Twin Blast in Jammu : જમ્મુ – કાશ્મીરના જમ્મુ શહેરના નરવાલ વિસ્તારમાં એક પછી એક બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં સાત લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. બ્લાસ્ટ બાદ તરત જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષાદળોના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા જવાનોએ આખા વિસ્તારને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે બોમ્બ બ્લાસ્ટ એક કારમાં થયો હતો. આ પછી બીજો બોમ્બ બ્લાસ્ટ થયો. નરવાલે વિસ્તારમાં થયેલા વિસ્ફોટ અંગે સ્થાનિક લોકોએ મીડિયાને જણાવ્યું કે આ બંને વિસ્ફોટ ટ્રાન્સપોર્ટ નગરના યાર્ડ નંબર 7 અને 9માં થયા હતા. પોલીસ અહીંથી વાહનો હટાવી રહી છે. મીડિયાને પણ ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું છે.
જમ્મુના નરવાલ વિસ્તારમાં આ બે વિસ્ફોટ ચિંતાજનક છે કારણ કે હાલમાં જમ્મુ ડિવિઝનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. ભારત જોડો યાત્રા 19મીએ જમ્મુ-કાશ્મીર પહોંચી છે. હાલમાં તે જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં છે. એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે એલજી તે જગ્યાએ આવ્યા હતા જ્યાં 5 દિવસ પહેલા બ્લાસ્ટ થયો હતો. તે ખૂબ શરમજનક છે.
પૂંચમાં પૂર્વ ધારાસભ્યના ઘર પર ફાયરિંગ
આ પહેલા આજે જમ્મુ ડિવિઝનના પુંછ જિલ્લાના સુરનકોટ તહસીલના રહેવાસી પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ અકરમના ઘરે ગોળીબાર થયાના સમાચાર હતા. પૂર્વ ધારાસભ્યના ઘર પર શંકાસ્પદો દ્વારા કરવામાં આવેલા ગોળીબારના નિશાન જોઈ શકાય છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ અકરમ હાલ જમ્મુમાં રહે છે. પુંછમાં તેના ઘર પર ફાયરિંગ કર્યા બાદ પોલીસ અને સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષા દળો તેમના નિવાસસ્થાને ગોળીબાર કરનારાઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.