/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Muslim-Family-Maa-Kali-Puja-tripura-.jpg)
મા કાલીની પૂજા કરનાર મુસ્લિમ પરિવાર (Photo - Social Media)
Muslim Family Doing Maa Kali Puja At Diwali In Tripura : ત્રિપુરામાં એક મુસ્લિમ એક પરિવાર છેલ્લા 10 વર્ષથી દિવાળીના તહેવારમાં માતા કાલીની પૂજા કરે છે. આ વખતે પૂજા દરમિયાન આ પરિવારે પૂજામાં આવનાર 1500 થી વધુ લોકોને ભોજન જમાડ્યું હતુ. આ પૂજા કરાવનાર વ્યક્તિનું નામ કાશેમ છે. કાશેમના પિતા મોહમ્મદ મોહન મિયાંનું કહેવું છે કે તેમણે પૂજા કરાવવા માટે કોઈ પૂજારીને સામેલ કર્યા નથી. પોતાના પરિવાર સાથે મળીને તેમણે જાતે દેવી માતાની પૂજા કરી હતી.
ધાર્મિક તફાવત અને ઇસ્લામમાં આસ્થા હોવા છતાં કાશેમ મિયાં છેલ્લા 10 વર્ષથી દિવાળી પર મહાકાળી માતાની પૂજા કરે છે. તેઓ ત્રિપુરાના અગરતલાના આમતલી વિસ્તારમાં રહે છે. તેમણે દિવાળીના શુભ અવસર પર રવિવારે રાત્રે પોતાના ઘરે માતા કાલીની પૂજાનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં, કાશેમે પૂજામાં આવનારા 1500 લોકોને ભોજન પણ જણાડ્યું હતું.
કાશેમના પિતા મોહમ્મદ મોહન મિયાંએ કહ્યું, "અમારા ઘરમાં માતા કાલી પૂજાનું આ 10મું વર્ષ હતું. અમે 2014થી આ પૂજા કરીએ છીએ. જ્યારથી મારા પુત્ર કાશેમને સપનામાં દિવાળી પર માતા કાલીની પૂજા કરવાનો આદેશ મળ્યો હતો." અમે શરૂઆતમાં કાશેમની વાત માનતા ન હતા. આખરે અમારે હિંદુ દેવીની પૂજા કરવી પડી હતી કારણ કે કાશેમ માનસિક રીતે કમજોર બની ગયો હતો. તેનાથી તેના સ્વાસ્થ્ય પર અસર થવા લાગી હતી."
કાશેમ બાકીનો દિવસોમાં અનુસરે છે ઇસ્લામ ધર્મ
અહેવાલો અનુસાર, કાશેમ વર્ષમાં એકવાર માતા કાલીની પૂજા કરે છે. ઉપરાંત વર્ષના બાકીના દિવસોમાં તે તેના પરિવાર સાથે ઇસ્લામનું પાલન કરે છે. મોહન મિયાંએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી અન્ય મુસ્લિમોની જેમ દિવસમાં પાંચ વખત નમાજ પઢે છે અને અન્ય તમામ નિયમોનું પાલન કરે છે.
પાડોશી સુકુમાર રૂદ્રપાલનું કહેવું છે કે મુસ્લિમ હોવાને કારણે કાશેમને કાલી પૂજાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સમુદાયના સભ્યોએ તેના મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેને સમાજથી અલગ કરી દીધા છે. ઘણા ઇસ્લામિક જૂથો તરફથી પણ પરિવારને સતત ધમકીઓ મળી રહી છે.
આ પણ વાંચો | સર્કસનો સિંહ પાંજરામાંથી છટકી ગયો, લોકોમાં ડર ફેલાયો, આવી રીતે ફેલાયો; જુઓ વાયરલ વીડિયો
જે દિવસથી તેમણે મા કાલીનું પૂજન કર્યું ત્યારથી સમાજના લોકોએ તેની સાથે સંબંધ તોડી નાખ્યા છે. દર વર્ષે કાશેમને મુસ્લિમ નેતાઓ તરફથી પૂજા ન કરવાનો આદેશ મળે છે પરંતુ દર વખતે તેઓ તેનો ઇનકાર કરે છે. આ પરિવાર દર વર્ષે માતા કાલીનું પૂજન કરે છે. હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના લોકોએ તેનો સ્વીકાર કર્યો ન હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us