RBI Reports: પ્રોજેક્ટમાં મૂડીરોકાણ માટે લોન મેળવનાર રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે, તો નંબર-1 કોણ

Banks Section Project Investment Loans : આરબીઆઇના આંકડા મુજબ વ્યાજદર વધવા છતાં બેંકમાંથી રોકડ ઉપાડ 79.50 ટકા વધીને 352,624 કરોડ રૂપિયો થયો છે, જે વર્ષ 2014-15 પછી સૌથી વધુ છે.

August 20, 2023 08:14 IST
RBI Reports: પ્રોજેક્ટમાં મૂડીરોકાણ માટે લોન મેળવનાર રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે, તો નંબર-1 કોણ
બેંકો વિવિધ પ્રોજેક્ટમાં મૂડીરોકાણ માટે લોન દ્વારા નાણાંકીય સહાયતા પુરી પાડે છે.

(જ્યોર્જ મેથ્યૂ) RBI Reports on Banks Section Project Investment Loans : વર્ષ 2022-23 દરમિયાન દેશમાં કરવામાં આવેલ કુલ બેંક સહાયક રોકાણ દરખાસ્તોમાં અડધાથી વધુ હિસ્સો પાંચ રાજ્યોનો હતો, જે દેશમાં ઔદ્યોગિકીકરણની વિસંગતતાને દર્શાવે કરે છે. બીજી તરફ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના આંકડા અનુસાર વર્ષ દરમિયાન બેન્કિંગ સિસ્ટમમાં વ્યાજદરમાં વધારો થયો હોવા છતાં એકંદર રોકાણ યોજનાઓમાંથી રોકડ ઉપાડ 79.50 ટકા વધીને 352,624 કરોડ રૂપિયો થયો છે, જે વર્ષ 2014-15 પછી સૌથી વધુ છે.

RBIની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયુ છે કે, વર્ષ 2021-22 દરમિયાન કુલ રૂ. 1,41,976 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથેના 401 પ્રોજેક્ટ્સની સરખામણીએ 2022-23 દરમિયાન 547 જેટલા પ્રોજેક્ટ્સને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાંકીય સહાય મળી હતી, જેમાં કુલ રૂ. 2,66,547 કરોડના રેકોર્ડ ઊંચા પ્રોજેક્ટ ખર્ચ સાથે, 87.7 ટકાનો ઉછાળો થયો છે. 2022-23 દરમિયાન બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ધિરાણ કરાયેલા પ્રોજેક્ટ્સની અંદાજીત કુલ કિંમત વર્ષ 2014-15 પછીની નવી ટોચે પહોંચી હતી.”

રાજ્યોને બેંકોએ પ્રોજેક્ટ માટે કેટલી લોન આપી

નવા રોકાણોના રાજ્યવાર વિતરણથી જાણવા મળ્યું છે કે ટોચના પાંચ રાજ્યો – ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટક – વર્ષ 2022-23 દરમિયાન બેંકોએ આપેલી કુલ પ્રોજેક્ટ લોન 57.2 ટકા હિસ્સો (અથવા રૂ. 2,01,700 કરોડ) ધરાવે છે, જે વર્ષ 2021-22ના 43.2 ટકાની તુલનાએ વધારે છે છે.

વર્ષ 2022-23માં, બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટના કુલ ખર્ચમાં ઉત્તર પ્રદેશનો સૌથી વધુ હિસ્સો 16.2 ટકા અથવા રૂ. 43,180 કરોડ હતો. ત્યારબાદ ગુજરાત 37,317 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ખર્ચ સાથે 14 ટકા હિસ્સો છે. તેવી જ રીતે ઓડિશાનો 11.8 ટકા, મહારાષ્ટ્રનો 7.9 ટકા અને કર્ણાટકનો 7.3 ટકા હિસ્સો છે. પ્રોજેક્ટના કુલ ખર્ચમાં ઉત્તર પ્રદેશ અને ઓડિશાનો હિસ્સો અગાઉના વર્ષ કરતાં નોંધપાત્ર રીતે વધ્યો છે તેમજ 2013-14 થી 2020-21ના સમયગાળા દરમિયાન નોંધાયેલ સરેરાશ હિસ્સો પણ નોંધાયો વધ્યો છે. “આ ડેટા બેંકો અને નાણાંકીય સંસ્થાઓના આંકડાઓ પર આધારિત હોય છે, જેમાં તેઓ લોનને મંજૂરી આપ્યા બાદ તબક્કાવાર ધિરાણ પ્રદાન કરવામાં આવે છે. જૂન માટેનો CMIE આંકડા બહુ વધારો દેખાડે છે પરંતુ એરલાઇન્સમાં ઘટાડો દર્શાવે છે,” એવું બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું હતું.

RBIના તારણ મુજબ,એકંદરે, 2022-23 દરમિયાન કુલ 982 પ્રોજેક્ટ્સ ઇન્વેસ્ટમેન્ટની યોજનાઓ બનાવવામાં આવી હતી, જેનો મૂડી ખર્ચ 3,52,624 કરોડ રૂપિયા હતો, જે વર્ષ 2014-15 પછી સૌથી વધુ છે. તો વર્ષ 2021-22માં 791 પ્રોજેક્ટસનો મૂડી ખર્ચ 1,96,445 કરોડ રૂપિયા હતો, જેની સામે 79.50 ટકાનો ઉછાળો દર્શાવે છે. આ પ્રોજેક્ટ્સમાં બેંકો દ્વારા સહાયતા, ખાનગી ભંડોળ એકત્રીકરણ અને વિદેશી ઋણનો સમાવેશ થાય છે.

RBI wilful default bank loan
વિલફૂલ ડિફોલ્ટરો પાસે ફસાયેલા નાણાંની રકમ છેલ્લા બે વર્ષમાં 41 ટકા વધી.

નોંધપાત્ર રીતે, નવા રોકાણોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે આરબીઆઈ એ રેપો રેટ (જે દર પર આરબીઆઈ બેંકોને ધિરાણ આપે છે) એપ્રિલ 2022 થી 250 બેસિસ પોઈન્ટ્સ વધારીને 6.50 ટકા કર્યો હતો. વ્યાજદરમાં વધારો હોવા છતાં ધિરાણની માંગ પણ નોંધપાત્ર વધી છે. જુલાઈ 2023 સુધીમાં કુલ ધિરાણ વાર્ષિક ધોરણે 19.7 ટકા વધીને રૂ. 24.33 લાખ કરોડે પહોંચ્યુ છે.

કેરળ, ગોવા અને અસમમાં ઓછું ધિરાણ

બેંકો તરફથી નવા પ્રોજેક્ટ માટે સૌથી ઓછું ધિરાણ મેળવનાર રાજ્યોમાં કેરળ, ગોવા અને અસમનો સમાવેશ થાય છે. દેશના કુલ પ્રોજેક્ટ રોકાણ યોજનામાં કેરળને માત્ર 0.9 ટકા (રૂ. 2,399 કરોડ) રકમ મળી છે. તેવી જ રીતે આસામને માત્ર 0.7 ટકા અને ગોવાને 0.8 ટકા જ ધિરાણ મળ્યું છે. હરિયાણા અને પશ્ચિમ બંગાળ પણ રોકાણના ઘણા પ્રોજેક્ટ્સ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા, જે કુલ પ્રોજેક્ટ્સમાં લગભગ એક ટકા અથવા રૂ. 2,665 કરોડનો હિસ્સો ધરાવે છે.

કુલ મળીને ખાનગી કોર્પોરેટ સેક્ટર દ્વારા 2022-23માં ભંડોળના વિવિધ માધ્યમો દ્વારા રૂ. 2,19,649 કરોડનું કુલ મૂડી રોકાણ થવાની ધારણા હતી, જે અગાઉના વર્ષના આયોજિત તબક્કા કરતાં 6.7 ટકાનો વધારો નોંધે છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, ઇક્સ્ટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) દ્વારા મૂડી રોકાણમાં ઘટાડાને બેન્કો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા સરભર કરાતા કુલ ધિરાણ કરાયેલા મૂડીરોકાણ પ્રોજેક્ટ્સમાં વધારો થયો છે.

વર્ષ 2022-23 દરમિયાન બેંકો અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશનદ્વારા મંજૂર કરાયેલા આઠ મેગા પ્રોજેક્ટ્સ (પ્રોજેક્ટની કિંમત રૂ. 5,000 કરોડ અને તેથી વધુ) અને 68 મોટા પ્રોજેક્ટ્સ (રૂ. 1,000 કરોડ-રૂ. 5,000 કરોડ) હતા, જેમનો કુલ પ્રોજેક્ટ ધિરાણમાં અનુક્રમે 27.1 ટકા અને 41.3 ટકા હિસ્સો હતો.

આ પણ વાંચો | લોન વ્યાજ દર અને EMI મામલે રિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય, ફિક્સ્ડ રેટ વિકલ્પ આપવા આદેશ, જાણો 10 મુદ્દા

રિઝર્વ બેંકે ઉમેર્યુ હતુ કે, આ રોકાણમાં વધારો મોટાભાગે સરકારની મૂડી ખર્ચ યોજનાઓને આભારી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં પોલિસીનું અનાવરણ કરતી વખતે જણાવ્યું હતું કે, “સરકારી મૂડીખર્ચ, વધતા વ્યાપાર આશાવાદ અને અમુક મુખ્ય ક્ષેત્રોમાં ખાનગી મૂડીમાં રિકવરીને પગલે રોકાણ પ્રવૃત્તિને વધુ વેગ મળ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ