/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/west-bengal-goods-train-accident-30.jpg)
ત્રિપુરામાં ઉલ્ટા રથયાત્રામાં ગંભીર દુર્ઘટના સર્જાઇ
Tripura ulta rath yarta accident : ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં હાઈ-ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યા બાદ રથમાં આગ લાગવાથી છ લોકોના મોત થયા હતા અને અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ત્રિપુરામાં ભગવાન જગન્નાથની 'ઉલ્ટા રથયાત્રા' ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે લગભગ 4.30 વાગ્યે આ ઘટના બની હતી. આ તહેવાર દરમિયાન ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ રથયાત્રાના એક અઠવાડિયા પછી તેમના મુખ્ય મંદિરમાં પાછા ફરતા હોય છે.
VIDEO | Six dead, 15 injured as chariot comes in contact with high tension wires during Rath Yatra in Tripura. pic.twitter.com/1fOYYL2yO1
— Press Trust of India (@PTI_News) June 28, 2023
પોલીસે જણાવ્યું કે લોખંડનો બનેલો રથ હજારો લોકો ખેંચી રહ્યા હતા ત્યારે જ 133 KV ઓવરહેડ કેબલ અડી ગયો હતો. સહાયક મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) જ્યો તિશ્માન દાસ ચૌધરીએ પીટીઆઈને જણાવ્યું કે, આ રથયાત્રા દરમિયાન ગંભીર અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 15 અન્ય લોકો દાઝી ગયા છે. તેમણે કહ્યું કે ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત નાજુક હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી માણિક સાહાએ ઉલ્ટા રથયાત્રામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું, "કુમારઘાટ પર એક દુ:ખદ અકસ્માતમાં, 'ઉલ્ટા રથ' ખેંચતી વખતે વીજળીનો કરંટ લાગવાથી કેટલાય શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ઘાયલ થયા. આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના છે. હું ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થવાની પ્રાથના કરું છું. આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકાર તેમની પડખે છે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us