હિંસાનો ડર, બબાલનો ખતરો છતાં લીધા મોટા-મોટા નિર્ણયો, ક્રોનોલોજી સમજો તો યુનિફોર્મ સિવિલ કોડ ભાજપ માટે મોટી વાત નથી!

Uniform Civil Code: સરકારે છેલ્લા 9 વર્ષમાં એવા ઘણા નિર્ણયો લીધા છે જેની કોઈએ આશા કરી ન હતી, આ મોદી સરકાર માટે એક મોટો સંદેશો સાબિત થયો, તે સંદેશો હવે દેશમાં સમાન નાગરિક સંહિતા માટે નવી પિચ તૈયાર કરી રહ્યો છે

Written by Ashish Goyal
Updated : June 30, 2023 18:38 IST
હિંસાનો ડર, બબાલનો ખતરો છતાં લીધા મોટા-મોટા નિર્ણયો, ક્રોનોલોજી સમજો તો યુનિફોર્મ સિવિલ કોડ ભાજપ માટે મોટી વાત નથી!
યુનિફોર્મ સિવિલ કોડ એક એવો મુદ્દો છે જે લાંબા સમયથી ભાજપ અને આરએસએસના એજન્ડામાં છે (Express Photo/File)

Uniform Civil Code: ભારત આઝાદ થયાને ઘણા વર્ષો વીતી ગયા, ઘણી સરકારો આવી અને ગઈ, પરંતુ વિવાદાસ્પદ અને સૌથી મોટો નિર્ણય લેવાનો શ્રેય મોદી સરકારને જ આપવો પડશે. આ સરકારે છેલ્લા 9 વર્ષમાં એવા ઘણા નિર્ણયો લીધા છે જેની કોઈએ આશા કરી ન હતી. જેમાં હિંસાની પ્રબળ સંભાવના હતી. પરંતુ આ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને હિંસા થતી અટકાવવામાં આવી હતી. તેથી તે મોદી સરકાર માટે એક મોટો સંદેશો સાબિત થયો આ સંદેશો જે હવે દેશમાં સમાન નાગરિક સંહિતા માટે નવી પિચ તૈયાર કરી રહ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. તેની ચર્ચા એમ જ શરૂ થઈ નથી. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં એક રેલીને સંબોધિત કરી હતી. તેઓ વંદે ભારતની પાંચ ટ્રેનોને લીલીઝંડી આપવા માટે આવ્યા હતા પરંતુ તે સરકારી કાર્યક્રમ દરમિયાન 2024ની લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવ ખેલાયો હતો. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે સમાન નાગરિક સંહિતાના નામ પર આવા લોકોને ભડકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જો ઘરમાં એક સભ્ય માટે એક કાયદો હોય અને બીજા માટે બીજો કાયદો હોય તો શું ઘર ચાલી શકશે? તો આવી બેવડી સિસ્ટમથી દેશ કેવી રીતે ચાલી શકશે? આપણે એ યાદ રાખવાનું છે કે ભારતનું બંધારણ પણ નાગરિકોના સમાન અધિકારોની વાત કરે છે.

હવે આનાથી મોટો સંદેશ કયો હોઈ શકે, દેશના વડાપ્રધાને સામે આવીને ખુલીને યુનિફોર્મ સિવિલ કોડ પર નિવેદન જારી કરી રહ્યા છે. પીએમ મોદીએ કોઈ પણ કારણ વગર ક્યારેય કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી. અમે જે મુદ્દાની વાત કરી તે મુદ્દે આ સરકારે નિર્ણયો લીધા છે. ઘણા લોકો માને છે કે યુનિફોર્મ સિવિલ કોડ ભાજપની વિચારધારાનો મુદ્દો છે, જે ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. તેથી હવે ચૂંટણી પહેલા તેને ઉઠાવવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ ત્યાં એક અલગ એંગલ છે જેને નજરઅંદાજ કરી શકાય નથી. મોદી સરકારે એવા ઘણા નિર્ણયો લીધા છે જેના પર વિવાદ ચરમ પર હતા. જેના પર હિંસાની પૂરી સંભાવના હતી, પરંતુ આ સરકાર તે નિર્ણયો લાવવામાં સફળ રહી છે. તેથી તેમને ખ્યાલ છે કે જનતા યુસીસીમાં પણ જનતા તેમની વાત માનશે.

આ પણ વાંચો – ભાજપના પોતાના જ યૂનિફોર્મ સિવિલ કોડમાં ઉભું કરી શકે છે વિધ્ન! સમજો આખી કહાની

હવે સૌથી પહેલા આપણે મોદી સરકારના એ નિર્ણયોની વાત કરવી જોઈએ, જેના પરિણામ ખૂબ જ ખતરનાક આવી શકતા હતા. તે બધા નિર્ણયોને યુસીસી સાથે કેવી રીતે જોડવામાં આવી રહ્યા છે તે વાત કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ કોઈ સામાન્ય ઘટના ન હતી. વર્ષોથી મોટો વિવાદ બનેલા આ નિર્ણયમાં જમ્મુ કાશ્મીરના નેતાઓ દ્વારા ડંકાની ચોટ પર કહેતા હતા કે જો તેની સાથે છેડછાડ કરવામાં આવશે તો કોઇ તિરંગો ઉઠાવનાર રહેશે નહીં. પરંતુ મોદી સરકારે તે પગલું ભર્યું, સંસદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો, તે પસાર થયો અને ઇતિહાસ હંમેશા માટે બદલાઈ ગયો. એક તરફ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી તો બીજી તરફ લદ્દાખ જમ્મુ-કાશ્મીરમાંથી અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું.

હવે આ નિર્ણય સાથે કેટલા ખતરા જોડાયેલા હતા – ઘાટીમાં હિંસા થઈ શકતી હતી, તો પથ્થરમારાની સ્થિતિ ઉભી થઈ શકતી હતી, મહેબૂબા મુફ્તી જેવા ઘણા નેતાઓ વિરોધ કરી શકતા હતા. પરંતુ સરકાર અગાઉથી જ તૈયાર હોવાથી એક તરફ ખાટીમાં પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા તો બીજી તરફ કાશ્મીરના અનેક નેતાઓને નજરકેદ કરાયા હતા. પરિણામ એ આવ્યું કે કેટલાક પડકારોને બાદ કરતા કલમ 370 હટાવ્યા પછી પણ કોઈ મોટી હિંસા થઈ ન હતી. ધીમે ધીમે બધું સામાન્ય થઈ ગયું હતું.

રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ ઘણા વર્ષો જૂનો મુદ્દો હતો. ભાજપના ચૂંટણી ઢંઢેરા પર નજર કરીએ તો જ્યારથી પાર્ટીની સ્થાપના થઇ છે ત્યારથી આ મુદ્દાને દરેક વખતે વાયદાઓમાં સામેલ કરવામાં આવ્યો છે. લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા સંપૂર્ણ રીતે રામ મંદિરની આસપાસ ફરતી હતી. હવે આ કેસમાં ભાજપનો પણ સીધો ફાળો છે. પરંતુ આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે રામ મંદિર પર પોતાનો ચુકાદો આપ્યો. હવે કોર્ટનો નિર્ણય મહત્વનો હતો, તેના કરતા વધારે જરૂરી હતું તે પ્રતિક્રિયા પર નજર રાખવાનું જે તે નિર્ણયના કારણે જોવા મળી. અયોધ્યાના રસ્તાઓ પર જે રીતે પોલીસ તૈનાત કરવામાં આવી, ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા. આ બતાવવા માટે પૂરતું હતું કે હિંસા ફાટી નીકળવાનો ડર પણ સરકારના મનમાં હતો.

પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો ત્યારે ક્યાંય પણ હિંસા થઈ ન હતી, ક્યાંયથી કોઈ મોટો હંગામો થયો ન હતો. ન તો મુસ્લિમ સમાજે વધુ ઉશ્કેરાઈ જવાનું કામ કર્યું કે ન તો હિન્દુ સમાજે પોતાની ઉજવણીથી કોઈને વધુ ઉશ્કેર્યા. એક મોટો નિર્ણય પૂર્ણ થયો અને હવે રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ