/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Bihar-Gangrape.jpg)
બિહાર સામુહિક બળાત્કાર કેસ
Bihar Gang Rape Case : બિહારના પટનાથી શરમજનક સમાચાર સામે આવ્યા છે. અહીં હિન્દુની બાદર વિસ્તારમાં બે દલિત યુવતીઓનું અપહરણ કરીને સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ એક પીડિતાનું મોત થયું હતું, જ્યારે બીજી છોકરી પટનાની એઈમ્સ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. ઘટના અંગે પરિવારજનોએ જણાવ્યું કે, બંને યુવતીઓ સોમવારે ગાયના છાણા લેવા માટે સાથે ગઈ હતી, પરંતુ ઘરે પરત ન આવી. યુવતીઓના સંબંધીઓએ જણાવ્યું કે, વિસ્તારના લોકોને મંગળવારે એક સગીરાનો મૃતદેહ મળ્યો હતો. આ પછી તેમણે ફુલવારી શરીફ પોલીસ સ્ટેશને જાણ કરી.
એક છોકરી મૃત્યુ પામી, બીજી હોસ્પિટલમાં જીવન માટે લડી રહી
આ બાબતે સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર વિક્રમ સિહાગે જણાવ્યું હતું કે, "સોમવારે બે સગીરા ગુમ થઈ ગઈ હતી. મંગળવારે સવારે ફુલવારી શરીફ પોલીસ સ્ટેશનને ગુમ થયેલી છોકરીઓ વિશે માહિતી મળી હતી, જેમાંથી એકનું મોત થઈ ગયું હતું." ઘાયલ સગીરાને એમ્સમાં દાખલ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફોરેન્સિક નિષ્ણાતો મૃતક બાળકીના શરીરની તપાસ કરશે અને જ્યાંથી લાશ મળી હતી, ત્યાંથી મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરશે.
આરોપીઓ ઘટનાના ત્રીજા દિવસે પણ ફરાર
પરિવારના જણાવ્યા મુજબ આજે ઘટનાનો ત્રીજો દિવસ છે, છતાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. રોષે ભરાયેલા પરિવારજનોએ ફુલવારી શરીફમાં રસ્તો રોકીને હિંસક વિરોધ કર્યો હતો. તેમની માંગણી છે કે, આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. પરિવારજનોએ પોલીસ પર પણ આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો - સુચના શેઠ પુત્ર હત્યા કેસ : કેવી રીતે પોલીસને શંકા ગઈ? પોલીસે કર્યા અનેક ખુલાસા
રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો
રિપોર્ટ અનુસાર, જ્યારે પોલીસ વિરોધ કરી રહેલા પરિવારના સભ્યોને શાંત કરવા ગઈ ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ભાજપ પણ આ મુદ્દો ઉઠાવી રહી છે. પોલીસનું કહેવું છે કે, સ્થાનિક લોકોએ આ અંગે જાણ કરી હતી, એક છોકરી મૃત્યુ પામી હતી. જ્યારે અન્ય એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને છોડવામાં આવશે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us