આજે 2 ઓક્ટોબરે દિલ્હીમાં જોવા મળશે બે મોટા વિરોધ પ્રદર્શન, ઓલ્ડ પેન્શનને લઇને ભેગા થયા સરકારી કર્મચારીઓ, ટીએમસી રાજઘાટ પર કરશે ધરણાં

Old Pension Scheme Rally : દેશભરના સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શનની માંગણીને લઇને રવિવારે રામલીલા મેદાનમાં એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન સોમવારે પણ ચાલુ રહેશે

Old Pension Scheme Rally : દેશભરના સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શનની માંગણીને લઇને રવિવારે રામલીલા મેદાનમાં એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન સોમવારે પણ ચાલુ રહેશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
protests in delhi | Old Pension Scheme rally

દેશભરના સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શનની માંગણીને લઇને રવિવારે રામલીલા મેદાનમાં એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું (Express Photo by Amit Mehra)

Protests In Delhi : 2 ઓક્ટોબરે ગાંધી જયંતી છે. ગાંધી જયંતિના દિવસે દિલ્હીમાં બે મોટા વિરોધ પ્રદર્શન થશે. દેશભરના સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શનની માંગણીને લઇને રવિવારે રામલીલા મેદાનમાં એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન સોમવારે પણ ચાલુ રહેશે. બીજી તરફ ટીએમસી કાર્યકર્તાઓ અને નેતાઓ પણ વિરોધ પ્રદર્શન માટે દિલ્હી પહોંચી ગયા છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર રાજ્યને તેમનો હક આપી રહી નથી.

Advertisment

ટીએમસી શા માટે કરી રહી છે વિરોધ?

ટીએમસીના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ રવિવારે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના લોકોના બાકી પૈસાની માંગને લઇને આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કેન્દ્ર સરકાર રકમ જારી નહીં કરે. મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ 100 દિવસના રોજગાર કાર્ડ ધારકો તેમની બાકી રકમની ચુકવણીની માંગણી કરી રહ્યા છે.

અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ડિસેમ્બર 2022માં લાભાર્થીઓની વેરિફાઇડ યાદી મોકલી હતી તેમ છતાં કેન્દ્રએ હજી સુધી ચુકવણી કરી નથી. અભિષેક બેનર્જીએ કહ્યું કે જો કોઈ 100 દિવસ રોજગાર અથવા આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર માટે દોષી સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ લાભાર્થીઓ માટે પૈસા કેમ રોકવામાં આવી રહ્યા છે?

આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીએ તેલંગાણાને આપી 13,500 કરોડ રૂપિયાની ભેટ

Advertisment

આ વિરોધ પ્રદર્શન પર ભાજપનું કહેવું છે કે ગેરરીતિના કારણે પેમેન્ટ અટકાવવામાં આવ્યું છે. અભિષેક બેનર્જીએ હાલમાં બાંકુરા જિલ્લામાં ત્રણ બાળકોના મોત બાદ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહની ધરપકડ કરવાની પણ માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે બાળકોના પરિવારને સરકારી આવાસ યોજના હેઠળ આર્થિક સહાય મળી નથી.

શું છે સરકારી કર્મચારીઓની માંગ?

જૂની પેન્શન યોજનાને પુન:સ્થાપિત કરવાની માંગ સાથે દેશભરના સરકારી કર્મચારીઓ રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ (એનએમઓપીએસ)ના નેતા વિજય કુમાર બંધુએ કહ્યું કે આ વિરોધ એટલા માટે થયો કારણ કે અમારી ટીમનું માનવું હતું કે જો કેન્દ્ર સરકાર તેને (ઓપીએસ) મંજૂરી આપે છે, તો તેની જવાબદારી રાજ્ય સરકાર પર નહીં હોય. એક નિવેદનમાં એનએમઓપીએસએ જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર જૂની પેન્શન યોજના (ઓપીએસ) ને પુન:સ્થાપિત નહીં કરે તો તેઓ આગામી લોકસભાની ચૂંટણી પહેલા તેને લાગુ કરવાની માંગ કરવા માટે "વોટ ફોર ઓપીએસ" નામનું અભિયાન શરૂ કરીશું.

દિલ્હી કેન્દ્ર સરકાર દેશ