યુનિફોર્મ સિવિલ કોડ : ઉત્તરાખંડ મંત્રીમંડળે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, વિધાનસભામાં રજૂ થશે બિલ

Uniform Civil Code : ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઉત્તરાખંડ પહેલું એવું રાજ્ય બની શકે છે જ્યાં સમાન નાગરિક કાયદો લાગુ કરવામાં આવશે.

Uniform Civil Code : ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઉત્તરાખંડ પહેલું એવું રાજ્ય બની શકે છે જ્યાં સમાન નાગરિક કાયદો લાગુ કરવામાં આવશે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Uttarakhand UCC, Uttarakhand, uniform civil code

ઉત્તરાખંડ મંત્રીમંડળે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી (Pics : X / @pushkardhami)

Uttarakhand Uniform Civil Code : ઉત્તરાખંડ કેબિનેટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અંગેના અહેવાલને મંજૂરી આપી હતી. યુસીસીને લગતી બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી હતી. યુસીસી ડ્રાફ્ટ રિપોર્ટને કેબિનેટની મંજૂરી સાથે સરકાર 6 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ વિધાનસભા સત્ર દરમિયાન યુસીસી બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી યુસીસી ડ્રાફ્ટિંગ કમિટીએ શુક્રવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને આ ડ્રાફ્ટ સુપરત કર્યો હતો.

Advertisment

ઉત્તરાખંડની ધામી સરકારે રવિવારે સાંજે છ વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી હતી. આમાં યુસીસી ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીએમ પુષ્કર સિંહ ધામી સહિત કેબિનેટ મંત્રીઓએ આ બિલ પર ચર્ચા કરી હતી. સીએમ ધામીએ યુસીસી ડ્રાફ્ટ પર ચર્ચા કરવા માટે શનિવારે પણ કેબિનેટની બેઠક પણ બોલાવી હતી. આ બેઠકમાં 5 ફેબ્રુઆરીથી શરૂ થનારા વિધાનસભા સત્ર ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે

ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઉત્તરાખંડ પહેલું એવું રાજ્ય બની શકે છે જ્યાં સમાન નાગરિક કાયદો લાગુ કરવામાં આવશે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા કરવાની દિશામાં યુસીસી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇએ ડ્રાફ્ટિંગ કમિટીના સભ્યો સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને યુસીસી ડ્રાફ્ટ રિપોર્ટ સુપરત કર્યો છે. ધામી સરકારે 27 મે 2022ના રોજ યુસીસી માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી.

Advertisment

આ પણ વાંચો - ઉત્તરાખંડ યુસીસી ડ્રાફ્ટમાં આદિવાસીઓને છૂટની ભલામણ, હલાલા-ટ્રિપલ તલાક પર પ્રતિબંધ

યુનિફોર્મ સિવિલ કોડ ડ્રાફ્ટના મુખ્ય મુદ્દાઓ

  • છોકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે તે 21 વર્ષ હશે.
  • લગ્નની નોંધણી ફરજિયાત રહેશે.
  • છોકરીઓને વારસામાં છોકરાઓ જેવા જ અધિકારો હશે.
  • લિવ ઇન રિલેશનશિપ વિશે માહિતી આપવી ફરજિયાત રહેશે. તે સેલ્ફ-ડિક્લેરેશન જેવું હશે.
  • અનુસૂચિત જનજાતિના લોકો આ સીમાની બહાર રહેશે.
  • જ્યારે એક પત્ની જીવિત હોય ત્યારે બીજા લગ્ન નહીં થાય, એટલે કે પોલીગેમી કે બહુવિવાહ પર પ્રતિબંધ રહેશે.
  • પતિ-પત્ની બન્નેને સે છૂટાછેડા માટેના સમાન કારણો અને આધારો હશે. પતિને લાગુ પડતા છૂટાછેડાના નિયમો પત્નીને પણ લાગુ પડશે.
  • સૂત્રોએ જણાવ્યું છે કે આ ભલામણોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દરેકને દત્તક લેવાનો અધિકાર મળશે. મુસ્લિમ મહિલાઓને પણ દત્તક લેવાનો અધિકાર હશે. તેમજ તેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે.
  • હલાલા અને ઇદ્દતની પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ઉત્તરાખંડ દેશ યુનિફોર્મ સિવિલ કોડ