Andhra Pradesh Former CM Kiran Kumar Reddy joins BJP : સંયુક્ત આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની હાજરીમાં ભાજપમાં જોડાયા. સંયુક્ત આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી શુક્રવારે (7 એપ્રિલ) કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે દિલ્હીમાં કહ્યું કે, તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ કોંગ્રેસ પાર્ટી છોડી દેશે.
કોંગ્રેસ પાર્ટી લોકોના અભિપ્રાયને સમજી શકતી નથી – સંયુક્ત આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ કહ્યું, “કોંગ્રેસ પાર્ટી લોકોના અભિપ્રાયને સમજી શકતી નથી. કોંગ્રેસ પાર્ટી ન તો એનું વિશ્લેષણ કરી રહી છે કે ભૂલ શું છે અને ન તો તેઓ સુધારવા માંગે છે. તે વિચારે છે કે, તે સાચા જ છે અને દેશના લોકો સહિત અન્ય લોકો ખોટા છે. આ વિચારધારાને કારણે મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો.
મારો રાજા ખૂબ જ સમજદાર છે – કિરણ કુમાર રેડ્ડી
કિરણ કુમાર રેડ્ડીએ વધુમાં કહ્યું હતું કે, “કોંગ્રેસ હાઈકમાન્ડના ખોટા નિર્ણયોને કારણે પાર્ટી એક પછી એક રાજ્યમાં તૂટતી જાય છે, આ કોઈ એક રાજ્યની વાત નથી. આ જૂની વાર્તા છે કે, મારા રાજા ખૂબ જ બુદ્ધિશાળી છે, તે જાતે વિચારતા જ નથી, અને કોઈના સૂચનને સ્વીકારતા પણ નથી. હું શું કહેવા માંગુ છું તે તમે બધા સમજી ગયા હશો.”
હાઈકમાન્ડના ખોટા નિર્ણયોને કારણે કોંગ્રેસ તૂટી રહી છે
કોંગ્રેસના દિગ્ગજ નેતા કિરણ કુમાર રેડ્ડી રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પાર્ટીમાં જોડાયા પછી તરત જ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રેસને સંબોધતા કિરણે કહ્યું, “કોંગ્રેસ લોકો સુધી પહોંચવામાં અસમર્થ છે અને હાઈકમાન્ડના ખોટા નિર્ણયોને કારણે પાર્ટી એક એક કરી અનેક રાજ્યમાં તૂટી રહી છે. આ કોઈ એક રાજ્યની વાત નથી, લગભગ તમામ રાજ્યોની આજ સ્થિતિ છે.
કિરણ કુમાર રેડ્ડી પીએમ મોદીથી પ્રભાવિત છે
તો, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ પ્રસંગે કહ્યું કે, કિરણ કુમાર રેડ્ડીના પરિવારના ઘણા સભ્યો કોંગ્રેસમાં છે. થોડા સમય પહેલા જ્યારે હું તેમને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું હતું કે, કિરણ કુમાર રેડ્ડી પીએમ મોદીથી પ્રભાવિત છે એટલે આજે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, કિરણ ભ્રષ્ટાચાર વિરુદ્ધની અમારી લડાઈને વધારે મજબૂત કરશે કારણ કે એક ધારાસભ્ય અને મંત્રી તરીકે તેમની છબી ખુબ સાફ રહી છે.
આ પણ વાંચો – શાહ રશીદ અહમદ કાદરીએ કહ્યું – મારો વિચાર હતો કે મોદી જી મુસલમાનોને પદ્મ શ્રી નહીં આપે, મને ખોટો સાબિત કર્યો
2014માં પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
જોકે આ પહેલીવાર નથી જ્યારે કિરણ કુમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોય. આ પહેલા પણ તેમણે 2014માં તત્કાલીન યુપીએ સરકારના આંધ્રપ્રદેશના વિભાજન અને તેલંગાણાને અલગ કરવાના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા પછી તરત જ તેમણે પોતાની પાર્ટી ‘જય સામૈક્ય આંધ્ર’ બનાવી. પરંતુ 2014ની ચૂંટણીમાં પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું ન હતું, ત્યારબાદ રેડ્ડી ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા.