Manipur violence : મણિપુર હિંસાની તપાસ કરશે ન્યાયિક આયોગ, પીડિતોને ₹10 લાખની મદદ, અમિત શાહની મોટી જાહેરાત

central home minister amit shah visit manipur : આયોગની અધ્યક્ષતા હાઇકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટીસ કરશે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે હિંસાની તપાસ માટે એક ન્યાયિક આયોગની રચના કરવામાં આવશે.

central home minister amit shah visit manipur : આયોગની અધ્યક્ષતા હાઇકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટીસ કરશે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે હિંસાની તપાસ માટે એક ન્યાયિક આયોગની રચના કરવામાં આવશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Amit shah manipur visit, union minster Amit shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે મણિપુર હિંસાની ન્યાયિક આયોગ તપાસ કરવાની ઘોષણા કરી છે. આયોગની અધ્યક્ષતા હાઇકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટીસ કરશે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે હિંસાની તપાસ માટે એક ન્યાયિક આયોગની રચના કરવામાં આવશે. અને સીબીઆઈની સ્પેશિયલ ટીમ પણ મામલાની તપાસ કરશે. આ સાથે જ પીડિતો માટે 10 લાખ રૂપિયાની રાહત આપાવની પણ કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી છે.

Advertisment

કાલથી શરુ થશે પોલીસ કોમ્બિંગ: અમિત શાહ

ગૃહમંત્રી મંગળવારે મણિપુરની ચાર દિવસીય યાત્રા પર છે. રાજ્યમાં ચાલતા જાતિય સંઘર્ષ વચ્ચે શાંતિ બહાલીથી પોતાના પ્રયાસો અંતર્ગત તેમણે કહ્યું કે કાલથી મણિપુરમાં પોલીસ કોમ્બિંગ શરૂ થશે. તેમણે કહ્યું કે જેમની પાસે હથિયાર છે તેઓ જમા કરાવી દે.તેમણે કહ્યું કે કોમ્બિંગ દરમિયાન જો હથિયાર મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં શાંતિ સમિતિની રચના કરવામાં આવશે.

અમિત શાહે જણાવ્યું હતું કે પીડિતોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. જે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કરશે. પાંચ લાખ રૂપિયા કેન્દ્ર સરકાર અને 5 લાખ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ રાહતની રકમ ડીબીટી થકી પીડિતોના ખાતામાં પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત અમિત શાહેર લોકોને અફવાહોને ધ્યાનમાં ન લેવા માટે સલાહ આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મણિપુરમાં હિંસાના જેટલા પણ કેસો નોંધવામાં આવ્યા છે. તેમાંછી છ કેસોની તપાસ સબીઆઈ કરશે. તેમણે કહ્યું કે આ પૈકી એક મામલો હિંસાના ષડયંત્રનો પણ છે. ગૃહમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે સીબીઆઈ દ્વારા આ મામલાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.

Advertisment

બે દિવસમાં અધિકારીઓ સાથે બેઠક કરશેઃ ગૃહમંત્રી

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે 29 એપ્રિલે મણિપુર હાઇકોર્ટના નિર્ણયના કારણે અહીં જાતિય હિંસા અને બે સમૂહો વચ્ચે હિંસાની શરુઆત થઈ હતી. તેમણે કહ્યુંકે પોતાના પ્રવાસ દરમિયાન 2 દિવસમાં મણિપુરના અલગ અલગ ભાગોમાં જઈને નાગરિકોના પ્રતિનિધિમંડળ અને પીડિત લોકોને મળવાનો પ્રયત્ન કરશે.

અધિકારીઓ સાથે બેઠક કરશે. ભારત સરકાર હિંસા, હિંસાના કારણે હિંસામાં કોની જવાબદારી છે એ દરેક વસ્તુઓની તપાસ માટે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સ્તરના રિટાયર્ડ ન્યાયાધીશની ન્યાયિક સમિતિ તપાસ કરશે.

તેમણે કહ્યું હતું કે છેલ્લા છ વર્ષોમાં જ્યારથી મણિપુરમાં ભાજપ સરકાર આવી ત્યારથી મણિપુર બંધ, કર્ફ્યૂ અને હિંસાથી મુક્ત થઇ ગયુંહતું. મણિપુરમાં ડબલ એન્જીન સરકારે વિકાસના બધા માપદંડોમાં અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. તેમણે કહ્યું કે ગત 1 મહિનાથી મણિપુરમાં હિંસક ઘટનાઓ થઈ છે. જે નાગરિકોના હિંસામાં મૃત્યુ થયા છે તેમના પરિજનો પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મારી તરફથી અને ભારત સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરું છું. આ પરિસ્થિતિ વચ્ચે મણિપુર પોલીસમાં અધિકારી લેવલ પર ફેરફાર કરવામાં આવ્યા છે. મણિપુરના નવા ડીજીપી તરીકે રાજીવ સિંહની નિયુક્તિ કરવામાં આવી છે. પી.દૌંગલને ઓસીડી (ગૃહ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મણિપુર હિંસા બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અમિત શાહ દેશ