Union Budget 2024 | કેન્દ્રીય બજેટ 2024 : દેશનું સામાન્ય બજેટ કેવી રીતે તૈયાર થાય છે? જાણો બધુ જ

Union Budget 2024 : કેન્દ્રીય બજેટ 2024 રજૂ થશે, બજેટ કેવી રીતે બને છે? તેની પ્રક્રિયા કેવી રીતે હોય છે? કોણ કોણ તૈયાર કરે છે? નાણામંત્રી નિર્મલા સિતારમણ (Nirmala Sitaraman) કેમ બજેટ રજૂ કરે છે? જાણીએ બધુ જ.

Written by Kiran Mehta
January 06, 2024 15:35 IST
Union Budget 2024 | કેન્દ્રીય બજેટ 2024 : દેશનું સામાન્ય બજેટ કેવી રીતે તૈયાર થાય છે? જાણો બધુ જ
સામાન્ય બજેટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

Union Budget 2024 | શું છે કેન્દ્રીય બજેટ : નોકરી કરતા લોકો હોય કે ગૃહિણીઓ, વેપારી હોય કે મોટા ઉદ્યોગપતિઓ, દરેક જણ બજેટની રાહ જોતા હોય છે. બજેટમાં સરકાર તેમને શું છૂટછાટ આપવા જઈ રહી છે, તેના પર સૌની નજર રહે છે. તમે તમારું માસિક બજેટ તૈયાર કરવા માટે સંઘર્ષ કરો છો, તેમ સરકાર પણ આ કાર્યને ઘણી તૈયારી સાથે પૂર્ણ કરે છે. બજેટિંગ ખરેખર એક જટિલ પ્રક્રિયા છે.

બજેટ શું છે?

બજેટ એ એક પ્રકારનું મની બિલ છે. તે એક નાણાકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવે છે. બજેટ સૌપ્રથમ સંસદની લોકસભામાં રજૂ કરવામાં આવે છે. આ પછી તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે. તેને બનાવવાની જવાબદારી નાણા મંત્રાલયના નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગની છે. 2016 પહેલા સામાન્ય બજેટ અને રેલ્વે બજેટ અલગ-અલગ રજૂ કરવામાં આવતા હતા પરંતુ, હવે એકસાથે રજૂ કરવામાં આવે છે. આજે બજેટ દર વર્ષે 1 ફેબ્રુઆરી અથવા ફેબ્રુઆરીના પ્રથમ કાર્યકારી દિવસે રજૂ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રીઓ, નાણાકીય નિષ્ણાતો અને અન્ય ઘણા નિષ્ણાતો તેને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

બંધારણમાં શું છે જોગવાઈ?

બંધારણના અનુચ્છેદ 112 મુજબ દેશના રાષ્ટ્રપતિએ લોકસભા સમક્ષ દેશનું બજેટ રજૂ કરવું જોઈએ. પરંતુ, જો કે, કલમ 77(3) દ્વારા રાષ્ટ્રપતિએ બજેટ બનાવવાની અને લોકસભામાં બજેટ રજૂ કરવાની જવાબદારી નાણામંત્રીને આપી છે. બજેટ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. આ પછી તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે. આ બજેટ પર જ રાજ્યસભામાં ચર્ચા થઈ શકે છે. રાજ્યસભા ન તો બજેટમાં કોઈ ફેરફાર કરી શકે છે અને ન તો તેના પર કોઈપણ પ્રકારના વોટિંગની જોગવાઈ છે.

દેશનું સામાન્ય બજેટ કેવી રીતે તૈયાર થાય છે?

સામાન્ય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા કેટલાક મહિનાઓ અગાઉથી શરૂ કરવામાં આવે છે. તેને બનાવવાની જવાબદારી નાણા સચિવ, મહેસૂલ સચિવ અને ખર્ચ સચિવની છે. તેમની બેઠકો સતત ચાલુ રહે છે. તેઓ નાણામંત્રી સાથે દરરોજ બેઠકો કરે છે. આ અંગે વડાપ્રધાન સાથે પણ ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત બજેટ તૈયાર કરવા માટે વિવિધ ચેમ્બરો, સંસ્થાઓ અને સંગઠનો સાથે ચર્ચા કરીને તેમના અભિપ્રાયો લેવામાં આવે છે. સચિવ ખર્ચ, નીતિ આયોગના સભ્ય સચિવ અને રાષ્ટ્રીય સલાહકાર પરિષદ પણ બજેટ બનાવવામાં મદદ કરે છે. આ સમયગાળા દરમિયાન, સમગ્ર ટીમને વડા પ્રધાન, નાણાં પ્રધાન, આયોજન પંચના ઉપાધ્યક્ષ અને આર્થિક સલાહકાર પરિષદનું સમર્થન મળે છે.

ગોપનીયતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે

બજેટ બનાવવો જેટલો મોટો પડકાર છે, તેને ગોપનીય રાખવો એ પણ મોટો પડકાર છે. નાણા મંત્રાલયના અધિકારીઓ બજેટ તૈયાર કરવા માટે દિવસ-રાત મહેનત કરે છે. બજેટ ફાઇનલ થાય ત્યારે અધિકારીઓ પરિવારને પણ સમય નથી આપી શકતા. તેમને ન તો તેમના પરિવારની નજીક જવા દેવામાં આવે છે અને ન તો અન્ય લોકો સાથે કોઈ પ્રકારનો સંપર્ક કરવા દેવામાં આવતો. બજેટની છેલ્લી ઘડીએ તેમના મોબાઈલ પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવે છે. બજેટ બન્યા બાદ તેને નોર્થ બ્લોકમાં સૌથી સુરક્ષિત વિસ્તારમાં રાખવામાં આવે છે. અહીં એક પક્ષી પણ પંખ મારી શકતુ નથી.

આ પણ વાંચોRBI Guidelines: નિષ્ક્રિય બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન હોય તો દંડ થાય? ફરી એક્ટિવ કરવા કોઇ ચાર્જ થશે? જાણો RBI ગાઇડલાઇન

અગાઉ બજેટ સાંજે રજૂ કરવામાં આવતું હતું

2000 ના વર્ષ સુધી બજેટ સાંજે 5 વાગ્યે રજૂ થતું હતું. વાસ્તવમાં આવું અંગ્રેજોના સમયથી થતું આવ્યું હતુ. બ્રિટિશ શાસન દરમિયાન ભારતનું બજેટ બ્રિટનમાં બપોરે પસાર થતું હતું. જોકે, અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા, ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી યશવંત સિંહે વર્ષોથી ચાલી આવતી પરંપરાને તોડીને બજેટનો સમય સવારે 11 વાગ્યાનો નક્કી કર્યો હતો. ત્યારથી બજેટ સવારે 11 વાગ્યે રજૂ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ