Jagdeep Dhankar Mimicry Controversy : ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરવા બદલ વિવાદના કેન્દ્રમાં છે. હવે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે એક વાર નહીં પણ હજાર વાર મિમિક્રી કરશે. જો જરૂર પડશે તો તે ફરીથી કરશે. તેમના તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે તેઓ લોકશાહીની રક્ષા માટે બધું જ કરવાના છે.
કલ્યાણ બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું કે એક વાર નહીં પરંતુ હજાર વખત હું મિમિક્રી કરીશ. જો જરૂર પડશે તો હું તેમ કરવાનું ચાલુ રાખીશ. તમે મને જેલમાં નાખી શકો છો, તમે મને મારી શકો છો, પરંતુ આ લડાઈ હવે અટકવાની નથી. કલ્યાણ બેનર્જીએ આ બધું શ્રીરામપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે લોકો કલાને સમજે છે તેઓ જાણે છે કે મજાક શું છે. વિપક્ષી નેતાઓ પાસે આ સમજવાની ક્ષમતા નથી.
ટીએમસી નેતાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે તેઓ રાજ્યસભાના સાંસદ નથી તેવામાં તેમને કેવી રીતે ખબર પડે કે અધ્યક્ષ શું કરે છે. તેમના મતે વિરોધ કરવાની અલગ અલગ રીતો હોય છે. તેમ જોક્સ કહેવાથી માંડીને ગીતો ગાવા સુધી.
આ પણ વાંચો – ઇન્ડિયા ગઠબંધન માટે મહારાષ્ટ્રની સ્થિતિ કેમ આસાન નથી? સીટ વહેંચણી છે મોટો પડકાર
આ વિવાદની વાત કરીએ તો થોડા દિવસ પહેલા જ્યારે લોકસભા અને રાજ્યસભામાંથી અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે કલ્યાણ બેનર્જીએ વિરોધ કરવા માટે મિમિક્રીનો સહારો લીધો હતો. તેઓ લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરતા રહ્યા અને મોટી વાત એ હતી કે રાહુલ ગાંધી પોતાના ફોનથી તેનું શૂટિંગ કરતા રહ્યા હતા. હાલ તો ભાજપે તેને મોટો મુદ્દો બનાવી દીધો છે, તેને જાટ સમુદાયના અપમાન સાથે પણ જોડવામાં આવ્યો છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે આ હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યા છે અને અન્ય એક સાંસદ આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા છે. રાજ્યસભાના સભાપતિએ કહ્યું હતું કે ગિરાવટની કોઇ હદ નથી. મેં ટીવી પર એક વીડિયો જોયો, જેમાં એક મોટા નેતાનો વીડિયો બનાવી રહ્યા હતા, જ્યારે બીજા સાંસદ નકલ કરી રહ્યા હતા. તેમને સદબુદ્ધિ આપે. કેટલીક જગ્યાઓ તો છોડી દો.
આ ઘટના પર સભાપતિ જગદીપ ધનખડેએ કહ્યું કે આ માત્ર એક ખેડૂત અને સમુદાયનું અપમાન નથી, આ રાજ્યસભાના અધ્યક્ષના પદનું અપમાન છે અને તે પણ એક રાજકીય પક્ષના સભ્ય દ્વારા જેણે આટલા લાંબા સમયથી શાસન કર્યું છે. સંસદના એક વરિષ્ઠ સભ્ય અન્ય સભ્યની વીડિયોગ્રાફી કરી રહ્યા છે. શાના માટે? હું તમને જણાવી દઉં કે મને ખૂબ જ દુ:ખ થયું છે. ઈન્સ્ટાગ્રામ પર શ્રીમાન ચિદમ્બરમજી, તમારી પાર્ટીએ એક વીડિયો મુક્યો હતો, જે બાદમાં હટાવી લેવામાં આવ્યો હતો, તે શરમજનક છે. તમે (કોંગ્રેસ) પાર્ટીના સત્તાવાર પ્રવક્તાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ મારું અપમાન કરવા, ખેડૂત તરીકેની મારી પૃષ્ઠભૂમિનું અપમાન કરવા, જાટ તરીકેના મારા હોદ્દાનું અપમાન કરવા, અધ્યક્ષ તરીકેના મારા હોદ્દાનું અપમાન કરવા માટે કર્યો હતો. આ મુદ્દો ખૂબ જ ગંભીર છે, કૃપા કરીને તમારી સીટ પર જાઓ