tragic end to a love story : ઉત્તર પ્રદેશના ઉન્નાવમાંથી એક રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીંની એક હોટલમાંથી એક યુવતીની લાશ મળી આવી છે. યુવતી કાનપુર જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ તેણે હોટલમાં ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો. પોલીસને યુવતીના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી આવી હતી. જે વાંચીને તમારી આંખોમાં આંસુ આવી શકે છે. આ જમાનામાં આવી લવ સ્ટોરી, જેના વિશે જાણીને મન ચોંકી જાય છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, યુવતીનું નામ માનસી છે અને તે અંબિકા પુરમ, ગંગાઘાટની રહેવાસી છે. યુવતીના પ્રેમી વિશાલે બે દિવસ પહેલા કાનપુરના ગોવિંદ નગર સ્થિત પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. યુવતી તેના પ્રેમીના મોતનો આઘાત સહન ન કરી શકી અને તેણે પણ જીવનનો અંત આણી લીધો.
વાસ્તવમાં, બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરીને સાથે જીવન પસાર કરવા માંગતા હતા, પરંતુ છોકરાના પરિવારને આ સંબંધ મંજૂર ન હતો. જેથી પહેલા છોકરાએ આત્મહત્યા કરી લીધી. યુવતીએ પોતાની સુસાઈડ નોટમાં તેના પ્રેમીના મોતનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેણે તેના માતા-પિતાની માફી પણ માંગી છે. તેણી તેના પ્રેમીના મૃત્યુથી ખૂબ જ દુઃખી હતી.
યુવતીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “પપ્પા મને માફ કરી દો”
“મમ્મી-પપ્પા મને માફ કરો, હું તમારી સારી દીકરી ન બની શકી. મેં વિશાલ દુબેને સાચો પ્રેમ કર્યો હતો અને લગ્ન પણ કર્યા. હું હવે તેની પાસે જાઉં છું. ક્યારેય રડશો નહીં, હું તમને ખોટું બોલીને ઘર છોડી રહી છું. હું તેના વિના જીવી શકતી નથી. આખી દુનિયામાં મને તેના જેવો કોઈ નહી મળે. મારા પતિને તેની મા ખાઈ ગઈ. હું કોઈના દબાણ વગર પોતાની મરજીથી આત્મહત્યા કરી છે. હું જઈ રહી છુ મારા વિશાલ પાસે, મને માફ કરી દેશો. તમે મારા સારા માતા-પિતા છો અને વિશાલ મારો સારો પતિ. મારો ભાઈ તમારી સાથે છે. મારા બીજા પણ બે ભાઈ છે, જેમના નામ છે વિશાલ વાજપાઈ અને પવન. મારી પાસે જીવવા માટે કોઈ મકસદ નથી. હંમેશા ખુશ રહેશો, ધન્યવાદ. તમારી માનસી”