scorecardresearch

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023: CPMએ જાહેર કરી ઉમેદવારોની યાદી, પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકારને ના મળી ટિકિટ

Tripura Assembly Election 2023: ત્રિપુરાની 60 વિધાનસભા સીટો માટે ચૂંટણી 16 ફેબ્રુઆરીએ થશે, ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 30 જાન્યુઆરી છે

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023: CPMએ જાહેર કરી ઉમેદવારોની યાદી, પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકારને ના મળી ટિકિટ
પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ધારાસભ્ય માણિક સરકારને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી (File)

Tripura Assembly Election 2023: ત્રિપુરા વિધાનસભા ચૂંટણી- 2023 માટે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)અને વામ માર્ચાએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. માકપાએ કોંગ્રેસને 13 સીટો આપી છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ધારાસભ્ય માણિક સરકારને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. ત્રિપુરાની 60 વિધાનસભા સીટો માટે ચૂંટણી 16 ફેબ્રુઆરીએ થશે. ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 30 જાન્યુઆરી છે.

માકપા તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોંગ્રેસ સાથે સીટની વહેંચણી પર વાતચીત પછી લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં માકપાને 43 સીટો, કોંગ્રેસને 13 સીટો, સીપીઆઈને એક સીટ આપી છે. આ સિવાય આરએસપી, એફબી અને અન્ય એક પાર્ટીને એક-એક સીટ આપી છે.

ત્રિપુરામાં 1100 મતદાન કેન્દ્ર સંવેદનશીલ

ત્રિપુરામાં કુલ 3328 મતદાન કેન્દ્રોમાંથી 1100ને સંવેદનશીલની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. એક વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. ચૂંટણી અધિકારીએ કહ્યું કે 28 મતદાન કેન્દ્રોની ઓળખ સુરક્ષાની દ્રષ્ટીથી મહત્વપૂર્ણ રુપમાં કરવામાં આવી છે. જ્યાં ગત ચૂંટણી દરમિયાન એક ઉમેદવારને 70 ટકાથી વધારે વોટ મળ્યા હતા.

આ પણ વાંચો – વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી કોણ હશે? બીજેપીના આ નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2018 (Tripura Assembly Election 2018)

2018ની ચૂંટણીમાં ત્રિપુરામાં ભાજપે ડાબેરીઓના લાંબા સમયથી ચાલી રહેલા શાસનને ખતમ કરીને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી. ભાજપને 60માંથી 36 સીટો પર જીત મળી હતી. સીપીઆઈ-એમ ને ફક્ત 16 સીટો મળી હતી. IPFTને 8 સીટો મળી હતી.

Web Title: Tripura assembly elections 2023 left front declares 46 candidates

Best of Express