/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/earthquake.jpg)
ભૂકંપના સમાચાર (પ્રતિકાત્મક તસવીર)
Delhi-NCR Earthquake : મંગળવારે બપોરે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2.50 વાગ્યે અચાનક ધરતી ધ્રુજવા લાગી હતી. આ પછી થોડી સેકંડ સુધી સતત કંપન ચાલુ રહ્યું હતું. આ સમય દરમિયાન લોકો ઘરની બહાર આવીને સુરક્ષિત જગ્યાએ જતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પણ લોકો સુરક્ષિત સ્થળોએ દોડતા જોવા મળ્યા હતા.
મેટ્રોલોજીના મતે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 આંકવામાં આવી છે. એક પછી એક બે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી હતી. પહેલો આંચકો બપોરે 2.25 વાગ્યે આવ્યો હતો જ્યારે બીજો ઝટકો લગભગ 2.50 મિનિટે આવ્યો હતો. પહેલો આંચકો બીજા આંચકા કરતાં થોડી ઓછી તીવ્રતાનો હતો. પ્રથમ આંચકાની તીવ્રતા 4.6 હતી. જ્યારે આંચકાની તીવ્રતા 6.2 રહી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાંડામાં બતાવવામાં આવી રહ્યું છે.
Earthquake of Magnitude:6.2, Occurred on 03-10-2023, 14:51:04 IST, Lat: 29.39 & Long: 81.23, Depth: 5 Km ,Location:Nepal for more information Download the BhooKamp App https://t.co/rBpZF2ctJG@ndmaindia@KirenRijiju@Indiametdept@Dr_Mishra1966@Ravi_MoESpic.twitter.com/tOduckF0B9
— National Center for Seismology (@NCS_Earthquake) October 3, 2023
એએનઆઈના સમાચાર મુજબ નેપાળમાં આવેલા ભૂકંપના કારણે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. બપોરે 2.25 વાગ્યે નેપાળમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર ઝટકા જોવા મળ્યા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે ઘરોમાં લોકોએ વસ્તુઓને હલતી જોઇ હતી. તે પછી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ડચ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો આવો છે દાવો
થોડા દિવસો પહેલા મંગળવારે એક ડચ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને પાકિસ્તાનના લોકોને ચોંકાવી દીધા હતા. તેમનો દાવો છે કે પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપ આવી શકે છે. તેમનો આ દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ પાકિસ્તાન સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભૂકંપને આ રીતે પરખી શકાય નહીં. પરંતુ ડચ સંસ્થાના ખુલાસા બાદ ઇરાનમાં પણ ખળભળાટ મચી ગયો હતો.
#WATCH | Uttar Pradesh | People rushed out of their buildings in Lucknow as strong tremors were felt in different parts of north India.
As per National Centre for Seismology, an earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Nepal at 2:51 pm today. pic.twitter.com/CDTEtKVhJy— ANI (@ANI) October 3, 2023
સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વે નામની સંસ્થાનું કહેવું છે કે 30 સપ્ટેમ્બરે તેમણે નોંધ્યું હતું કે પૃથ્વી પર હલચલ વધી રહી છે. આ ખતરનાક અને જોરદાર ભૂકંપના સંકેત છે. સંગઠને એમ પણ કહ્યું કે ભૂકંપ ક્યારે અને કેટલી તીવ્રતા આવશે તે અમે કહી શકીએ નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us