માફિયા ડોન અતીક અહમદને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવાયો છે. અતીક અહમદ પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે. અીક અહમદના ભાઈ અશરફને પણ પ્રયાગરાજ લઇ જવાયો છે. મંગળવારે સવારે 11 વાગ્યે એમપી-એમએલએ કોર્ટમાં ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી થશે. આજે જ આ કેસનો ચૂકાદો આવવાનો છે. જિલ્લા બાર એસોશિએશન અનુસાર આજ અતીક અહમદ સાથે જોડાયેલા અન્ય કોઈ મામલાની સુનાવણી નહીં થાય.
ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી માટે અતીક અહમદને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસે અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ લઇ જવાની પ્રક્રિયા શરુ કરી હતી. અતીક અહમદને કડક સુરક્ષા વચ્ચે રવિવારે સાંજે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઇ જવાયો હતો. સોમવારે સાંજે અતીક અહમદને પોલીસ પ્રયાગરાજ પહોંચી હતી.
અતીક અહમદ પર વર્ષ 2006માં પૂર્વ બસપા ધારાસભ્ય રાજૂ પાલની હત્યાનો આરોપ છે. આ મામલામાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલ હતા. જેની ગત મહિને ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અતીક ઉપર રાજૂ પાલ મામલામાં સાક્ષી ઉમેશ પાલનું અપહરણ કરવા, ડરાવવા ધમકાવવા અને મારવાનો આરોપ છે. ઉમેશ પાલની હત્યાના મામલે અતીક અહમદ નામજોગ આરોપી છે.
અતીક અહમદનો ભાઈ અશરફ પણ આ મામલામાં આરોપી છે. ઉત્તર પ્રદેશની બરેલી જેલામાં બંધ હતો. કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસે તેને બરેલીથી પ્રયાગરાજ લઇને આવી છે. અતીકના પરિવારના અન્ય સદસ્ય ફરાર છે. અતીકનો પુત્ર અસદ પણ ફરાર છે. અતીકની પત્ની પણ ફરાર છે. પોલીસે અતીકની પત્ની પર 25 હજારનું ઇનામ અને પુત્ર પણ પાંચ લાખનું ઇનામ જાહેર કર્યું છે.
જ્યારે અતીકને સાબરમતી જેલમાંથી લઇ જવાયો હતો ત્યારે તેને પોતાના એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે કોર્ટના ખભા પર રાખીને મને મારવા માંગે છે. ત્યારબાદ રસ્તામાં તેણે કહ્યું હતું કે ડરવાનું શું હોય…