/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Truck-Drivers-Protest.jpg)
મોહાલીમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે ગાડીઓની લાઇનો લાગી હતી . (Express photo by Jasbir Malhi)
Hit and Run New Law : દેશભરમાં ટ્રક એસોસિએશનના વિરોધ વચ્ચે કેન્દ્રએ મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય ન્યાય સંહિતા (BNS)માં હિટ એન્ડ રનના કેસ અંગેના નવા કાયદા અને જોગવાઈઓ હજુ અમલમાં આવી નથી. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે. ગૃહ મંત્રાલયે મંગળવારે હડતાળના બીજા દિવસે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે તેઓએ ટ્રક ડ્રાઇવર્સની ચિંતાઓને ધ્યાનમાં લીધી છે અને આંદોલનકારીઓને પાછા ફરવા અપીલ કરી છે.
આ દરમિયાન અખિલ ભારતીય પરિવહન કોંગ્રેસ (એઆઇટીસી)ના પ્રતિનિધિઓ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને મળવા માટે દિલ્હીના ગૃહ મંત્રાલય પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને સરકારે કાયદાને લાગુ કરતા પહેલા વાતચીત કરવાની વાત કરી છે. ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) હેઠળ હિટ એન્ડ રન કેસમાં કડક જેલ અને દંડની જોગવાઈ છે. તેની સામે ટ્રક, બસ અને ટેન્કર ચાલકોએ ત્રણ દિવસની હડતાળ શરૂ કરી છે.
#WATCH | Union Home Secretary Ajay Bhalla says, " We had a discussion with All India Motor Transport Congress representatives, govt want to say that the new rule has not been implemented yet, we all want to say that before implementing Bharatiya Nyaya Sanhita 106/2, we will have… pic.twitter.com/14QXaVUg7t
— ANI (@ANI) January 2, 2024
કેન્દ્રીય ગૃહ સચિવને મળ્યા બાદ અખિલ ભારતીય મોટર પરિવહન કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદાને કહ્યું કે તમે માત્ર અમારા ડ્રાઇવર નથી, તમે અમારા સૈનિક છો. અમે નથી ઇચ્છતા કે તમે કોઈ અસુવિધાનો સામનો કરો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કાયદાને વાતચીત સુધી રોકી રાખ્યો છે અને હજુ સુધી 10 વર્ષની સજા અને દંડ હાલ લાગુ નહીં થાય. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની આગામી બેઠક સુધી કોઇ કાયદો લાવવામાં આવશે નહીં.
આ પણ વાંચો - હિટ એન્ડ રન કાયદો શું છે? આનો વિરોધ કેમ કરી રહ્યા છે ડ્રાઇવરો, જાણો શું છે
હડતાળના બીજા દિવસે પેટ્રોલ પંપની બહાર વાહનોની લાઈનો લાગી હતી કારણ કે દેશભરના શહેરોમાં ઇંધણ પુરવઠો પ્રભાવિત થયો હતો. ટ્રક, બસ અને ટેન્કર ડ્રાઇવરો દ્વારા હિટ-એન્ડ-રન કેસ માટે નવા શરૂ કરાયેલા ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કડક જેલ અને દંડના નિયમોના વિરોધમાં ત્રણ દિવસીય હડતાળ શરૂ કરવામાં આવી હતી.
#WATCH | Visuals from Navi Mumbai amid a nationwide truckers' strike against the stringent jail and fine regulations under the newly-launched Bharatiya Nyay Sanhita (BNS) for hit-and-run cases
Video by Narendra Vaskar
Read here: https://t.co/gVEjqyBZ5qpic.twitter.com/hak5otwGkp— The Indian Express (@IndianExpress) January 2, 2024
ઇંધણ-ટેન્કર ડ્રાઇવરો દ્વારા ચાલુ હડતાલને કારણે ચંદીગઢમાં પેટ્રોલ અને ડીઝલના ઓછા પુરવઠાને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટે સ્થાનિક સ્ટેશનો પર ઇંધણના વેચાણ પર તાત્કાલિક અસરથી અસ્થાયી પ્રતિબંધો લાદ્યા છે. ટુ-વ્હીલર્સ માત્ર 2 લીટર અને ફોર વ્હીલર્સ 5 લીટર ઇંધણ લઇ શકશે.
સોમવારથી પ્રદર્શનકારીઓએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને એમપી જેવા રાજ્યોમાં રસ્તાઓ અને હાઇવે બ્લોક કરી દીધા હતા. આંદોલનને કારણે ઇંધણ પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકાથી ચિંતિત સ્થાનિકો વિવિધ શહેરોમાં પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us