ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહારાષ્ટ્રની 18 લોકસભા સીટો પર કોર્ડિનેટર નક્કી કરી આ બેઠકો પર દાવો કર્યો

Lok Sabha Elections 2024 : આ પરથી અંદાજો લગાવી શકાય છે કે શિવસેના (યુબીટી) આ 18 સીટો પર ચૂંટણી લડશે. આ સીટોમાં મુંબઈની 6 માંથી 4 બેઠકોનો સમાવેશ થાય છે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ સીટોની વહેંચણીને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી

Written by Ashish Goyal
February 19, 2024 17:38 IST
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહારાષ્ટ્રની 18 લોકસભા સીટો પર કોર્ડિનેટર નક્કી કરી આ બેઠકો પર દાવો કર્યો
ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (યુબીટી)એ મહારાષ્ટ્રમાં કમર કસી લીધી છે. હાલ ઇન્ડિયા ગઠબંધન હેઠળ સીટોની વહેંચણીને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ શિવસેના (યુબીટી)એ 48 લોકસભા સીટોમાંથી 18 પર પોતાના કોર્ડિનેટર નક્કી કરી દીધા છે.

આ સમાચારથી અંદાજો લગાવી શકાય છે કે શિવસેના (યુબીટી) આ 18 સીટો પર ચૂંટણી લડશે. આ સીટોમાં મુંબઈની 6 માંથી 4 બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણના ભાજપમાં ગયા બાદ કોંગ્રેસ પર ઘણું દબાણ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં શિવસેના (યુબીટી)ની સ્થિતિ ઘણી મજબૂત માનવામાં આવે છે.

હાલ શિવસેના ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે

જો લોકસભા ચૂંટણી 2019ની વાત કરીએ તો શિવસેના બે ભાગમાં વહેંચાઈ ન હતી અને ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડી હતી. મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી શિવસેનાએ 22 બેઠકો પર ચૂંટણી લડી હતી. હાલ શિવસેના ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. માનવામાં આવી રહ્યું છે કે 48માંથી શિવસેના (યુબીટી)ની નજર એ તમામ 18 સીટો પર છે જ્યાં પાર્ટી જીતી હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરે વધારે સીટોની માંગ પણ કરી શકે છે.

આ પણ વાંચો – કલ્કી ધામ દ્વારા મુરાદાબાદ વિભાગમાં પકડ મજબૂત કરવાનો પ્લાન? 2019માં ભાજપને લાગ્યો હતો મોટો ઝટકો

ઇન્ડિયા ગઠબંધન હેઠળ સીટોની વહેંચણીની ફોર્મ્યુલાનું શું થયું?

ગયા વર્ષે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની ત્રણ બેઠકો બાદ ‘સીટ-શેરિંગ’ની ફોર્મ્યુલાની વાત સામે આવી હતી. જોકે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મહારાષ્ટ્રને લઇને રાજકીય ચર્ચાઓ પણ સામાન્ય હતી, પરંતુ હજુ સુધી કંઇ નક્કી થયું નથી. નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનથી અલગ થઈ ગયા છે અને જયંત ચૌધરીએ પણ પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. આવી સ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ સીટોની વહેંચણીની ફોર્મ્યુલા એટલી સરળ લાગતી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ