લિઝ મૈથ્યુ : 60 સભ્યોની ત્રિપુરા વિધાનસભામાં ટિપરા મોથાના 13 ધારાસભ્યોનું સમર્થન સુનિશ્ચિત કરવા માટે બીજેપી નેતૃત્વ દ્વારા યોજાયેલી સફળ વાતચીત બંને પક્ષો માટે જીત છે. ભાજપ રાજ્યમાં પાતળી બહુમતી ધરાવે છે. તેને બહુમતી કરતા 2 સીટો વધુ છે. તેના સહયોગી IPFTના એક ધારાસભ્ય સાથે આ સંખ્યા 33 થાય છે. જોકે પક્ષને આ સંખ્યા સંવેદનશીલ બનાવે છે.
ટિપરા મોથા અને તેના નેતા પ્રદ્યોત માણિક્ય દેબબર્મા માટે, ભાજપ સાથે એ સુનિશ્ચિત કરવાની એક રીત છે કે તેમના 13 ધારાસભ્યો એક સાથે રહે. મોથા હવે ત્રિપુરામાં બીજી સૌથી મોટી પાર્ટી છે.
વધારે સ્વાયત્તતા માટે આદિવાસીઓની આકાંક્ષાઓ પર સવાર થઈને જીતનાર પાર્ટી પણ જાણે છે કે આ દિશામાં પ્રગતિ કરવાની એકમાત્ર તક સરકારમાં ભાગીદારી છે. માણિક સાહાની આગેવાની હેઠળની ભાજપ સરકારના શપથગ્રહણ પછી તરત જ યોજાયેલી વાતચીત પછી દેબબર્માએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો, જેઓ વાતચીતનો ભાગ હતા. પ્રદ્યોત દેબબર્માએ ટ્વિટ કર્યું હતું કે ગૃહમંત્રીએ ત્રિપુરાના મૂળ નિવાસીઓ માટે એક સંવૈધાનિક સમાધાનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયામાં વાતચીત માટે કોઇની નિમણૂક કરાશે અને આ એક સમય મર્યાદામાં થશે. આજે પોતાના અસ્તિત્વ અને અસ્તિત્વની રક્ષા માટે એક વિશાળ સંવાદ શરૂ કર્યો છે.
અમિત શાહ સિવાય ભાજપ પક્ષનું પ્રતિનિધિત્વ પાર્ટીના પૂર્વોત્તરના ચહેરા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કર્યું હતું. જેમણે ત્રિપુરામાં સરકારની રચના અને ટિપરા મોથા સાથે વાતચીત બંનેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ગૃહમંત્રી સમસ્યાનું સમાધાન કરવા માંગે છે અને આદિવાસીઓ દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓને ઉચિત સમયની અંદર ઉકેલવા માંગે છે. આ પ્રક્રિયા ગઈકાલે શરૂ કરવામાં આવી હતી અને તેને તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવામાં આવશે.
આ પણ વાંચો – સચિન પાયલટના નજીકના વ્યક્તિએ રાહુલ ગાંધીને ગણાવ્યા હઠીલા, કહ્યું “બીજા દેશ જઇને…”
બીજેપીના મનમાં એ વાત પણ હતી કે તેમણે ટૂંક સમયમાં પ્રતિમા ભૌમિક દ્વારા જીતેલી સીટ પરથી ચૂંટણી લડવી પડી શકે છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી ભૌમિકને CPI(M)ના ગઢ એવા ધાનપુરથી ચૂંટણી લડવા માટે લાવવામાં આવ્યા હતા. જ્યાંથી ભૂતપૂર્વ સીએમ માણિક સાહા પાંચ વખત જીત્યા ચુક્યા છે. પ્રતિમાને સંભવિત સીએમ દાવેદાર તરીકે જોવામાં આવતા હતા, પરંતુ હવે જ્યારે સાહા સીએમ પદ પર પાછા ફર્યા છે ત્યારે ભૌમિક કેન્દ્રમાં પાછા ફરશે અને કેન્દ્રીય અધિકારિતા અને સામાજિક ન્યાય રાજ્ય મંત્રી તરીકે ચાલુ રહે તેવી શક્યતા છે.
કારણ કે ધાનપુર કોઈ પણ રીતે આસાન બેઠક ન હોવાથી ભાજપ ત્યાં કોઈપણ નુકસાન સામે બચવા માંગે છે, જે IPFT સાથે તેમની સીટોની સંખ્યા ઘટાડીને 32 થઇ જશે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણીમાં તણાવ છતા પાર્ટીને મોથામાં એક ઉત્સુક મિત્ર મળ્યો છે. દેવબર્મા ભાજપ સાથે સમજૂતી કરવા આતુર હતા. વાસ્તવમાં મતદાન થાય તે પહેલા જ એક પ્રકારની સમજણ હતી. ચૂંટણીઓ પછી તેઓ આદિવાસીઓને આપેલા વચનો પૂરા કરવા પર કામ કરી રહ્યા છે તે સંદેશ મોકલવા માટે વાતચીત શરૂ કરવા ઉત્સુક હતા.
સૂત્રોએ કહ્યું કે દેવબર્મા તેમના ધારાસભ્યોની વફાદારી વિશે પણ નર્વસ હતા. જેમાંથી કેટલાક ભાજપ અથવા આઈપીએફટીમાંથી ટિપરા મોથામાં ગયા હતા. એક બીજેપી નેતાએ કહ્યું કે પ્રદ્યોત માટે તેના ઘરને એકસાથે રાખવા માટે સંવાદ મોરચે કેટલીક હિલચાલ મહત્વપૂર્ણ હતી.
પક્ષના અન્ય નેતાઓએ દલીલ કરી હતી કે મોથા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ માટે ભાજપના ટોચના નેતૃત્વનું દબાણ ચૂંટણીલક્ષી વિચારણાઓથી આગળ હતું અને તે મોટા રાષ્ટ્રીય હેતુ દ્વારા પ્રેરિત હતું.
ઘટનાક્રમથી પરિચિત એક નેતાએ કહ્યું કે આ ચૂંટણીએ બંગાળી હિંદુઓ અને આદિવાસીઓ વચ્ચે ફોલ્ટલાઈન બનાવી છે. જો તમે પરિણામો પછી થયેલી અથડામણો પર નજર નાખો તો તેમાંથી મોટાભાગના આ બે સમુદાયો વચ્ચે હતા. ભાજપ અને સામ્યવાદીઓ વચ્ચે નહીં. ત્રિપુરા એક સંવેદનશીલ સરહદી રાજ્ય હોવાને કારણે કેન્દ્ર આ તિરાડને સુધારવા માટે ઉત્સુક છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ કારણે જ અમિત શાહ ખાસ ઇચ્છતા હતા કે મોથા નેતાઓ સાથેની તેમની બેઠક શપથગ્રહણ પછી થાય. જેથી વિપક્ષ તેને ફક્ત તેના રાજકીય અસ્તિત્વ માટેના હેતુ તરીકે દર્શાવી ન શકે. સૂત્રોએ કહ્યું કે મોથા સરકારમાં જોડાશે કે નહીં તે અંગે કોઈ વાતચીત થઈ નથી. પરંતુ તે ભાજપ સરકારને ટેકો આપશે કારણ કે તેમની માંગણીઓ પર વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.