/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Unacademy-Sacks-Teacher.jpg)
વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારને જ મત આપવાની અપીલ કરનાર શિક્ષક કરણ સાંગવાનને Unacademy દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો
Unacademy Sacks Teacher : વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારને જ મત આપવાની અપીલ કરનાર શિક્ષક કરણ સાંગવાનને Unacademy દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ ચલાવતી ફર્મ એડટેક કહે છે કે, વર્ગખંડ એ અંગત મંતવ્યો શેર કરવાની જગ્યા નથી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂછ્યું - ગુનો શું છે?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને એ જાણવા માંગ્યું છે કે, શું શિક્ષિત લોકોને વોટ આપવાનું કહેવું ગુનો છે. Unacademy ના સહ-સ્થાપક રોમન સૈનીનું કહેવું છે કે, સાંગવાને કરારનો ભંગ કર્યો છે. તેથી કંપનીએ તેની સાથે એક્શન લેવું પડ્યું છે. સાંગવાને તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે અને જાહેરાત કરી છે કે, તે સમગ્ર વિવાદ અંગે 19 ઓગસ્ટે વિગતવાર પોસ્ટ કરશે.
વીડિયો વાયરલ થયા બાદ યુનાએકેડમીના શિક્ષક કરણ સાંગવાન વિવાદમાં છે
કરણ સાંગવાને કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે હું વિવાદમાં છું અને આ વિવાદને કારણે ન્યાયિક સેવાઓની પરીક્ષાની તૈયારી કરી રહેલા મારા ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની સાથે, હું પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું." વિવાદાસ્પદ વીડિયોમાં સાંગવાન ઉલ્લેખ કરી રહ્યો છે, તે વિદ્યાર્થીઓને આગામી વખતે શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરી રહ્યો છે.
વર્ગખંડ એવી જગ્યા નથી, જ્યાં તમે વ્યક્તિગત વિચારો શેર કરો છો - રોમન સૈની
બીજી તરફ રોમન સૈનીએ 'X' પરની એક પોસ્ટમાં આ અંગે લખ્યું છે કે, 'Unacademy' ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સમર્પિત શિક્ષણ પ્લેટફોર્મ છે. આના માટે, અમારી પાસે તમામ શિક્ષકો માટે કડક 'આચારસંહિતા' છે, જેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, અમારા વિદ્યાર્થીઓ કોઈપણ ભેદભાવ વિના જ્ઞાન મેળવે, એમ સૈનીએ જણાવ્યું હતું. અમે જે પણ કરીએ છીએ, તે અમારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. ક્લાસરૂમ એવી જગ્યા નથી જ્યાં તમે તમારા વ્યક્તિગત વિચારોને શેર કરો, કારણ કે તેની નકારાત્મક અસર વિદ્યાર્થીઓ પર પડી શકે છે. વર્તમાન સ્થિતમાં અમારે મજબૂર થઈ, સાંગવાનનો સાથ છોડવો પડ્યો, કારણ કે તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો છે.

આ પણ વાચો -
જનપ્રતિનિધિઓ અભણ ન હોઈ શકે, આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે : કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે X પર એક પોસ્ટમાં કહ્યું, "શું શિક્ષિત લોકોને મત આપવા માટે અપીલ કરવી ગુનો છે? જો કોઈ અભણ હોય તો, હું તેને અંગત રીતે માન આપું છું. પરંતુ લોકપ્રતિનિધિઓ અભણ ન હોઈ શકે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. અભણ જનપ્રતિનિધિઓ ક્યારેય 21મી સદીના આધુનિક ભારતનું નિર્માણ કરી શકતા નથી.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us