Uma Bharti In Ram Mandir Movement At Ayodhya: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના પ્રથમ તબક્કાનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને દિવાળીની ઉજવણી કરવાની અપીલ કરી છે.
જેમ જેમ રામ મંદિરના ઉદ્ઘાટનનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ તેનો ઈતિહાસ અને આંદોલન યાદ આવી રહી છે. હાલમાં જે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું પરિણામ છે. જો કે હિન્દુત્વવાદી સંગઠનોએ પણ રામ મંદિર માટે લાંબુ આંદોલન ચલાવ્યું હતું.
આજે જે જગ્યાએ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં પહેલા એક વિવાદિત માળખું હતું. મુસ્લિમ પક્ષે તેને બાબરી મસ્જિદ કહે છે. કારસેવકોએ 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખું તોડી પાડ્યું હતું. એ ઘટનાને ભારતીય સમાજ અને રાજકારણનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે.
રામ મંદિર મંદિર આંદોલનમાં મહિલાઓ
રામ મંદિર મંદિર આંદોલન અને બાબરી ધ્વંસની વાત કરતી વખતે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, અશોક સિંઘલ અને વિનય કટિયારના નામનો ઉલ્લેખ ખાસ રીતે કરવામાં આવે છે. ઉપરાંત વિજયરાજે સિંધિયા, સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતીને પણ લગભગ સમાન મહત્વના માનવામાં આવે છે.
મહિલાઓએ માત્ર રામ મંદિર આંદોલનમાં માત્ર ભાગ લીધો જ નહીં, પરંતુ આગેવાની પણ કરી હતી. વિજયરાજે સિંધિયા, સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતીના નામ પણ બાબરી ધ્વંસ પછી આ કેસની તપાસ માટે રચાયેલા લિબરહાન કમિશન દ્વારા સાંપ્રદાયિક લાગણીઓને ભડકાવવાના દોષિત 68 લોકોમાં સામેલ હતા.
બાબરી ધ્વંસ વખતે ઉમા ભારતીએ ખાસ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તમામ વયોવૃદ્ધ નેતાઓમાં ભગવા વસ્ત્રો પહેરેલી તે એક યુવા સાધ્વી અને સાંસદ હતી એટલું જ નહીં, રામ મંદિર આંદોલનના સંબંધમાં તેમણે મુંડન પણ કરાવ્યું હતું.
માથું મુંડાવવાની જરૂર કેમ પડી?
ઉમા ભારતી ખૂબ જ જીદ્દી અને ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે. આ વાતને તેઓ પોતે પણ માને છે. 1997 માં, તેમણે ઈન્ડિયા ટુડેને એક ઈન્ટરવ્યુ આપ્યુ હતુ, જેમાં તેમને પૂછવામાં આવ્યું કે “તમને તમારા વિશે સૌથી વધુ શું નાપસંદ છે?” તેના જવાબમાં ઉમા ભારતીએ કહ્યું કે મને ખૂબ ગુસ્સો આવે છે.
ઉમા ભારતીનો આ ગુસ્સો ત્યારે પણ જોવા મળ્યો જ્યારે સરકારે 90ના દાયકામાં વિવાદિત બાબરી મસ્જિદને લોકો માટે બંધ કરી દીધી. સરકારની મનાઈ હોવા છતાં ઉમા ભારતી ત્યાં જવા માગતી હતી.
વર્ષ 1990માં ભાજપના જયપુર અધિવેશનમાં ઉમા ભારતીએ પોતાની માથું મુંડાવવાની કહાની સંભળાવી હતી. બીબીસીના વિશેષ અહેવાલ મુજબ, તેમણે કહ્યું:
ઉમા ભારતીને ‘સેક્સી સંન્યાસી’નો સિમ્બોલ સૌથી ખરાબ લાગતુ
રામ મંદિર મંદિર ચળવળ દરમિયાન જ, ઉમા ભારતીની નિખાલસતા અને તેમના કથિત સંબંધો વિશે અવારનવાર સમાચાર આવતા હતા. આવા લોકોએ તેમને ‘સેક્સી સંન્યાસી’નો સિમ્બોલ પણ આપ્યો હતો. 1997ના ઈન્ડિયા ટુડે ઈન્ટરવ્યુમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને સૌથી વધુ શેનું દુઃખ થયું છે? ત્યારે ભારતીએ કહ્યું :
બાબરી ધ્વંસના થોડાક દિવસો પહેલા દીક્ષા લીધી
બાબરી ધ્વંસ 6 ડિસેમ્બર 1992ના રોજ થઇ હતી. ઉમા ભારતીએ આ ઘટનાના થોડાક દિવસ પહેલા જ સંન્યાસની દીક્ષા લીધી હતી. એક ટ્વિટમાં, તેમણે કહ્યું હતું કે, “મેં 17 નવેમ્બર 1992 ના રોજ અમરકંટકમાં સન્યાસની દીક્ષા લીધી હતી. મારા ગુરુ કર્ણાટકના કૃષ્ણ ભક્તિ સંપ્રદાયના ઉડુપી કૃષ્ણ મઠના પેજાવર મઠના મઠાધિપતિ હતા. રાજમાતા વિજયરાજે સિંધિયા જીની વિનંતી પર અવિભાજિત મધ્ય પ્રદેશમાં અમરકંટક આવીને તેમણે સંન્યાસની દીક્ષા આપી હતી. મારો સંન્યાસ દીક્ષા સમારોહ 3 દિવસ સુધી ચાલ્યો. તેમાં રાજમાતાજી, મધ્યપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી પટવા, મુરલી મનોહર જોશી, લગભગ સમગ્ર મધ્યપ્રદેશની ભાજપ સરકાર સામેલ હતી. , ભાજપના દેશના સભ્યો અને રાજ્યના વરિષ્ઠ નેતાઓ અને સંઘના વરિષ્ઠ સ્વયંસેવકો હાજર હતા.
ઉમા ભારતીનો જન્મ અને આધ્યાત્મિકતા
ઉમા ભારતીનો જન્મ ટીકમગઢ જિલ્લાના ડૂંડા ગામમાં એક પછાત લોધ જાતિના ખેડૂત પરિવારમાં થયો હતો. જાહેર જીવનમાં તેમણે નાની ઉંમરે જ પ્રવેશ લઇ લીધો હતો, જ્યારે તેમણે ભાજપના દિવંગત નેતા વિજયરાજે સિંધિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓના સંપર્કમાં આવ્યા હતા. ભાજપ અને આરએસએસના નેતાઓ ઉમા ભારતીની ભાષણ આપવાની શૈલીથી પ્રભાવિત થયા હતા.
ઉમા ભારતી 16 વર્ષની ઉંમરે ભારતના પ્રવાસે ગઈ હતી. ત્યારપછી તેમણે પોતાના વિચારોને વિસ્તૃત કરવાના પ્રયાસમાં 55 દેશોનો પ્રવાસ કર્યો. તેઓ બાળપણથી જ આધ્યાત્મિકતા તરફ ઝોક ધરાવતા હતા. નાની ઉંમરે તેમણે ગીતા અને રામાયણ સહિતના ધાર્મિક મહાકાવ્યોમાં નિપુણતા મેળવી હતી, જેણે તેમને રામ મંદિર આંદોલન દરમિયાન મદદ કરી હતી.
ઉમા ભારતીનો રાજકારણમાં પ્રવેશ
ઉમા ભારતીએ 1980ના દાયકામાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1988માં ભાજપના મધ્ય પ્રદેશ એકમના ઉપાધ્યક્ષ બન્યા. 1984માં, તેમણે પહેલીવાર લોકસભા ચૂંટણી લડી અને હારી ગઈ. ત્યારે ભાજપ માત્ર બે સીટો જીતી શકી હતી.
આ ચૂંટણી પછી અટલ બિહારી વાજપેયીની જગ્યાએ લાલકૃષ્ણ અડવાણીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પછી, 1986માં પાર્ટીએ વિશ્વ હિન્દુ પરિષદના રામ મંદિર આંદોલનને સમર્થન આપવાનો ઠરાવ પસાર કર્યો. ઉમા ભારતીએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરિણામ એ આવ્યું કે 1989ની ચૂંટણીમાં તે સાંસદ બનવામાં સફળ રહી. 1989ની લોકસભા ચૂંટણીમાં માત્ર 4.4 ટકા મહિલાઓ જ ચૂંટાઈ હતી, તેમાં ઉમા ભારતી પણ હતી.
રામ મંદિર આંદોલનમાં સાધ્વી ઋતંભરા
સાધ્વી ઋતંભરની જેમ, ઉમા ભારતી પણ રામ મંદિર આંદોલનમાં જ્વલંત અને ભડકાઉ વક્તા તરીકે ઉભરી આવ્યા હતા. ઋતંભરાની જેમ ભારતીના ભાષણોની ઓડિયો ટેપ પણ હિન્દી પંથકમાં વ્યાપકપણે વહેંચવામાં આવી હતી.
બીબીસીના અહેવાલ મુજબ, રામ મંદિર આંદોલન દરમિયાન ઉમા ભારતીએ કહ્યું હતું કે, “જો મંદિર બનાવવાની જરૂર પડશે, તો અમે અમારા હાડકાને ઈંટોમાં અને અમારા લોહીને ગારામાં ફેરવી દઇશું.”
બાબરી ધ્વંસ અને ઉમા ભારતી
બાબરી ધ્વંસના દિવસે, ઉમા ભારતી મસ્જિદથી થોડે દૂર અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે એક મંચ પર હતી. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે કાર સેવકોને ઉશ્કેર્યા અને “એક ધક્કા ઓર દો, બાબરી મસ્જિદ તોડ દો” ના નારા આપ્યા.
આ પણ વાંચો | છત્તીસગઢના આ સમુદાયના રોમ-રોમમાં વસે છે રામ, દરેક વ્યક્તિના શરીર પર રામના નામનું ટેટૂ, જાણો રસપ્રદ કહાણી
વરિષ્ઠ પત્રકાર હેમંત શર્માએ તેમના પુસ્તક “વૉર ઇન અયોધ્યા“માં બાબરી ધ્વંસના પ્રત્યક્ષદર્શી અહેવાલ વિશે લખ્યું છે. શર્માના કહેવા પ્રમાણે, મસ્જિદ તોડી પાડ્યા બાદ ઉમા ભારતીએ મંચ પરથી કહ્યું હતું કે, “હજુ કામ પૂરું થયું નથી, જ્યાં સુધી આખો વિસ્તાર સમતલ ન થાય ત્યાં સુધી જગ્યા છોડશો નહીં.” પાછળથી, ઉમા ભારતીએ પણ બાબરી ધ્વંસની ‘નૈતિક જવાબદારી’ લીધી અને આંદોલનનો હિસ્સો બનવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો.