટ પર જ લગાવવામાં આવી રહી છે. તે પ્રક્રિયામાં છે. જ્યાં અકસ્માત થયો તે રૂટ પર કવચ સિસ્ટમની હજુ વ્યવસ્થા શરૂ કરવામાં આવી ન હતી.

કવચ એક ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જે ટ્રેન અકસ્માતોને રોકવામાં મદદ કરે છે. વર્ષ 2022ના કેન્દ્રીય બજેટમાં કવચ સિસ્ટમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ યોજના એવી હતી કે, વર્ષ 2022-23 સુધીમાં 2000 કિલોમીટર રેલ નેટવર્કને કવચ સિસ્ટમ હેઠળ લાવવાની હતું. પ્રથમ કવચ સિસ્ટમનું નામ ટ્રેન કોલિઝન બચાવ પ્રણાલી હતુ. આની પર 2012થી કામ ચાલી રહ્યું હતુ. હવે ચેનું નામ બદલીને કવચ કરી દેવામાં આવ્યું છે.

કવચ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

કવચ એ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ઉપકરણોનો સમૂહ છે. તે લોકોમોટિવ્સ અને સિગ્નલિંગ સિસ્ટમ્સ તેમજ ટ્રેક્સમાં ઇન્સ્ટોલ કરેલું હોય છે. કવચ સિસ્ટમ પ્રોગ્રામ કરેલા ધોરણે કામ કરે છે. કવચ સિસ્ટમ ટ્રેનની બ્રેકને નિયંત્રિત કરવા માટે અલ્ટ્રા હાઈ રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે. લોકો પાયલોટને પણ એલર્ટ કરે છે. એવો દાવો કરવામાં આવે છે કે, જો એક જ ટ્રેક પર બે ટ્રેન આવી જાય છે, તો કવચ સિસ્ટમ બંને ટ્રેનોને રોકી દેશે. જો લોકો પાયલોટ દ્વારા સિગ્નલ જમ્પ કરવામાં આવે તો પણ કવચ સિસ્ટમ એલર્ટ કરે છે.

ટ્રેન અકસ્માતો માટે જવાબદાર કોણ?

પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “ભયાનક ટ્રેન દુર્ઘટના પછી રૂટીન તપાસનો આદેશ આપવામાં આવે છે અને તપાસ પંચ કેટલાક મહિનાઓ પછી તેનો રિપોર્ટ સબમિટ કરે છે. ત્યાં સુધીમાં તો પ્રજા અકસ્માતને ભૂલી જાય છે. અને તેના જેવી બીજી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના ન થાય ત્યાં સુધી તે ભૂલી જ જાય છે. પછી મૃતકોના આંકડાની તુલના કરવામાં આવે છે અને કહેવાય છે કે, કયો અકસ્માત મોટો હતો, પછી ફરી અન્ય તપાસ પંચનો આદેશ આપવામાં આવે છે. અને તેથી અકસ્માતોનું ચક્ર અને તપાસના નિયમિત કમિશન ચાલુ રહે છે.”

વર્ષ 2016માં પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’માં એક લેખ લખીને જણાવ્યું હતું કે, આવા અકસ્માતો માટે કોણ જવાબદાર છે. તેઓ લખે છે, “જો આપણે ટ્રેન અકસ્માતોનું વિશ્લેષણ કરીએ તો મોટાભાગે ગરીબ લોકો મૃત્યુ પામે છે. આવા મોટા ભાગના અકસ્માતો રાજધાની, શતાબ્દીથી વિપરીત નોન-વીઆઈપી ક્લાસ ટ્રેનોમાં વધુ થાય છે. શું આનો અર્થ એ છે કે, રાજધાની અને શતાબ્દી એકદમ સુરક્ષિત છે? જવાબ છે ના. કારણ કે ટ્રેક અને સિગ્નલિંગ સિસ્ટમ સમાન છે, આ બંનેમાં જે અલગ છે તે, રોલિંગ સ્ટોકની ગુણવત્તામાં છે, એટલે કે લોકોમોટિવ્સ, એલએચબી કોચ અને આવી ટ્રેનો પસાર થતાં પહેલાં ટ્રેકનું વધુ સારું નિરીક્ષણ થાય છે.

પૂર્વ રેલ્વે મંત્રી એક કિસ્સો કહે છે, “10 જુલાઈના રોજ કાનપુર નજીક ફતેફુર માલવામાં એક ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી. મે 12 જુલાઈ 2011ના રોજ રેલવે મંત્રી તરીકે શપથ લીધા બાદ હું તરત જ રાષ્ટ્રપતિ ભવનથી સીધો અકસ્માત સ્થળ પર ગયો. મુસાફરો અને મૃત્યુ પામેલા લોકોના સ્વજનોની પીડા અને વ્યથા આજે પણ મને સતાવે છે. મેં નક્કી કર્યું છે કે, રેલ્વે મંત્રી તરીકે મારી પ્રાથમિકતા ટ્રેનની મુસાફરીને સુરક્ષિત બનાવવાની રહેશે.

હવે પ્રશ્ન એ છે કે, ભારતીય રેલ્વેમાં હકીકતમાં સમસ્યા શું છે? અકસ્માતો માટે કોણ જવાબદાર? શું આપણી બિનકાર્યક્ષમ રેલ્વે વ્યવસ્થા માટે બ્રિટિશ સરકાર જવાબદાર છે? તો જરા પણ નહી, કારણ કે આપણને એક કાર્યક્ષમ રેલવે સિસ્ટમ વારસામાં મળી હતી. તો શું આમાં ગેંગમેનનો વાંક છે? બિલકુલ નહીં, કારણ કે તે રેલની ગુણવત્તા જાણી શકે તે માટે લાયક નથી. હું તે બધાને દોષી ઠેરવીશ કે જેમણે ભારતીય રેલવેને સંપત્તિને બદલે રાજકીય સાધન તરીકે માની લીધી છે.

આ પણ વાંચોCoromandel Express Accident Live : ‘મેં જોયું કે કોઈનું માથું,કોઈનો પગ, કોઈનો હાથ ન્હોતો… મારી સીટ નીચે બે વર્ષનું બાળક..’ ઘટનાના સાક્ષીએ જણાવી દર્દનાક ઘટનાની કહાની

જાપાનની ટ્રેન સિસ્ટમનું ઉદાહરણ આપતા ત્રિવેદી લખે છે, “ભારતીય રેલ્વે, સેના પછી સૌથી પ્રતિભાશાળી લોકો દ્વારા સંચાલિત, હજુ પણ વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક છે. પરંતુ આ સંગઠનની ક્ષમતાની સમજણના અભાવને કારણે એક પછી એક અનેક સરકારો દ્વારા તેને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ભારતીય રેલ્વેને જાપાની રેલ સિસ્ટમ જેવી બનાવવાની આવશ્યકતા છે. જાપાનની સુપર ફાસ્ટ ટ્રેન શિંકનસેન 1964થી અકસ્માતનો ભોગ બની નથી. આ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈનું મૃત્યુ પણ થયું નથી. ભારતીય રેલ્વે પણ આના માટે સક્ષમ છે, જો સરકાર તરફથી તેને જરૂરી સંસાધનો મળે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ