ભાજપે ત્રિપુરા ચૂંટણી માટે ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું, બિપ્લબ દેબ બહાર, કેન્દ્રીય રાજ્યમંત્રી લડશે ચૂંટણી

tripura assembly election 2023 : ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 48 ઉમેદવારોનું લીસ્ટ (BJP candidates list) જાહેર કર્યું. જેમાં બિપ્લવ દેબ (Biplab Deb) નું નામ નહીં, તો કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક (pratima bhoumik) નું નામ આશ્ચર્યજનક રીતે સામેલ કરવામાં આવ્યું છે.

Written by Kiran Mehta
Updated : February 22, 2023 18:00 IST
ભાજપે ત્રિપુરા ચૂંટણી માટે ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું, બિપ્લબ દેબ બહાર, કેન્દ્રીય રાજ્યમંત્રી  લડશે ચૂંટણી

tripura assembly election 2023 : ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખના બે દિવસ પહેલા, ભાજપે શનિવારે 12 નામોને બાદ કરતા 48 ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું હતુ.

2018ની ચૂંટણીમાં, ભાજપે ટ્રાઇબલ ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT) પાર્ટી સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. શનિવારે ભાજપે કહ્યું હતું કે, અત્યારે IPFT સાથે કોઈ ગઠબંધન નથી, પરંતુ તમામ શક્યતાઓ ખુલ્લી છે.

ભાજપે 21 બેઠકો પર નવા ઉમેદવારો ઉતાર્યા છે અને લગભગ તમામ મંત્રીઓએ તેમની બેઠકો જાળવી રાખી છે. જેમાંથી ત્રણ મતવિસ્તારો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી તે IPFT દ્વારા છેલ્લે ચૂંટણી લડવામાં આવી હતી. 48 ઉમેદવારોના લીસ્ટમાં 11 મહિલા ઉમેદવારો છે.

જ્યારે ગયા વર્ષે મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામું આપનાર બિપ્લબ કુમાર દેબ યાદીમાંથી ગાયબ છે, ત્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિકનું નામ આશ્ચર્યજનક રીતે સામેલ કરવામાં આવ્યું છે. ભાજપની 48 બેઠકોની યાદીમાં બે મુસ્લિમ ઉમેદવારોના નામ પણ છે.

પોતાની સીટીંગ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરનાર ઉમેદવારોમાં ટાઉન બારડોવલીમાંથી સીએમ માણિક સાહાનો સમાવેશ થાય છે, જે તેમણે ગયા વર્ષે તેમની પ્રથમ ચૂંટણીમાં પેટાચૂંટણીમાં જીતી હતી; અને ડેપ્યુટી સીએમ જિષ્ણુ દેવવર્મા ચારિલમ એસટી આરક્ષિત સીટ પરથી.

બીજેપીના પ્રદેશ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્ય બનમાલીપુરથી ચૂંટણી લડશે, જે ગત વખતે પૂર્વ સીએમ દેબે જીત્યા હતા. દેબ રાજ્યસભાની ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા પછી આ બેઠક ખાલી પડી હતી.

કેન્દ્રીય રાજ્ય મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રતિમા ભૌમિકને ધાનપુરથી ટિકિટ મળી છે, જ્યાંથી તેઓ ભૂતકાળમાં CPI(M) ના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માણિક સરકાર સામે અસફળ ચૂંટણી લડ્યા હતા.

શુક્રવારે જ CPI(M) છોડીને BJPમાં જોડાઈ ગયેલા મોબેશ્વર અલીને કૈલાશહરથી ટિકિટ આપવામાં આવી છે, જે તેમણે 2018માં જીતી હતી. મતવિસ્તારમાંથી અગાઉના વિજેતા

બોક્સાનગરથી તફઝલ હુસૈન બીજેપી દ્વારા ઉભા કરાયેલા અન્ય મુસ્લિમ ઉમેદવાર છે.

એક રસપ્રદ બાદબાકી મંત્રી રામ પ્રસાદ પોલની હતી. દેબને મુખ્યમંત્રી પદેથી હટાવ્યાના તૂરંત બાદ અને ગયા વર્ષે સાહાને તેમના સ્થાને ચૂંટાયા પછી તરત જ, પોલ કેન્દ્રીય ભાજપના નેતાઓ સાથે હિંસામાં સામેલ હોવાનું કહેવાય છે. જો કે, આરએસએસ સાથે પોલની નિકટતાને જોતા, તે હજુ પણ સૂર્યમણિનગરના ઉમેદવાર તરીકે વાપસી કરી શકે છે.

ત્રિપુરા બીજેપીના પ્રવક્તા નબેન્દુ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, તેમના તમામ ઉમેદવારો તેમના વિસ્તારોમાં જાણીતા નામ હતા, અને પાર્ટીને જીતનો વિશ્વાસ હતો કારણ કે “વિચારધારા, રાજ્ય અને કેન્દ્ર સરકારોની ભૂમિકા અને વિકાસ એ ચૂંટણીમાં મુખ્ય મુદ્દા હતા”.

ગઠબંધન અંગે, ભટ્ટાચાર્યએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, અત્યાર સુધીમાં, આઈપીએફટી સહિત કોઈ પણ કાર્ડ પર નથી. જો કે, તેમણે ઉમેર્યું: “રાજકારણમાં કંઈપણ થઈ શકે છે.”

પૂછવામાં આવ્યું કે, શું IPFT સાથે વાટાઘાટો ચાલી રહી છે, જેણે તાજેતરમાં TIPRA Motha આદિવાસી પક્ષ સાથે મર્જર વાટાઘાટો શરૂ કરી છે, ભટ્ટાચાર્યએ કહ્યું: “IPFT હજુ પણ અમારી સાથે છે. પછીથી, અમે વિચારીશું કે, તેઓ અમારી સાથે હશે કે નહીં, પરંતુ અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમારી તરફથી તમામ 60 બેઠકો પર ચૂંટણી લડવા.

ચૂંટણી લડવાની અટકળોની વિરુદ્ધ પૂર્વ સીએમ દેબને ટિકિટ ન મળવા પર, પ્રવક્તાએ કહ્યું: “બિપ્લબ કુમાર દેબ રાજ્યસભાના સાંસદ છે. તે ચૂંટણી કેવી રીતે લડી શકે? તેઓ રાજ્યસભામાં રાજ્યના તમામ 60 મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રાજ્યની રાજનીતિનો ખૂબ જ ભાગ છે.

તો સાંસદ હોવા છતાં ભૌમિકને શા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા તે અંગે પૂછવામાં આવતાં ભટ્ટાચાર્યએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

જ્યારે પૂછવામાં આવ્યું કે, શું સાહા ચૂંટણીમાં પાર્ટીનો મુખ્ય પ્રધાનપદનો ચહેરો હશે અને જો ભાજપ જીતશે તો પદ જાળવી રાખશે, તો તેમણે કહ્યું: “ડૉ. માણિક સાહા પાર્ટીનો વર્તમાન ચહેરો છે, તેઓ સરકારનું નેતૃત્વ કરશે. બદલવાનો કોઈ અર્થ નથી. જો કે, એ પણ હકીકત છે કે, વ્યક્તિ મુખ્ય વસ્તુ નથી, તેના બદલે પક્ષ અને વિચારધારા મુખ્ય મુદ્દા છે.

રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જેના પરિણામો 2 માર્ચે જાહેર કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ