/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Amit-shah-tamilnadu.jpg)
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ફાઇલ તસવીર (photo - ANI)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દક્ષિણ ભારતના બે દિવયીય પ્રવાસ પર છે. જ્યારે રવિવારે એક ખબર આવી હતી કે અમિત શાહે પાર્ટી નેતાઓની સાથે એક બેઠકમાં કહ્યું હતું કે એક ગરીબ પરિવારના તમિલવાસીને ભારતના વડાપ્રધાન બનવું જોઇએ. પરંતુ થોડા સમય બાદ તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઇએ આ ખબરને ફોડ પાડ્યો હતો.
તમિલનાડુ બીજેપી પ્રમુખ કે. અન્નામલાઈએ તમિલ પએમ વાળા મુદ્દા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ અમારી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન હતું. ગૃહમંત્રી એકદમ સ્પષ્ટ હતા. તેમણે 1982થી એક બૂધ અધ્યક્ષના રૂપથી પછી રાષ્ટ્રીય અધ્ય અને હવે ગૃહમંત્રી તરીકે પોતાની યાત્રાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આપણા પીએમની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો.
આપણા વડાપ્રધાન અંગે જણાવ્યું કે તેમણે કેવી રીતે બૂથ અધ્યક્ષથી લઈને વડાપ્રધાન સુધીની યાત્રા કરી છે. તમે બધા ઉપર ચઢતા રહેશો. આજ આ પાર્ટીની ખૂબસૂરતી છે. તેમણએ મારી સામે બેઠેલા તમિલ દોસ્તોનો ઉલ્લેખ કર્યો હતો.
લોકસભા ચૂંટણીને લઇને અન્નામલાઈએ કહ્યું કે 2024 માટે અમે સ્પષ્ટ છીએ. વડાપ્રધાન ત્રીજીવાર એક મોટા જનાદેશ સાથે સત્તામાં આવશે. તમિલનાડુ આપણી જીતમાં મોટા પ્રમાણમાં યોગદાન આપશે કારણે રાજ્યને ખૂબ જ ફાયદો થયો છે.
છેલ્લા 9 વર્ષોથી વિકાસના મામલાઓમાં કોઈ અન્ય નેતાને વાસ્તવમાં આપણી સંસ્કૃતિના પ્રતિનિધિત્વ નથી કર્યું. જેવું વડાપ્રધાન મોદીએ કર્યું છે. હું કહેતો રહું છું કે વડાપ્રધાન મોદી એક તમિલિયન છે. કોઈએ પણ તમિલ ભાષા અને સંસ્કૃતિમાં રસદાખવ્યો નથી. જેવી રીતે તેમણે તમિલ સંસ્કૃતિની સુંદરતાને પુનર્જીવિત કર્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us