/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Rajeev-Chandrasekhar.jpg)
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે બુધવારે ઈન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં ભાગ લીધો હતો (Photo: Express Adda/Twitter)
Union Minister Rajeev Chandrasekhar: કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે બુધવારે ઈન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે ભારતની સેમિકંડક્ટર પોલિસી, ચિપ વોર, ટેકને લઇને રાજનીતિ અને ઇકોનોમી સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કહ્યું કે 2015માં શરૂ થયેલી તમામ વસ્તુઓની ટેકનોલોજીની પ્રગતિની સ્પીડ હવે ચોક્કસપણે વેગવંતી બની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત આ તથ્યની મોટી પુષ્ટિ કરે છે કે ભારતીય ટેકનોલોજી ક્ષેત્ર અને ભારતીય ઇકોસિસ્ટમ વાસ્તવમાં પરિપક્વ થઈ ગઈ છે. આપણે હવે ટેક ક્ષેત્રમાં માત્ર સમાન જ નથી રહ્યા પરંતુ કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદાર તરીકે ટેકનોલોજીના ભવિષ્યને આકાર આપવા જઈ રહ્યા છે. આપણે ઘણા જલ્દી એક ટ્રિલિયન ડોલર ડિજિટલ અર્થવ્યવસ્થાના માર્ગ પર છીએ.
એક્સપ્રેસ અડ્ડામાં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા અને ઇન્ડિયન એક્સપ્રેસના નેશનલ બિઝનેસ એડિટર અનિલ સસી સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલની અસર ચોક્કસપણે તે બધા પ્લેટફોર્મ પર એક ગહન વ્યવહારિક પરિવર્તન લાવશે, જેમણે વ્યક્તિગત ડેટાના ઉપયોગ અને દુરૂપયોગ પર એક બિઝનેસ મોડેલ બનાવ્યું છે.
એક્સપ્રેસ અડ્ડામાં રાજીવ ચંદ્રશેખરેશું કહેલી મોટી વાતો
-સ્ટાર્ટઅપ સેક્ટરમાં અસામાન્ય શું છે તે સવાલ પર તેમણે કહ્યું કે ફ્રી માર્કેટમાં દરેકને મૂર્ખતાપૂર્ણ નિર્ણયો લેવાની સાથે-સાથે સ્માર્ટ નિર્ણયો લેવાનો પણ અધિકાર છે. આ રોકાણકારોનો મૌલિક અધિકાર છે.
-ભારતની સેમિકંડક્ટરની પોલિસી સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમે એક ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. હવે તે આગામી પેઢીના પ્રદર્શન માટે યુનિપોલર અપ્રોચ નથી. તેમણે કહ્યું હતું કે સેમિકંડક્ટરની દુનિયા ડિઝાઇન આધારિત પર્ફોમન્સ ઇનોવેશન માટે જગ્યા બનાવી રહ્યું છે, તેથી ભારત માટે સેમિકંડક્ટર ક્ષેત્રમાં ખેલાડી બનવાનો આ યોગ્ય સમય છે.
-ચિપ વોર સાથે જોડાયેલા સવાલ પર તેમણે કહ્યું કે આ બિલકુલ ઝીરો સમ ગેમ નથી. કોવિડ પછી અને રશિયા-યુક્રેન પછી ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકંડક્ટર વેલ્યુ શ્રેણીનું પુનનિર્ધારિત થઇ રહ્યું છે. ભારત વિશ્વ માટે ભરોસાપાત્ર, સ્થિતિસ્થાપક ભાગીદાર છે.
આ પણ વાંચો - ભારતીય પાસપોર્ટ વધારે પાવરફુલ થયો, 57 દેશોમાં વીઝા વગર જઇ શકાશે
-ફોક્સકોન-વેદાંતા સ્પ્લિટ પર રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આ કોઈ ઝટકો નથી. બંને ભાગીદારો અસંમત થવા માટે સંમત થયા. આ ખરેખર તે દેશ માટે સારી બાબત છે જ્યાં બંને રોકાણકારો પોતાની સેમિકંડક્ટર સ્ટડી સ્વતંત્ર રૂપથી કરવા માંગે છે, જે બરાબર છે.
-સ્ટાર્ટઅપની દુનિયામાં કોર્પોરેટ ગવર્નન્સના સવાલ પર તેમણે કહ્યું કે જેટલું જરૂરી ઇનોવેશન છે, ઇંટીગ્રિટી (અખંડતા)પણ તેટલી જ જરુરી છે. મૂલ્યાંકન જેટલું મહત્વનું છે તેટલું જ સખત મહેનત અને દ્રઢ નિશ્ચય પણ એટલા જ મહત્વપૂર્ણ છે.
-વિદેશી કંપનીઓ માટે ભારતીય કાનૂન સાથે જોડાયેલ સવાલ પર તેમણે કહ્યું કે તમે ટ્વિટર હોય, મેટા હોય અથવા અન્ય કોઈ ભારતીય, વિદેશી કંપની હોય, ભારત સરકાર અપેક્ષા રાખે છે કે તમે હંમેશાં કાયદાનું પાલન કરો, બાકીનું બધું અમારા માટે બોનસ છે.
-ઓટીટી સાથે જોડાયેલા સવાલ પર તેમણે કહ્યું કે અમે ટેલિકોમ મંત્રાલય સાથે વાતચીત કરી રહ્યા છીએ અને અમે ચોક્કસપણે વિચારીએ છીએ કે આ આપણા સ્ટાર્ટઅપ માટે આ સરળ હોવું જો
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us